________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૨ : ગાથા-૯
બાલ્યકાલ કહિઓ છઇ. અનઇ છેહલો પુદ્ગલપરાવર્ત ધર્મ યૌવનકાલ કહિઓ છઇ.
अचरमपरिअट्टेसुं, कालो भवबालकालमो भणिओ । चरमो उ धम्मजुव्वणकालो, तहचित्तभेओ ति ॥ ઋતુવિંશતિવિંશિામધ્યે ૪-૫ કાર-૮।।
“કારયભેદ, શક્તિભેદ” ઇમ વ્યવહારિ વ્યવહારઇ રે ।
નિશ્ચય “નાના કારય-કારણ એકરૂપ” તે ધરિઇ રે ! જિન૰ ॥ ૨-૯ ॥
ટબો - ઇમ એકેક કાર્યની ઓઘ-સમુચિત રૂપ અનેક શક્તિ એક દ્રવ્યની પામિઇ. તે વ્યવહારનયઇ કરીનઇ વ્યવહા(હ)રિઇ. તે નય કાર્ય કારણ ભેદ માનઇ છઇ. નિશ્ચયનયથી
૬૩
શબ્દનો એક અર્થ સ્વભાવ થાય છે.. આત્માના સ્વભાવને પ્રગટાવનારો કે સ્વભાવભૂત બનનારો ધર્મ અભવ્યના આત્મામાં ક્યારેય પ્રગટતો નથી.. માટે એ આત્માઓમાં ધર્મની ઓધશક્તિ પણ હોતી જ નથી. તેથી એની બાદબાકી કરવા અહીં ‘ભવ્યજીવને’ એમ ‘ભવ્ય' એવું વિશેષણ જોડ્યું છે.
ભવ્યજીવને અચ૨માવર્તમાં પણ ધર્મની ઓઘશક્તિ તો હોય જ છે, નહીંતર ચ૨માવર્તમાં સમુચિતશક્તિ આવી શકે નહીં.. કારણકે જે બિલકુલ અસત્ હોય એ શશશૃંગ વગેરેની જેમ ક્યારેય આવિર્ભાવ પામતું નથી. પૂર્વે વીતેલા અનંતા અચરમાવર્તોમાં રહેલી આ ઓઘશક્તિ જ ચરમાવર્તમાં સમુચિતશક્તિમાં રૂપાંતરિત થાય છે. એટલે જ અચરમ પુદ્ગલપરાવર્તને ભવબાલ્યકાળ કહ્યો છે અને છેલ્લા પુદ્ગલપરાવર્તને ધર્મયૌવનકાળ કહ્યો છે. સૂરિપુરંદર શ્રીહરિભદ્ર સૂરીશ્વરજી મહારાજે વિંશતિવિંશિકાની ચોથી વિંશિકાના ૧૯ માં શ્લોકમાં કહ્યું છે કે -
અચરમાવર્તમાં કાળ સંસારના બાલ્યકાળ સમાન કહેવાયેલો છે. (સહજમળનો બિલકુલ હ્રાસ થયેલો ન હોવાથી ભવરોગ અસાધ્યકક્ષામાં હોવાના કારણે ધર્મઔષધ અકિંચિત્કર બની રહે એવો કાળ છે.) અને ચરમાવર્ત એ ધર્મયૌવનકાળ કહેવાયેલો છે, કારણકે પહેલાં જે ગાઢમિથ્યાત્વવાસિતચિત્ત હતું તે હવે ભેદાયેલું હોય છે. u૧૭ના
ગાથાર્થ : કાર્યભેદે કારણભેદ હોય છે એમ વ્યવહારનય વ્યવહાર કરે છે કહે છે. જ્યારે નિશ્ચયનય તો કાર્ય નાના=અનેક છે, પણ એનું કારણ એક છે, એમ કહે છે, તે ધારો જાણો-સમજો. ૫૨-૯ા
=
વિવેચન : ચાનો સ્વાદ રોજ કરતાં જુદા પ્રકારનો આવે તો આદમી તરત પૂછશે ‘આજે
:
ચા કોને બનાવી છે ?” બનાવનાર વ્યક્તિ એ જ હશે તો પૂછશે કે ચાની ભૂકી વગેરે કશું બદલાઈ ગયું ?” આનો સૂચિતાર્થ સ્પષ્ટ છે કે કાર્યમાં ભેદ (જુદાઈ) પ્રતીત થતો હોય તો લોક કારણમાં પણ ભેદ માને જ છે. અર્થાત્ કાર્યભેદે કારણભેદ માને છે. વ્યવહારનય લોકને અનુસરનારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org