________________
૫૫
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૨ : ગાથા-૫ આધાર ભિન્ન દ્રવ્ય જોઈઇ, તે માર્ટિ-૫ દ્રવ્યનઈ બંધ દેશ પ્રદેશ ભાવઈ એકાનેક વ્યવહાર
અમૃતચન્દ્રાચાર્યે રચેલી તત્ત્વદીપિકા વૃત્તિમાં આ અંગેની વાત આવે છે. ટૂંકમાં એમનો અભિપ્રાય આવો છે – છ એ દ્રવ્યો ત્રણે કાળમાં રહેનારા છે. ધારો કે કોઈ એક “” નામના જીવની આપણે વાત કરવી છે. તો, ગઈકાલ વિશિષ્ટ , આજ વિશિષ્ટ મ, આવતીકાલ વિશિષ્ટ મ.. આવા બધા માં ના ઢગલાબંધ (અનંતકાળમાં અનંત) કાળપર્યાયો થયેલા છે. આ બધા પર્યાયોનો પ્રચય = સમૂહ ક્યારેય પણ એક સમયમાં તો મળી શકે નહીં (કારણ કે એકકાળમાં એક જ પર્યાય હોય). માટે એનો તિર્યકપ્રચય કહી શકાતો નથી. પણ ત્રણે કાળને નજરમાં રાખીને તો સમૂહની વાત થઈ શકે છે. માટે આવા પર્યાયોનો સમૂહ એ ઊર્ધ્વતા સામાન્ય પ્રચય કહેવાય છે અને એ છ એ છ દ્રવ્યોમાં મળે છે, કારણ કે છ એ દ્રવ્યો ત્રિકાળ વર્તી છે. એક જ કાળમાં અવયવોનો સંઘાત-સમૂહ હોવો એ તિર્યપ્રચય છે. કાળ તો માત્ર એક સમયરૂપ છે. જેમ અનેક પરમાણુ ભેગા થઈને સ્કંધ બનેલા હોય છે એમ અનેક કાલાણ ભેગા થઈને કોઈ કાળખંધ ક્યારેય બનતો નથી. કાળ માત્ર એક – એક સમયરૂપ જ હોય છે. માટે કાળનો તિર્યક્ઝચય હોતો નથી. કાળ સિવાયના પાંચ દ્રવ્યોનો તિર્યક્ટચય પણ હોય છે. કારણ કે બધા અનેક પ્રદેશ છે.
દિગંબરોની આવી પ્રરૂપણામાં ક્ષતિ દર્શાવવા ગ્રન્થકાર કહે છે – તેહનઈ મતદે... દિગંબરના મતે, અનેક પ્રદેશ નિષ્પન્ન જે ઘટ વગેરે છે તેમાં તો તિર્યકપ્રચય રહેશે. અને પુદ્ગલત્વ તિર્યક્રસામાન્ય પણ રહેશે. અર્થાત્ તિર્યપ્રચયના આધારભૂત જે ઘટાદિ છે તે બધાનો પુદ્ગલદ્રવ્યમાં અન્તર્ભાવ થઈ જશે.... પણ જેના અનેક પ્રદેશ નથી તે પરમાણુ રૂપ જે અપ્રચયપદાર્થ તેનો અન્તર્ભાવ કયા દ્રવ્યમાં કરશો? આશય એ છે કે પુગલાસ્તિકાય તો એમના મતે તિર્યકુપ્રચયના આધારભૂત દ્રવ્ય છે. એટલે અપ્રચય એવા પરમાણુનો એમાં અન્તર્ભાવ માની શકાય નહીં. એટલે એના આધાર તરીકે એક નવું જ દ્રવ્ય માનવાની આપત્તિ આવશે.
પ્રશ્ન : એક સાતમું દ્રવ્ય માની લ્યો ને? શું વાંધો છે?
ઉત્તર : તો પણ છૂટકો નથી. કારણ કે જ્ઞાનીઓએ પોતાના જ્ઞાનમાં બધા દ્રવ્યોને ઇતરઅપ્રવેશી જોયા છે અને તેથી એવા કહ્યા છે. હવે સાતમું દ્રવ્ય આ રીતે માનશો તો આ ઇતર- અપ્રવેશી વાત ઊભી નહીં રહે. આશય એ છે કે પરમાણુ અપ્રચયપર્યાય હોવાથી એનો સમાવેશ સાતમા દ્રવ્યમાં કર્યો. પણ એ જ પરમાણુ અન્ય પરમાણુઓનો સહયોગ મળતા સ્કંધરૂપ બને છે. હવે એ તિર્યક્મચયનો આધાર બની જવાથી પુદ્ગલાસ્તિકાયમાં એનો સમાવેશ થઈ જશે. આમ અપ્રચયપર્યાયના આધારભૂત સાતમા દ્રવ્યનો પુદ્ગલાસ્તિકાયમાં પ્રવેશ થઈ જવાથી ઇતરઅપ્રવેશિત્વનો વિરોધ થવાનો દોષ આવશે. માટે, પ્રચય શબ્દ જોડવાની વાત બરાબર નથી.
શંકા :- પણ જો પ્રચય ન માનીએ તો ઘટાદિમાં એક-અનેકત્વ વ્યવહાર જે થાય છે એની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org