________________
૬૭
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૨ : ગાથા-૯ માટીને માનવાની જ છે. એટલે વચલી અવસ્થામાં એને ન માનવી ને ઘડાને માનવો એમાં ગૌરવ છે. તે આ રીતે-વચલી અવસ્થાના પ્રારંભે ઘટોત્પત્તિ, માટીનાશ, અને અંતે ઘટનાશ, માટી ઉત્પત્તિ... આ બધું માનવું પડે છે. વચલી અવસ્થામાં પણ માટી જ માનવામાં આમાંનું કશું માનવાનું ન રહેવાથી લાઘવ છે. માટે મધ્યમાં પણ માટી જ માનવી જોઈએ.
આમ, આગળ-પાછળ ઘડો નથી.. તો વચ્ચે પણ નથી.. એ ન્યાયે ઘડા જેવા કાર્ય માત્રનો અભાવ સિદ્ધ થઈ ગયો.. હવે માટીનો વિચાર કરીએ તો એ પણ પૂર્વે ઔદારિકવર્ગણા હતી.. ને કાળાન્તરે ઔદારિકવર્ગણામાં જ ભળી જવાની છે. એટલે કે માટી પણ પોતાના અવસ્થાનકાળની આગળ-પાછળ હોતી નથી.. તો મધ્યકાળમાં પણ એને માનવાની જરૂર નથી જ, માત્ર ઔદારિકવર્ગણા જ માનવાની. કારણકે એમાં લાઘવ છે. એ જ રીતે ઔદારિકવર્ગણા પણ શાશ્વત તો નથી જ.. માટે આગળ-પાછળ હોતી નથી. હોય છે માત્ર પુગલ.. પુદ્ગલત્વેન શાશ્વત. એ નથી ઉત્પન્ન થતું.. નથી નાશ પામતું. નથી એમાં હોતો આગળ-પાછળ કે મધ્ય જેવો કાળ વિભાગ.. પૂર્વે જેવું પુદ્ગલરૂપે હતું.. એવું જ વર્તમાનમાં છે ને ભવિષ્યમાં પણ એવું જ રહેવાનું છે. એમાં કોઈ જ ફેરફાર ક્યારેય પણ થતો નથી. (કારણ કે થાય તો એ ફેરફાર મધ્યકાલીન બનવાથી ઉપર જણાવ્યા મુજબ કાવત્તે. ન્યાયથી એને નાસ્તિ કહેવો જ ઉચિત રહે.) આમ ફેરફાર નથી એનો અર્થ કાર્ય નથી. કાર્ય જ નથી.. તો કારણ કોનું ? માટે કારણ પણ નથી. એટલે કાર્યકારણકલ્પનારહિત શુદ્ધ અવિચલિત સ્વરૂપવાળું (કૂટસ્થનિત્ય) દ્રવ્ય જ છે, એ સિવાય કોઈ કાર્યકારણ છે નહીં, એમ શુદ્ધનિશ્ચયનય કહે છે.
આ જ વાતને આત્મદ્રવ્યમાં પણ આ રીતે લાગુ પાડી શકાય છે - જીવ નિગોદાદિમાં પરિભ્રમણ કરી રહ્યો હોય છે ત્યારે એની ભીતરમાં – અંતસ્તલમાં કેવલજ્ઞાન અક્ષત હોય છે કે નાશ પામી ગયું હોય છે ? આ વિચારીએ. કાર્યને જે મહદંશે અનુરૂપ હોય એને જ કારણ માની શકાય. આગિયાએ સૂર્ય પેદા કર્યો આવું ક્યારેય સંભવી શકે નહીં. કેવલજ્ઞાન એક એવું અચિન્ત-મહિમાશાળી-(આપણા માટે) કલ્પનાતીત મહાસામર્થ્યવાળું તત્ત્વ છે કે એને ઉત્પન્ન કરવું હોય તો એને અનુરૂપ કારણ આખા વિશ્વમાંથી મળે જ શી રીતે ? મતિજ્ઞાનાદિ ચારે સંભવિત સર્વોત્કૃષ્ટ માત્રામાં હોય ને ભેગા થાય તો પણ સૂર્યની સામે આગિયા જેવા છે.. એ કેવલજ્ઞાનને પેદા કરી શકે એવી કોઈ સંભાવના જ નથી. એનો અર્થ જ કે કેવલજ્ઞાન ક્યારેય ઉત્પન્ન થઈ શકે એવી વસ્તુ નથી.. પણ સર્વજ્ઞના આત્મામાં એ હોય તો છે જ. માટે માનવું પડે કે એ પહેલાં પણ એવું અક્ષત જ હતું.. નવું ઉત્પન્ન થયેલું હોતું નથી.
આને જ બીજી રીતે કહીએ તો. એક લેમ્પ ઝળહળી રહ્યો છે. એના પર ગ્લાસ મૂક્યો... ગ્લાસ પર તપેલી. તપેલી પર બાલ્દી. બાલ્દી પર ડબ્બો.. ડબ્બા પર કોઠી.. હવે એનો બહાર લગભગ કોઈ જ પ્રકાશ જણાતો નથી. એકાદ કિરણ પણ પ્રતીત થતું નથી. છતાં અંદર તો એ લેમ્પ એવો જ ઝળહળી રહ્યો છે. આ જ રીતે ગમે એટલાં ગાઢ આવારક કર્મો આવે તો પણ કેવલજ્ઞાન તો આત્માના ભીતરી સ્તરમાં એવું ને એવું ઝળહળી રહ્યું હોય છે. કર્મોની એને કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org