________________
૬૦
ઢાળ-૨ : ગાથા-૭ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ છૂતની શક્તિ યથા તૃણભાવછે, જાણી પિણ ન કહાઈ રે દુગ્ધાદિકભાઈ તે જનનઈ, ભાષી ચિત્ત સુહાઈ રે ! જિન) ૨-૭
- ટબો - ઇહાં દૃષ્ટાન્ત કહઈ છઈ - જિમ વૃતની શક્તિ તૃણભાવઈ-પુગલમાંહિ છાં નહીં તો તૃણ આહારથી ધેનુ દુધ દિઈ જઈ, તે દુધમાંહિ વૃતશક્તિ કિહાંથી આવી ? ઈમ
ઓઘશક્તિ અને સમુચિતશક્તિ છે. એમાં ઓઘશક્તિ એટલે સામાન્ય રીતે જેનું અસ્તિત્વ માનવું પડે એમ છે, બાકી કાર્ય કરવા માટે મૂળ દ્રવ્ય ખુદ ઘણા પરિવર્તન પામવાની જરૂર છે. એવી શક્તિ એ ઓઘશક્તિ. કાર્યના કાળ કરતાં ઘણા દૂરના કાળમાં આ શક્તિ રહેલી હોય છે. વળી કાર્યના સ્વરૂપ કરતાં પણ ઘણા જ અંશે વિલક્ષણસ્વરૂપ હોય ત્યારે દ્રવ્યમાં રહેલી હોય છે. માટે સામાન્યથી શિષ્ટલક પણ એને પરખી શકતું નથી... કે ક્યારેક પરખ થઈ શકતી હોય તો પણ એનો વ્યવહાર કરતું નથી.
પણ કાળક્રમે એ દ્રવ્ય એવી અવસ્થા પામ્યું કે જેથી પોતાના વિવક્ષિત ગુણપર્યાયાત્મક કાર્યથી એ કાળની દૃષ્ટિએ કેઅને સ્વરૂપની દૃષ્ટિએ એવું નિકટ આવેલું હોય કે જેથી હવે એમાં રહેલી તે કાર્ય કરવાની શક્તિને શિષ્ટલોક પરખી પણ શકે છે અને વ્યવહાર પણ કરે છે. તો હવે આવી શક્તિને સમુચિતશક્તિ કહેવાય છે.
ગાય ઘાસ ખાય છે તો દૂધ આપે છે જેમાંથી ક્રમશઃ ઘી મળે છે. પ્લાસ્ટીકની થેલી ખાઈ જાય તો કાંઈ દૂધ આપતી નથી. શિષ્યલોક આ વાત જાણે જ છે ને તેથી ઘાસમાં કાળાન્તરે ઘી આપવાની શક્તિ પરખે પણ છે. માટે જ તો ગાયને ઘાસ ખવડાવે છે.) છતાં, કોઈને ઘી બનાવવું છે. તો શિષ્યલોક એને માખણ-છાશ કે છેવટે દૂધ લાવવાનું કહેશે. પણ “તારે ઘી બનાવવું છે ? તો જા ઘાસ લઈ આવ.” એમ કહેતું નથી. એટલે સમજાય છે કે શિષ્યલોક ઘાસમાં ઘીની શક્તિનો વ્યવહાર કરતું નથી. માટે ઘાસમાં એની ઓઘશક્તિ છે. દૂધ વગેરેમાં એવો વ્યવહાર કરે છે. માટે એમાં ઘીની સમુચિતશક્તિ છે. માટે જ ગ્રન્થકારે સમુચિતશક્તિ એટલે વ્યવહારોગ્યશક્તિ એવો અર્થ કર્યો છે. || ૧૫ |
ગાથાર્થ : જેમ ઘાસઅવસ્થામાં ઘીની શક્તિ જાણવા છતાં કહેવાતી નથી (કહીએ તો એ. વાત લોકોને જચતી નથી.) પણ દૂધ વગેરે અવસ્થામાં એ શક્તિ હોવી કહેવામાં આવે તો એ વાત લોકોને રુચે છે. ૨-૭ ||
વિવેચન : ઓઘશક્તિ અને સમુચિતશક્તિને સમજાવવા માટે ગ્રન્થકાર લૌકિક દૃષ્ટાન્ત આપે છે. જેમ તૃણરૂપે પરિણમેલા યુગલોમાં ઘીની શક્તિ છે. નહીંતર તો ઘાસ ખાઈને ગાય જે દૂધ આપે છે એમાં પણ ઘીની શક્તિ ક્યાંથી આવે ? એટલે, તૃનિ વૃતશમિતિ, ધૃતરુમદ્રવ્યનનિર્વાત્ યથા નવનીતગન તન્ન, યદ્રા યુરૈવં તન્નેવં યથાર્મ – આવા અનુમાન પ્રમાણથી તણખલામાં પણ ધૃતની શક્તિ જણાય છે. છતાં એ કહેવાતી નથી, (આ વાત આગળ આવી ગઈ છે.) માટે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org