________________
૬૨
ઢાળ-૨ : ગાથા-૮ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ એહ ૨ નું જ અન્ય કારણતા, પ્રયોજકતા એ બિ બીજાં નામ કહઈ છઈ તે જાણવું. ||ર-૭ || ધરમ શક્તિ પ્રાણીનઈ, પૂરવ પુગલનઈ આવર્તઈ રે ! ઓઘઈ, સમુચિત જિમ વલી કહિછે, છેહલિ આવર્તઈ રે ! જિન-૮
ટબો - આત્મદ્રવ્યમાંહિ એ બે શક્તિ ફલાવઈ છઇ-જિમ-પ્રાણીનઈ-ભવ્ય જીવન પૂર્વ કહેતાં પહિલા પુદ્ગલપરાવર્તન અનંત વીત્યાં, તેહમાં પણિ ઓઘઇ-સામાન્યઇ, નહી તો છેહલઈ પુદ્ગલપરાવર્તનઈ તે શક્તિ ન આવઈ, “નાસતો વિદતે માવ: રૂત્યવિવરના” અનઈ છેહલઈ પુગલપરાવર્તઇ ધર્મની સમુચિત શક્તિ કહિછે, મત વ - અચરમ પુદ્ગલપરાવર્ત ભવએવાં બે બીજાં નામ કહે છે એ જાણવું.... એટલે કે નૈયાયિક વગેરે સમુચિતશક્તિ (અનંતર કારણતા)ને કારણતા કહે છે. અને ઓઘશક્તિને (પરંપર કારણતાને) પ્રયોજકતા કહે છે. આ અર્થ એકદમ સ્પષ્ટ છે. સત્ય છે.. સરળ છે..
પણ કોઈપણ કારણવશાત્ પૂર્વના વિવેચનકારોએ ટબાના આ વાક્યમાં રહેલા “અન્ય’ શબ્દને કારણતા શબ્દની સાથે જોડી દીધો. અન્ય કારણતા શબ્દ બનાવી દીધોપછી સમુચિત શક્તિનું અન્ય કારણતા આવું નામ શી રીતે ઘટે એની ઘણી મથામણ કરી છે કે અહીં અનન્યકારણતા શબ્દ હોવો જોઈએ વગેરે કલ્પના કરી છે. પણ આ કશું આવશ્યક નથી એ જાણવું. I૧૬ો.
ગાથાર્થ : પ્રાણીને પૂર્વ = અચરમ પુદ્ગલપરાવર્તમાં ઓઘથી ધર્મશક્તિ હોય છે અને છેલ્લા આવર્તમાં સમુચિતશક્તિ હોય છે એમ કહેવું. ર-ટા
વિવેચન : આત્મદ્રવ્યમાંહિં. ઓઘશક્તિનું અને સમુચિતશક્તિનું લૌકિક (અથવા પૌલિક) દૃષ્ટાન્ન આપીને હવે અલૌકિક (અથવા આધ્યાત્મિક) દૃષ્ટાન્ન આપવું છે, માટે હવે એ બંને શક્તિઓને આત્મદ્રવ્યમાં ઘટાવે છે -
ગાથામાં જે “પ્રાણીનઈ' શબ્દ છે એનો ટબામાં “ભવ્યજીવનઇ એવો અર્થ કર્યો છે.. અર્થાત્ અભવ્યમાં ધર્મની ઓઘશક્તિ પણ માન્ય નથી એ જાણવું.
શંકા - અભવ્યજીવ પણ ઠેઠ નવમા રૈવેયકમાં લઈ જાય એવા નિરતિચાર સંયમધર્મની સાધના કરે છે. તો એનામાં શક્તિનો નિષેધ શા માટે ?
સમાધાન - એ માત્ર બાહ્યદષ્ટિનો ધર્મ હોય છે, વાસ્તવિક નહીં, માટે.
શંકા - દુર્ગતિમાં પડતા જીવને ધારી રાખે (બચાવે) તે ધર્મ. આવી ધર્મની વ્યાખ્યા છે. નવમા રૈવેયક વગેરેમાં જનારા અભવ્યની દુર્ગતિ પણ ટળે જ છે. આમ ધર્મ પોતાનું કાર્ય પણ કરી જ રહ્યો છે, પછી એને માત્ર દેખાવનો - બહારનો શી રીતે કહેવાય ?
સમાધાન - છતાં એ દુર્ગતિનું ટાળવું કામચલાઉ હોય છે, હંમેશનું નહીં. અથવા તો ધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org