________________
૬૮
ઢાળ-૨ : ગાથા-૧૦
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ગુણ પર્યાય વિગતિ બહુ ભેદઇ, નિજ નિજ જાતિ વરતઇ રે । શક્તિરૂપ ગુણ કોઈક ભાષઇ, તે નહી મારગી નિરતઇ રે । જિનol ૨-૧૦॥ ટબો-ઇમ શક્તિરૂપઇ દ્રવ્ય વખાણિઉં. હવઇ-વ્યક્તિરૂપ ગુણપર્યાય વખાણઇ છઇ. ગુણ પર્યાય વ્યક્તિ બહુ ભેદઇ=અનેક પ્રકારિ, નિજ નિજ જાતિં-સહભાવી, ક્રમભાવી, કલ્પનાકૃત આપ આપણઇ સ્વભાવ વર્તઈ છઈ.
અસર હોતી નથી.. વળી કેવળજ્ઞાનની સાથે મતિજ્ઞાન વગેરે છાપ્રસ્થિકજ્ઞાન તો સંભવતા જ નથી.. એટલે, બહાર કેવો ને કેટલો જ્ઞાનપ્રકાશ રેલાય છે ? એ ગૌણ છે.. અંદર તો માત્ર ને માત્ર.. અક્ષત.. શુદ્ધ એકસમાન કેવલજ્ઞાનનો જ ઝળહળાટ હોય છે.. આવું જ આત્માના અન્ય બધા જ વિશુદ્ધ ગુણો માટે છે.. માટે આત્માના ભીતરીસ્તરમાં તો હંમેશા એનું શુદ્ધ અવિચલિત સ્વરૂપ જ સ્ફુરાયમાણ હોય છે.
હવે x-ray જેમ ઉપરનાં વસ્ત્રો.. ઉપરની ચામડી... અંદરની ચામડી.. આ બધાને વીંધીને સીધું અંદરના દૃશ્યને જ જુએ છે.. એવી શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિ છે.. એટલે બહારની ગમે તેવી વિવિધ-વિષમ પરિસ્થિતિઓ હોય.. એને એ લક્ષ્યમાં લેતો જ નથી. એ બધાને આરપાર વીંધી અંદરના શુદ્ધસ્વરૂપને જ જુએ છે.. ને એ તો જીવ બાહ્યદૃષ્ટિએ નિગોદમાં હોય.. પૃથ્વીકાયાદિમાં હોય.. વિકલેન્દ્રિયમાં હોય.. પંચેન્દ્રિયમાં હોય.. ક્રોધી હોય કે ઉપશાંત હોય.. જ્ઞાની હોય કે મૂરખ હોય.. એકથી ચૌદમાંના કોઈપણ ગુણઠાણે હોય કે સિદ્ધાવસ્થામાં હોય.. અંદરનું એ શુદ્ધ સ્વરૂપ તો એવું ને એવું અક્ષત ઝળહળાટ ભરેલું સ્કુરાયમાણ જ હોય છે. એમાં ત્રણેકાળમાં ક્યારેય પણ કોઈપણ ફેરફાર વિચલન થતો જ નથી.. ફેરફાર નથી એનો અર્થ જ કાર્ય નથી.. કાર્ય નથી.. માટે કારણ નથી.. એટલે કાર્ય કારણ કલ્પનારહિત શુદ્ધ અવિચલિત દ્રવ્ય જ આ વિશ્વમાં છે.. એ સિવાય કશું નથી.. એમ આ શુદ્ધ નિશ્ચયનય કહે છે. ॥ ૧૮ ॥
–
ગાથાર્થ : ગુણ-પર્યાય વ્યક્તિઓ અનેક પ્રકારે વર્તે છે.. પણ પોતપોતાની જાતિને અનુસરીને વર્તે છે. કોઈક વિદ્વાન શક્તિરૂપ ગુણ કહે છે તે રૂડે માર્ગે નથી. II ૨-૧૦ ॥
વિવેચન : આમ શક્તિરૂપ દ્રવ્ય જણાવ્યું.. એમાં વ્યવહારનયે જેટલાં ગુણ-પર્યાયાત્મક કાર્ય એટલી કારણભૂત શક્તિઓ.. અશુદ્ધ નિશ્ચયનયે જેટલા ગુણ-પર્યાય એટલા કાર્ય પણ કારણભૂત શક્તિ એક. કંઈક શુદ્ધ નિશ્ચયનયે કાર્ય પણ એક, કારણ પણ એક.. અને સર્વશુદ્ધનિશ્ચયનયે કાર્યકારણભાવ છે જ નહીં.. માત્ર શુદ્ધ અવિચલિત સ્વરૂપવાળું દ્રવ્ય જ છે. આ રીતે દ્રવ્યનું નિરૂપણ કર્યા પછી હવે વ્યક્તિરૂપ ગુણ-પર્યાયનું નિરૂપણ કરે છે.
ભિન્ન ભિન્ન આકારરૂપ પર્યાયને ધારણ કરવાની શક્તિ એ જ દ્રવ્ય છે. પાણીમાં કેટલા આકાર ધારણ કરવાની શક્તિ પડી છે ? જેવું પાત્ર મળે એવા બધા આકાર ધારણ કરી શકે. અરે ! પાણી જમીન પર ઢોળાયેલું હોય ત્યારે, આપણી નજરે પણ ન ચડે એવું જમીનનું જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org