________________
૬
કચ્છ 3
ઢાળ-૨ : ગાથા-૯
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ તથા શુદ્ધનિશ્ચયનયનઈ મતઈ કાર્ય મિથ્યા છઇ. “આતાવને યજ્ઞપ્તિ, વર્તમાનેડપિ તથા રૂતિ વેદનાત્ કાર્ય-કારણકલ્પનારહિત શુદ્ધ અવિચલિતરૂ૫ દ્રવ્ય જ છે, તે જાણવું. પાર-તા ને એ દરેકે એક-એક વસ્તુ ઊંચકેલી છે. એટલે કે જુદી જુદી વસ્તુઓને ઊંચકવાનું કામ જુદી જુદી દોરીથી થઈ રહ્યું છે. નિશ્ચયનય તો દોરડાને એક જ અખંડ વસ્તુરૂપે જોઈ રહ્યો છે. એ કહે છે કે જો અલગ-અલગ દોરીઓ દેખાતી હોય તો એ અલગ-અલગ વસ્તુ જ થઈ જાય ને તો એક અખંડ દોરડું રહી શકે જ નહીં. માટે એક જ દોરડું છે ને એને જ વીસે વીસ વસ્તુઓને ઊંચકેલી છે.
એટલે જ અધ્યાત્મમત પરીક્ષા ગ્રન્થમાં મોક્ષના અનંતરકારણની ચર્ચામાં ઋજુસૂત્રનય કેવલજ્ઞાન અને સર્વસંવરરૂપ ચારિત્ર આ બંનેને સ્વતંત્ર કારણરૂપે ન કહેતાં આ બંનેથી સંવલિત પરિણામરૂપ પરિણત થયેલ એક અખંડ ચરમક્ષણને કારણ કહે છે એમ દર્શાવ્યું છે. ઋજુસૂત્ર એ નિશ્ચયનય છે જ.
પુદ્ગલમાં વિચારીએ તો.... ઉત્તરક્ષણીય પુદ્ગલમાં રૂપ-રસ-ગંધ-સ્પર્શ આ ચાર જે ઉત્પન્ન થયેલા છે એ બધા પ્રત્યે વ્યવહારનય અલગ-અલગ કારણ માને છે. અર્થાત્ ઉત્તરક્ષણાયરૂપ પ્રત્યે પૂર્વેક્ષણીય રૂપ કારણ છે. ઉત્તરક્ષણીય રસ પ્રત્યે પૂર્વેક્ષણીય રસ કારણ છે. આમ કાર્ય પણ અનેક ને કારણ પણ અનેક એમ માને છે. નિશ્ચયનય એમ કહે છે કે પૂર્વલણીય રૂપ-રસ-ગંધ-સ્પર્શ. આ ચારેથી સંવલિત જે એક પર્યાય છે તે જ ઉત્તરક્ષણીય આ ચારેને ઉત્પન્ન કરે છે. એટલે કે કાર્ય અનેક છે, કારણ એક છે.
અલબત્ આ નિશ્ચયનય ખરો. પણ અશુદ્ધ છે. હજુ થોડા શુદ્ધ નિશ્ચયનયની વાત કરવી હોય તો, પૂર્વેક્ષણની જેમ ઉત્તરક્ષણને પણ રૂપ-રસાદિ ચારેથી સંવલિત એક જ પરિણામરૂપે પરિણમેલ પર્યાયરૂપ માનશે.. ને એ એક કાર્ય માટે પૂર્વેક્ષણ એ એક કારણ એમ કહેશે..
અત્યંત શુદ્ધ નિશ્ચયનયની વિચારણા કરતાં ગ્રન્થકાર કહે છે કે – તથા શુદ્ધનિશ્ચયનય. શુદ્ધ નિશ્ચયનયના મતે કાર્ય મિથ્યા છે, કારણ કે આગળ-પાછળ જે ન હોય તે મધ્યકાળમાં પણ ન જ હોય એવો નિયમ છે. અર્થાત્ માટીકાળે ઘડો નથી, કપાલકાળે ઘડો નથી. તો વચલાકાળમાં પણ ન જ હોવો જોઈએ.
શંકા - પણ વચલા કાળમાં તો એ ઘડારૂપે દેખાય છે ને !
સમાધાન - દૃષ્ટિને જરા સૂક્ષ્મ બનાવો. માટી ઊભી છે કે નહીં ? જો ઊભી છે તો પછી ઘડો શી રીતે બને ? ૧૦૦ ગ્રામ માટી ને ૧૦૦ ગ્રામ ઘડો.. એમ ૨૦૦ ગ્રામ વજન શું થાય ? વજન તો ૧૦૦ ગ્રામ જ થાય છે. એટલે ક્યાં તો માટી છે ને ક્યાં તો ઘડો છે. બંને દેખાતા હોવા છતાં બંને હોય તો ન જ શકે. તો હવે કોનું અસ્તિત્વ માનવું? એટલે માવાવન્ત ૨ યુનાતિ... ન્યાય કહે છે કે તો પછી માટીનું જ અસ્તિત્વ માનવું જોઈએ. કારણ કે આગળ-પાછળની અવસ્થામાં તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org