________________
૬૪
ઢાળ-૨ : ગાથા-૯
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ દ્રવ્ય-નાનાકાર્ય કારણ એકશક્તિસ્વભાવ જ હૃદયમાંહિ ધરિઇ. નહીં તો સ્વભાવભેદઈ દ્રવ્યભેદ થાઈ. તે દેશ કાલાદિકની અપેક્ષાઇ-એકનઈ અનેકકાર્યકારણ સ્વભાવ માનતાં કોઈ દોષ
છે. માટે એ પણ કાર્યભેદે કારણભેદ માને છે.
એટલે તે તે દ્રવ્યમાં કાળાન્તરે જે ગુણ-પર્યાયાત્મક કાર્યો સર્જાવાના છે એ બધાની ઓઘસમુચિત શક્તિઓ (કારણતાઓ) વ્યવહારનય અલગ-અલગ માને છે. એટલે વ્યવહારનયની માન્યતા મુજબ દરેક દ્રવ્ય પોતાના આવા સંભવિત જેટલાં કાર્યો હોય એટલી અલગ-અલગ શક્તિઓ પોતાના પેટમાં સંઘરીને રહેલું હોય છે.
નિશ્ચયનયથી..પણ નિશ્ચયનયની માન્યતા એવી છે કે કાર્ય ભલે અનેક હોય. દ્રવ્ય પોતાના હૃદયમાં આ અનેક કાર્યના કારણભૂત શક્તિઓ અલગ-અલગ અનેક ધારી હોતી નથી, પણ એક જ ધારી હોય છે. કારણ કે આ શક્તિ એ દ્રવ્યના સ્વભાવરૂપ છે.. અને એક દ્રવ્યનો એક જ સ્વભાવ હોય શકે, અનેક નહીં. તે પણ એટલા માટે કે સ્વભાવભેદે વસ્તુભેદ થતો હોય છે. આશય એ છે કે જળનો સ્વભાવ અલગ છે. અગ્નિનો સ્વભાવ અલગ છે. માટે બન્ને વસ્તુ અલગ છે. તેથી જણાય છે કે સ્વભાવભેદે વસ્તુભેદ થતો હોય છે. સ્વભાવભેદ થયા છતાં પણ જો વસ્તુભેદ થતો ન હોય તો આખી દુનિયામાં પછી એક જ વસ્તુ માનવાની રહે. અદ્વૈત માનવાની આપત્તિ આવે. માટે સ્વભાવભેદે વસ્તુભેદ માનવો. એટલે દ્રવ્યમાં અલગ-અલગ શક્તિરૂપ અલગ-અલગ સ્વભાવ માનવામાં આવે તો તો પછી એ દ્રવ્ય એક રહી જ ન શકે. જેટલી શક્તિઓ માનો એટલા અલગ-અલગ દ્રવ્ય માનવા પડે. પણ દ્રવ્ય તો એક જ માનવું છે. માટે શક્તિ પણ એક જ માનવી જોઈએ.
શંકા - એકની એક શક્તિએ પહેલાં એ કાર્ય કર્યું.. ને પછી ૨ કાર્ય કર્યું. આવું શી રીતે માની શકાય ? જો એ કાર્યકરણશીલ છે તો હંમેશા માં કાર્ય જ કરવું જોઈએ. જો એ વ કાર્યકરણશીલ છે તો હંમેશા વ કાર્ય જ કરવું જોઈએ. ને જો ઉભયકાર્યકરણશીલ છે તો હંમેશા ઉભયકાર્ય જ કરવા જોઈએ. પણ ક્યારેક આ કાર્ય કરે. ક્યારેક વે કાર્ય કરે. આવું શી રીતે માની શકાય ?
સમાધાન - જેવા દેશ-કાળાદિ સહકારી કારણો મળે એ પ્રમાણે એ કાર્ય કરે છે. અમુક પ્રકારના સહકારી મળે તો માં કાર્ય કરે.. અમુક પ્રકારના મળે તો કાર્ય કરે.
શંકા - તો પણ, અમુક સહકારી મળે તો માં કાર્ય કરવું. બીજાં અમુક સહકારી મળે તો વે કાર્ય કરવું. આમ બે રવભાવ થવાથી વસ્તુભેદ થઈ જ જશે ને ?
સમાધાન - ના આવા બે સ્વભાવ માનેલા નથી. પણ આ બંનેના સરવાળારૂપ એક સ્વભાવ માનેલો છે. અર્થાત્ અમુક સહકારી મળે એ કાર્ય. બીજાં સહકારી મળે બે કાર્ય. આવો આખો એક અખંડ સ્વભાવ માનેલો છે. માટે કોઈ દોષ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org