________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૨ : ગાથા-૯ નથી. કારણાંતરની અપેક્ષા પણિ સ્વભાવમાંહિ જ અંતર્ભત છો. તેણઈ-તેહનું પણિ વિફલપણું ન હોઈ.
શંકા - તમે જે સહકારી કારણ કહો છો તે સહકારીકારણ આ ઉપાદાનકારણભૂત દ્રવ્ય પર કોઈ ઉપકાર કરે છે ? જો “કરે છે એમ કહેશો તો વસ્તુભેદ થઈ જવાની આપત્તિ, કારણ કે પહેલાં એ દ્રવ્ય ઉપકારશૂન્ય હતું.. ને પછી ઉપકારવાળું બન્યું. “કશો ઉપકાર કરતું નથી” એમ જો કહેશો તો એની જરૂર જ શી છે ?
સમાધાન - સહકારી કારણ ઉપકાર તો કશો કરતું નથી. તેથી વસ્તુભેદ થઈ જવાની આપત્તિ નથી. છતાં મૂળભૂત વસ્તુનો સ્વભાવ જ એવો છે (એની શક્તિ જ એવી છે) કે અમુક સહકારી મળે તો જ અમુક કાર્ય કરવું. (અર્થાત્ એને એવી અપેક્ષા છે કે એ સહકારી કારણ જોડાય તો જ કાર્ય કરવું.) માટે સહકારી કારણ પણ વિફળ=નિષ્ફળ નથી. આમ, અમુક સહકારીકારણની અપેક્ષા-એ કારણ મળે ત્યારે આ કાર્ય કરવું + બીજા સહકારીકરણની અપેક્ષા -એ કારણ મળે ત્યારે વે કાર્ય કરવું. આવો બધો એક જ સ્વભાવ ( આ બધાના સરવાળા જેવો એક જ સ્વભાવ) દ્રવ્યનો છે.. ને આ એક જ સ્વભાવભૂત શક્તિથી એ, જેવું સહકારી કારણ મળે એ મુજબ મ કે વે કાર્ય કરે છે. આવી નિશ્ચયનયની માન્યતા છે.
હવે, આ વ્યવહાર અને નિશ્ચય. બંનેની માન્યતાને દૃષ્ટાન્ત દ્વારા સમજીએ....
કર્મસાહિત્યમાં સ્થિતિબંધના અધ્યવસાય, રસબંધના અધ્યવસાય, સ્થિતિસંક્રમના અધ્યવસાય. રસસંક્રમ.... સ્થિતિ ઉદીરણા.. રસઉદીરણા.. એમ ઉપશમ. નિધત્તિ. નિકાચના.. આ બધાના અધ્યવસાયો અલગ-અલગ બતાવેલા છે. વળી પ્રત્યેક સમયે સામાન્યથી આ બધી પ્રક્રિયાઓ થતી હોય છે. અર્થાત્ આ બધા જુદા જુદા અધ્યવસાયો હોય છે. ને વળી એક સમયે એક જીવને એક જ અધ્યવસાય હોવો પણ કહેવાય છે. તો એ શી રીતે ? આ પ્રશ્નનું સમાધાન આ બે નયથી કરવું જોઈએ. વ્યવહારનય સ્થિતિબંધ વગેરેના કારણભૂત અધ્યવસાયોને અલગ-અલગ કહે છે ને એને નજરમાં રાખીને અલગ-અલગ અધ્યવસાયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. (પણ એના મતે સ્વભાવભેદે વસ્તુભેદનો નિયમ ન હોવાથી જીવ અનેક થઈ જવાની આપત્તિ નથી.) અને આ બધા અધ્યવસાયોથી સંવલિત થઈને બનેલો એક પરિણામ આ એક જ અધ્યવસાય છે...ને એ એક જ પરિણામ આ બધાં કાર્યો કરે છે..” એવું નિશ્ચયનય માને છે..
આશય એ છે કે – સૂતરના પાંચ રેસાઓ વણીને એક પાતળી દોરી બનાવી. આવી ચાર દોરીઓ વણીને એક દોરડી બનાવી. એવી પાંચ દોરડીઓ ભેગી કરીને એક જાડું મજબુત દોરડું બનાવ્યું. એટલે કે એક દોરડામાં પાંચ દોરડી.. ૨૦ દોરી. ૧૦૦ રેસા છે. આ દોરડાની જે ૨૦ દોરીઓ છે એ દરેકને છેડે એક-એક વસ્તુ બાંધી છે ને દોરડું ઊંચકવા દ્વારા બધી વસ્તુઓ ઊંચકાયેલી છે. આમાંથી વ્યવહારનય એમ કહે છે કે દોરડામાં ૨૦ અલગ-અલગ દોરીઓ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org