________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૨ : ગાથા-૧૦
૬૯ કોઈક દિગંબરાનુસારી શક્તિરૂપ ગુણ ભાષઈ છઇ. જે માટછે તે ઈમ કહઈ છઈ જે - જિમ-દ્રવ્યપર્યાયનું કારણ દ્રવ્ય, તિન ગુણપર્યાયનું કારણ ગુણ. દ્રવ્યપર્યાય = દ્રવ્યનો અન્યથા ભાવ. જિમ નર-નારકાદિક. અથવા ચણક-ચણકાદિક. ગુણપર્યાય-ગુણનો અન્યથાભાવ. જિમ ઊંચા-નીચાપણું હોય એને આધીન અમુક આકારને પાણી ધારણ કરી જ લેશે. આકાર વિનાના પાણીને જોઈ શકાય ? જાણી શકાય ? કલ્પી શકાય ? આપણા જ્ઞાનનો એ વિષય જ બની શકતું નથી.. અર્થાત્ એ અવ્યક્ત બની જાય છે. કોઈ પણ આકાર ધારણ કરીને જ એ આપણા જ્ઞાનનો વિષય બની શકે છે. અર્થાત્ વ્યક્ત થાય છે. માટે આકાર એ પાણીની વ્યક્તિ (અભિવ્યક્તિ) છે. આવું જ દ્રવ્ય માટે છે. પિંડ-સ્થાસાદિરૂપે જ મૃદ્ધવ્ય વ્યક્ત થઈ શકે છે. એ સિવાય નહીં. માટે પિંડ વગેરે વ્યક્તિ છે (અને મૃદ્દવ્ય શક્તિ છે).
જેમ આકારવિના દ્રવ્યની અભિવ્યક્તિ નથી. એમ વર્ણાદિ વિના પણ દ્રવ્યની અભિવ્યક્તિ નથી. રક્તવર્ણ વિગેરે સિવાય ઘટદ્રવ્યનું પ્રત્યક્ષ શું છે ? વર્ણાદિ પ્રત્યક્ષને કાઢી નાખો તો પછી ઘટપ્રત્યક્ષ તરીકે કશું બાકી રહેશે જ નહીં. અર્થાત્ ઘટાદિ પોતાના રક્તવર્ણ વગેરે ગુણો દ્વારા જ વ્યક્ત થાય છે એટલે વર્ણાદિગુણો પણ દ્રવ્યની વ્યક્તિ (અભિવ્યક્તિ) છે.
એક-એક દ્રવ્યની અભિવ્યક્તિ અનેકરૂપે થઈ શકતી હોવાથી ગુણ-પર્યાયરૂપ વ્યક્તિ બહુભેટે =અનેકપ્રકારે હોય છે. આમાં જે ગુણો હોય છે તે સહભાવી હોય છે. જે પર્યાય હોય છે તે ક્રમભાવી હોય છે. ગુણ-પર્યાય પોતાની જાતિને = આવા જાતસ્વભાવને અનુસરીને જ વર્તે છે. અલબત્ મૂળમાં તો બન્ને પર્યાયસ્વરૂપ જ છે. માત્ર કલ્પના દ્વારા જ એના બે ભેદ કરવામાં આવ્યા છે. જેમકે, જે કાંઈ ચારિત્ર છે તે બધું મૂળમાં તો સામાયિક જ છે. પણ પછી ઉપાધિવશાત્ એના છેદો પસ્થાપનીય વગેરે વિશેષો ભેદો કર્ભેલા છે. એટલે છેદ-ઉપસ્થાપના વિશિષ્ટ સામાયિક એ છેદોપસ્થાપનીયચારિત્ર. પરિહારવિશુદ્ધિ વિશિષ્ટ સામાયિક એ પરિહારવિશુદ્ધિચારિત્ર. એમ સૂક્ષ્મસંપરાય તથા યથાખ્યાત માટે જાણવું.. અને આ બધા સિવાય બાકી રહી ગયેલું સંયમ એ સામાયિકચારિત્ર. એમ પ્રસ્તુતમાં જે સહભાવી પર્યાયો છે તે બધા ગુણ કહેવાય.. અને બાકીના ( ક્રમભાવી) પર્યાયોને પર્યાય કહેવાના... આમ એક વિશિષ્ટ કલ્પના દ્વારા એ બેનો અલગ-અલગ સ્વભાવ-ભેદ કરવામાં આવ્યો છે એ જાણવું.
કોઈક દિગંબરાનુસારી .. જેમ પિંડ-સ્થાસ વગેરે અનેક આકાર ધારણ કરવાની શક્તિ એ મૃદ્રવ્ય છે અને આ પિંડ વગેરે એના પર્યાય છે. એમ કૃષ્ણ-નીલ વગેરે તથા એક ગુણકૃષ્ણ... દ્વિગુણકૃષ્ણ.. શતગુણકૃષ્ણ. વગેરે રૂપ અનેક અવસ્થાઓને ધારણ કરવાની શક્તિ એ વર્ણ ગુણ છે અને આ કૃષ્ણ-નીલાદિ એના પર્યાય છે. એમ મધુર-તિક્તાદિ અવસ્થાઓને ધારણ કરવાની શક્તિ એ રસગુણ છે અને મધુર-તિક્તાદિ એના પર્યાય છે. આવું જ ગંધાદિ માટે જાણવું.. એમ, મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન વગેરે અવસ્થાઓને ધારણ કરવાની શક્તિ એ જ્ઞાનગુણ છે અને મતિજ્ઞાનાદિ અવસ્થાઓ એના પર્યાય છે. આ વર્ણ-રસાદિ શક્તિઓ કે જ્ઞાનાદિશક્તિઓ પણ ઇતર અપ્રવેશી છે. માટે વર્ણશક્તિ ક્યારેય મધુરરસારિરૂપે પરિણમતી નથી. અનંતાનંત કાળ પસાર થઈ જાય તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org