________________
૫૯
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૨ : ગાથા-૬ કહતાં-વહિલું ઉપજતું દેખીતું, તે કાર્યની અપેક્ષા તેહની સમુચિત શક્તિ કહિછે, સમુચિત કહતાં-વ્યવહાર યોગ્ય. ર-૬
કૃષ્ણત્વાદિ તિર્યક સામાન્ય અર્થ વૃM:, કર્થ : વગેરે એકાકાર પ્રતીતિ કરાવે છે. શિષ્ટપુરુષોના શબ્દપ્રયોગોનું સૂક્ષ્મતાથી અવલોકન કરવાથી આ વાત નિઃશંક પ્રતીત થશે. માટે આવી એકાકાર પ્રતીતિ દ્વારા પણ ગુણમાં તિર્યક્ષામાન્ય સિદ્ધ થઈ શકતું નથી, એ નિશ્ચિત છે. ૧૪
ગાથાર્થ : પોતાના સર્વ ગુણ-પર્યાયો પામવાની દ્રવ્યમાં જે યોગ્યતા રહેલી છે તે તેની ઓઘ શક્તિ છે અને કાર્યના સ્વરૂપની નજીકનું સ્વરૂપ દ્રવ્યમાં આવવા પર જે વિશેષપ્રકારની શક્તિ હોય તેને સમુચિત શક્તિ કહેવી. /ર-૬//
વિવેચનઃ હિવઈ ઊર્ધ્વતા... હવે ઊર્ધ્વતાસામાન્યશક્તિના બે ભેદ આ ગાથામાં દર્શાવવામાં આવે છે.
કોઈ ગમે એટલી મહેનત કરે.. પણ એ, તંતુઓમાંથી ઘડો બનાવી શકતો નથી. બાવળ વાવીને આંબા પામી શકતો નથી.
રેતીના પાંચ-પચ્ચીશ નહીં. કરોડો કણ પીસી નાખે તો પણ એક ટીપુંય તેલ મેળવી શકતો નથી.
ગમે એટલો કાળ પસાર થાય ધર્માસ્તિકાય ક્યારેય એકાદ પરમાણુમાત્રને પણ સ્થિતિમાં સહાય બની શકતું નથી.
આ બધી વાસ્તવિક્તા જણાવે છે કે ગમે એટલી મહેનત કરવામાં આવે કે ગમે એટલો કાળ પસાર થાય તો પણ જેમાં જે કાર્યની યોગ્યતા નથી એમાં એ કાર્ય પરિણમી શકતું નથી.. આનો અર્થ એ થાય છે કે સહજ રીતે કે મહેનત દ્વારા આજે કે કાલે. સંખ્યાતકાળે, અસંખ્યાતકાળે કે અનંતકાળે જે દ્રવ્ય જે કાર્યરૂપે પરિણમવાનું હોય છે તે દ્રવ્યમાં તે કાર્યરૂપે પરિણમવાની યોગ્યતા હોય જ છે. આ યોગ્યતાને શક્તિ કહેવાય છે. અર્થાત્ તે તે કાર્યને ઉત્પન્ન કરવાની (તે તે કાર્યરૂપે પરિણમવાની) શક્તિ.] કોઈ પણ દ્રવ્ય જે-જે કાર્ય ઉત્પન્ન કરે છે તે તે કાર્ય ક્યાં તો ગુણરૂપ હોય છે ને ક્યાં તો પર્યાયરૂપ હોય છે, આ સિવાયનું કોઈ કાર્ય હોતું નથી. માટે ગ્રન્થકારે કહ્યું છે કે – પોતાના જે કોઈ ગુણ-પર્યાયો સંભવિત હોય તે દરેક રૂપે પરિણમવાની પોતાની યોગ્યતા એ શક્તિ છે.
હવે આ શક્તિ બે પ્રકારે છે. સુષુપ્ત શક્તિ અને જાગૃતશક્તિ. જે દ્રવ્ય પોતાના ગુણપર્યાયાત્મક જે કાર્યને અલ્પકાળે કે | અને અલ્પપ્રયાસ કરી શકે એમ હોય તે કાર્યની તે દ્રવ્યમાં જાગૃતશક્તિ કહેવાય અને આ સિવાયની બધી શક્તિઓ સુષુપ્ત શક્તિ કહેવાય. આ સુષુપ્ત અને જાગૃત એવા બે નામો આપણા કલ્પેલા છે. ગ્રન્થકારે એના બે નામો જે જણાવ્યા છે તે ક્રમશઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org