________________
૬૧
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૨ : ગાથા-૭ અનુમાન પ્રમાણઈ તૃણમાંહિ જાણી, પિણ વૃતશક્તિ કહવાઈ નહી. તે માર્ટિ- તે ઓઘશક્તિ કહિછે, અન-તૃણનઈ દુગ્ધાદિક ભાવ= દુગ્ધ દધિ પ્રમુખ પરિણામઈ ધૃતશક્તિ કહી છે. તે ભાષી થકી જનનાં=લોકનઈ- ચિત્તિ સુહાઈ, તે માટે તે સમુચિતશક્તિ કહિછે, અનંતર કારણમાંહિ સમુચિત શક્તિ, પરંપરકારણમાંહિ ઓઘશક્તિ એ વિવેક. ઓઘશક્તિ કહેવાય છે. પણ જ્યારે એ જ તૃણદ્રવ્ય ગાયનો ખોરાક બનીને દૂધરૂપે પરિણમે છે ત્યારે એ દૂધ વગેરેમાં ઘીની શક્તિ છે એમ કહેવામાં આવે તો લોકોને રુચે છે. એટલે દૂધ વગેરેમાં એની સમુચિત શક્તિ કહેવાય છે.
એટલે આવો વિવેક જાણવો કે અનંતર કારણમાં સમુચિતશક્તિ છે અને પરંપર કારણમાં ઓઘશક્તિ છે. આમાં અનંતરકારણ એટલે એકદમ અવ્યવહિત પૂર્વવર્તી કારણ એવો અર્થ નહીં કરવો. કારણ કે તો તો દૂધ વગેરેમાં પણ સમુચિતશક્તિ કહી નહીં શકાય... પણ કાર્યનું નિકટનું કારણ એ અનંતરકારણ એવો અર્થ કરવો. વળી કારણમાં કાર્યની નિકટતા જે કહેવાની છે તે પણ મુખ્યત્વે સ્વરૂપકૃતનૈકટ્ય જાણવું.. એટલે કે કાર્યનું જેવું સ્વરૂપ હોય.. એવા સ્વરૂપને ઘણું ખરું મળતું આવે એવું સ્વરૂપ દ્રવ્યમાં આવ્યું હોય ત્યારથી નિકટતા કહેવાય. ઘી માં પણ ગોરસત્વ - સ્નિગ્ધત્વ - શક્તિપ્રદત્વ વગેરે જે મુખ્યસ્વરૂપ છે તે ઘણે ખરે અંશે દૂધમાં પણ સમાન રીતે છે. પણ તૃણમાં એ નથી. માટે દૂધમાં કાર્યરૈર્ય છે.
પ્રશ્ન : છઠ્ઠી ગાથામાં તો ગ્રન્થકારે નિકટ કહતાં = વહિલું ઉપજતું દેખીઈ.. એમ કરીને કાળકૃત નૈકટ્ય કહ્યું છે ને ?
ઉત્તર : સ્વરૂપકૃતનૈકર્યોવાળું કારણ ઘણું ખરું નિકટકાળમાં જ કાર્ય કરી આપતું હોય છે.. એટલે કે એમાં કાળકૃતનૈકર્યો હોય જ છે. વળી કાળકૃત નૈકર્યો સમજવું સરળ હોય છે. માટે ગ્રન્થકારે એનો ઉલ્લેખ કર્યો છે. બાકી એ કાળકૃતનૈકટ્યથી પણ ગ્રન્થકારને સ્વરૂપકૃતનૈકય જ માન્ય છે, એ જાણવું નહીંતર તો જે દૂધમાંથી ઘી બન્યું જ નહીં. અથવા આજના ભક્ષ્યાભઢ્યના વિવેકની કચાશવાળા યાંત્રિક યુગમાં દૂધમાંથી દહીં – માખણ બનાવીને ડીપ ફ્રીઝમાં મૂકી દીધું.... છે - બાર મહિના બાદ ઘી બનાવ્યું. તો એ દૂધમાં સમુચિતશક્તિ શું ન કહેવાય ? એમ, શ્રી અધ્યાત્મકલ્પદ્રુમના ૧૩ મા અધિકારમાં કહ્યું છે કે – “જે સાધુઓનું મન વિષયોમાં રમતું નથી ને કષાયોથી બળતું નથી તે સાધુઓ સંસાર તરી ગયા છે.” આમાં એ સાધુઓની સાધનાને મોક્ષનું એકદમ અનંતર કારણ કહી એમાં મોક્ષનો ઉપચાર કરી દીધો છે, એ જણાય છે. છતાં આવી સાધના કરનાર પણ ક્યારેક અનંતકાળ ભવભ્રમણ કર્યા બાદ મોક્ષે જાય એવું પણ અસંભવિત તો નથી જ. એટલે કાળકૃત નાટ્ય નથી.. પણ સંસારતરણનું સ્વરૂપકૃત નૈદ્ય તો છે જ, ને તેથી અનંતરકારણ તરીકે માન્ય છે.
ટબામાં હવે પછીની પંક્તિ આ પ્રમાણે છે – એહ ૨ નું જ અન્ય કારણતા, પ્રયોજકતા એ બિ બીજાં નામ કહઈ છઇ, તે જાણવું. ટબાની આ પંક્તિનો વાસ્તવિક અર્થ આવો છે કે - આ સમુચિતશક્તિ અને ઓઘશક્તિ. આ બેનાં જ અન્ય = નૈયાયિક વગેરે કારણતા અને પ્રયોજકતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org