________________
ઢાળ-૨ : ગાથા-૫
ઉપપાદવો, પણિ તિર્યક્મચય નામાત્તર ન કહેવું. ॥ ૨-૫ |
૫૬
સંગતિ શી રીતે કરશો?
સમાધાન ઃ એ વ્યવહા૨ સ્કંધ-દેશ-પ્રદેશ દ્વારા કરવો. અર્થાત્ સ્કંધ તરીકે વિચારીએ તો ધર્માસ્તિકાય આખું અખંડ એક દ્રવ્ય છે. એના દેશ-પ્રદેશની અપેક્ષાએ વિચારીએ તો એ અનેક છે. આ જ રીતે દરેક દ્રવ્યોમાં સમજવું. પણ એ માટે તિર્યક્મચય એવું નામાન્તર જોડવાની જરૂર નથી. ટૂંકમાં, અવયવસંઘાતરૂપ તિર્યક્પ્રચય માનવાની જરૂર નથી. જેનાથી એકાકાર પ્રતીતિ થાય છે એવી દ્રવ્યશક્તિ-તિર્યક્સામાન્ય જ માનવું.
આ અધિકારમાં દિગંબર સાથેની જે ચર્ચા આવી તેને થોડી આગળ ચલાવીએ -
દિગંબર હજુ પોતાનો બચાવ કરી શકે છે કે -
જ્યાં પ્રદેશસંઘાત હોય ત્યાં તિર્યક્મચય હોય... માત્ર આટલી જ વ્યાખ્યા અમે નથી કરતા... પણ જ્યાં પ્રદેશસંઘાતની યોગ્યતા હોય.. ત્યાં પણ તિર્યક્મચય કહીએ છીએ. ટૂંકમાં શક્તિથી (યોગ્યતારૂપે) કે વ્યક્તિથી (પ્રગટરૂપે) જ્યાં પ્રદેશસંઘાત હોય ત્યાં તિર્યક્મચય હોય. પરમાણુમાં વ્યક્તિથી પ્રદેશસંઘાત ન હોવા છતાં શક્તિથી તો એ હોય જ છે ને તેથી પુદ્ગલત્વ તિર્યક્મચય એમાં પણ અક્ષત હોવાથી અલગ દ્રવ્ય માનવાની આપત્તિ આવતી નથી. જ્યારે કાળ તો શક્તિથી અને વ્યક્તિથી બંને રીતે એકપ્રદેશરૂપ જ હોવાથી - પ્રદેશસંઘાતરૂપ ન જ હોવાથી એમાં તિર્યક્મચય નથી. (એટલે જ તત્ત્વદીપિકાવૃત્તિમાં આવી પંક્તિ છે કે પુન્નત્તસ્ય દ્રવ્યાને પ્રવેશદ્ઘશક્તિયુૌप्रदेशत्वात्, पर्यायेण द्विबहुप्रदेशत्वाच्चास्ति तिर्यक्प्रचयः, न पुनः कालस्य, शक्त्या व्यक्त्या चैकप्रदेशत्वात् । અર્થઃ દ્રવ્યરૂપે પુદ્ગલ પરમાણુ એક પ્રદેશી હોવા છતાં શક્તિથી અનેકપ્રદેશી (સ્કંધ) બનવાની યોગ્યતા હોવાથી અને પર્યાયરૂપે પુદ્ગલ ચણુક કે બહુપ્રદેશી કંધરૂપ હોવાથી પુદ્ગલમાં તિર્યક્મચય કે હોય છે. પણ એ રીતે કાળમાં તિર્યક્મચય હોતો નથી, કારણ કે કાળ શક્તિથી અને વ્યક્તિથી એક પ્રદેશરૂપ જ હોય છે.)
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
એટલે, ગ્રન્થકારે આપેલી ‘અલગદ્રવ્ય માનવું પડવાની' આપત્તિ આમ ઊભી રહી શકતી નથી.. છતાં ગ્રન્થકાર અહીં જવાબ આપી શકે છે કે - તિર્યક્મચયનો આવો અર્થ તમને જે અભિપ્રેત છે એ તો અમને પણ માન્ય જ છે.. ને એ અર્થ અમે અસ્તિકાય' શબ્દથી મેળવીએ છીએ. અમે પણ કાળ સિવાયના પાંચ દ્રવ્યોને જ ‘અસ્તિકાય’ કહીએ છીએ. એટલે તમે તિર્યક્મચય કહો છો અમે અસ્તિકાય કહીએ છીએ. એટલે માત્ર શબ્દભેદ છે, અર્થભેદ નથી.. પણ એકાકારપ્રતીતિ કરાવનાર દ્રવ્યશક્તિ કે જેને અમે તિર્યક્સામાન્ય કહીએ છીએ એનું તમારે પ્રતિપાદન ન રહેવાથી એટલી ન્યૂનતા થશે.
(શ્રી અમૃતચંદ્રાચાર્યની તત્ત્વદીપિકાવૃત્તિના અધિકાર જોતાં એક વસ્તુ એ જણાય છે કે એમને ‘૫૨માણુ’ એ દ્રવ્ય તરીકે અભિપ્રેત છે અને ચણુક વગેરે પર્યાય તરીકે.. એ શી રીતે ? આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org