________________
૫૪
ઢાળ-૨ : ગાથા-૫
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ કોઈક દિગંબરાનુસારી ઇમ કહઈ છઇ, જે “ષ દ્રવ્યનઈ કાલપર્યાય રૂપ ઊર્ધ્વતાસામાન્ય પ્રચય છઇ. કાલ વિના પાંચ દ્રવ્યનઈ અવયવસંઘાતરૂપ તિર્યપ્રચય છઈ” તેહનાં મતઈ તિર્યકપ્રચયનો આધાર ઘટાદિક તિર્યકસામાન્ય થાઇ. તથા પરમાણુરૂપ અપ્રચયપર્યાયનું કપાલાકાર.. આમ બધાના આકાર તો અલગ-અલગ છે. છતાં આ બધાંમાં અનુવૃત્ત થતો - સંકળાઈને રહેતો - અનુગત એવો એક મૃન્મયત્વઆકાર છે. પહેલી સ્કૂલ દષ્ટિએ તો પિંડાદિ આકાર જ ભાસે છે.. પણ પછી થોડા વધારે પટુ ક્ષયોપશમનો ઉપયોગ કરીને જોવામાં આવે તો બધામાં અનુગત એવો મૃન્મયત્વ આકાર પણ ભાસે છે ને તેથી અનુગતાકાર બુદ્ધિ થાય છે. એટલે જ તો ઉપર જણાવ્યું કે તિર્યક્ષામાન્ય જાણવું સહેલું છે. ઊર્ધ્વતાસામાન્ય જાણવું કઠિન છે.
પ્રશ્ન : એમ તો ઘડાની પણ નવી-જૂની વગેરે અવસ્થાઓ હોય છે... એમ છતાં એ અવસ્થાઓને ગૌણ કરીને બધું ઘડા રૂપે જ જોવાય છે ને પછી એકાકાર પ્રતીતિ કહેવાય છે... એમ પિંડાદિ અવસ્થા ભલે જુદી જુદી છે. પણ એને ગૌણ કરીને બધું મૃત્મયત્વરૂપે જ જોવાય તો એ પણ એકાકાર પ્રતીતિ જ બની જાય ને?
ઉત્તર : સામાન્યથી લોક વ્યવહારનયને આગળ કરનારો હોય છે.. અને વ્યવહારનય વસ્તુનું બહુલતાએ રહેલું પ્રયોજન એના જે સ્વરૂપને આગળ કરીને રહેલું હોય, તે સ્વરૂપને આગળ કરીને વસ્તુને જુએ છે. માટીનું પણ કંઈક પ્રયોજન અવશ્ય છે જ. પણ એ જ પ્રયોજનને સારવા માટે કાંઈ પિંડ-સ્થાસ વગેરે બનાવાતા નથી. પોચાશ આવે. ધારેલો આકાર આપી શકાય... ચાકડા પર ગોઠવી ફેરવવામાં સરળતા રહે... આ બધા પ્રયોજનથી માટીને પિંડાકાર બનાવાય છે... આ બધું પ્રયોજન એ પદાર્થમાં મૃન્મયત્વેન નથી હોતું (નહીંતર તો મૃન્મયત્વ તો પહેલાં પણ હતું જ, પિંડો બનાવવાની જરૂર જ ન રહે.) પણ પિંડત્વેન હોય છે. માટે વ્યવહારનય એને પિંડ તરીકે જુએ છે, મૃન્મય તરીકે નહીં... એમ કોશાકાર આપવાના પ્રયોજનથી સ્થાસ બનાવવામાં આવે છે. આ પ્રયોજન એમાં સ્થાસત્વેન જ હોય છે. પિંડત્વેન કે મૃત્મયત્વેન નહીં. માટે પ્રથમદષ્ટિએ એની પ્રતીતિ “સ્થાસ' તરીકે જ થાય છે. આ જ રીતે કોશાદિ અંગે જાણવું. એટલે પ્રતીતિઓ તો પિvgોડવું... આસોડ્યું... વોશોડવું.. વગેરે જ થાય છે. જે એકાકાર નથી. છતાં થોડી સૂક્ષ્મ દૃષ્ટિએ જોવામાં આવે તો પિંડાદિ દરેકમાં મૃન્મયત્વ અનુગત સંકળાયેલું હોવું તો ભાસે જ છે. માટે એ અનુગતાકાર બુદ્ધિ કહેવાય છે.
પણ જુદા જુદા ઘડાઓ માટે આવું નથી. ઘડો ચાહે જુનો હોય યા નવો હોય.. રક્ત હોય આ શ્યામ હોય.... બધાનું મુખ્ય પ્રયોજન જવાહરણ છે ને એ ઘટત્વેન જ છે. માટે જ બધાની પ્રથમદષ્ટિએ પટોડ્યું. ઘટોડ્ય... એવી એકાકાર બુદ્ધિ જ થાય છે.
એટલે તિર્યસામાન્ય અંગે એકાકાર બુદ્ધિ અને ઊર્ધ્વતા સામાન્ય અંગે અનુગતાકાર બુદ્ધિ... આવો અલગ-અલગ શબ્દ પ્રયોગ સપ્રયોજન છે એ જાણવું.
કોઈક દિગંબરાનુસારી. દિગંબરોમાં ઊર્ધ્વતા સામાન્ય પ્રચય અને તિર્યપ્રચય એવા બે નામો પ્રચલિત છે. શ્રી કુંદકુંદાચાર્ય રચિત પ્રવચનસારની ૧૪૧-૧૪૨મી ગાથામાં અને એની શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org