________________
યનો રાસ
ઢાળ-૨ : ગાથા-૫
પ૩
સામાન્યનો સ્યો વિશેષ?” તેહનઈ કહિછે જે-“દેશભેદો જિહાં એકાકાર પ્રતીતિ ઉપજઇ, તિહાં તિર્યસામાન્ય કહિછે. જિહાં કાલભેદકઈ-અનુગતાકાર પ્રતીતિ ઉપજો, તિહાં ઊર્ધ્વતા સામાન્ય કહિછે.”
પ્રદેશોમાં (ક્ષેત્રમાં) રહેલ ઘડા વગેરે ભિન્નપ્રદેશી હોવા તો વ્યવહારસિદ્ધ પણ છે જ.
હિવઈ કોઈ ઇમ... કોઈ એમ શંકા કરે છે. શંકા- દરેક ઘડામાં જેમ ઘટત્વ એ તિર્યક્ષામાન્ય છે. એમ પિંડ-સ્થાસ વગેરેમાં મૃદ્ધવ્ય એ સામાન્ય છે. બન્ને અનુગતાકાર પ્રતીતિ કરાવે છે. અર્થાત્ બનેનું સ્વરૂપ “સમાનતા છે અને બન્નેનું કાર્ય અનુગતાકાર પ્રતીતિ છે. તો પછી આ બેમાં વિશેષ = ભેદ શું રહ્યો ? એનાં કરતાં એક જ સામાન્ય કહો ને !
ગ્રન્થકાર આ શંકાનો જવાબ આપે છે સમાધાન - તેહનઈ કહિછે જે - જેનાથી દેશભેદે એકાકાર પ્રતીતિ થાય તેને તિર્યસામાન્ય કહેવાય અને જેનાથી કાળભેદે અનુગતાકાર પ્રતીતિ થાય તેને ઊર્ધ્વતા સામાન્ય કહેવાય. અર્થાત્ એક જ કાળે ભોંય-વેદિકા-શીકું-વગેરે જુદા જુદા સ્થાનમાં રહેલા પદાર્થોમાં પણ જે દ્રવ્યશક્તિ આ ઘડો-આ ઘડો.. આવી એકાકારવાળી બુદ્ધિ કરાવે છે એ તિર્યસામાન્ય છે. પણ જ્યાં દેશભેદ નથી. કાળભેદ છે. કુંભારના ચાકડા પર જ ભિન્ન ભિન્ન કાળે પિંડ-સ્થાસ... વગેરે વિશેષ પદાર્થો રહ્યા છે. એટલે અહીં દેશભેદ નથી.... કાળભેદ છે. છતાં આ બધામાં પણ “આ પણ મૃન્મય' “આ પણ મૃન્મય’ આવી અનુગત આકારવાળી બુદ્ધિ જે કરાવે છે તે ઊર્ધ્વતા સામાન્ય છે. (ઘડાને ઘડા તરીકે જે બોધ કરી શકે છે - કરે છે. એ ભેગો ભેગો જ ઘટત્વને પણ જાણી જ લે છે. એ જાણવું એને બિલકુલ કઠિન રહેતું નથી. પણ આવું ઊર્ધ્વતાસામાન્ય માટે નથી. પિંડ-સ્થાસ. વગેરેને તત્કાળ બનતા જોનારને હજુ કદાચ તરત ખ્યાલ આવી શકે કે બધું માટીમાંથી બની રહ્યું છે. પણ જે વસ્તુ બનીને પડેલી છે એ જોઈને એની પૂર્વાવસ્થા કે ઉત્તરાવસ્થા કે એ શેમાંથી બની છે? આ બધું બધાને ખ્યાલ આવી જ જાય એવું હોતું નથી. વસ્તુ શું છે એ ખબર પડી જવા છતાં “આ શેમાંથી બન્યું હશે? કશો ખ્યાલ આવતો નથી..” આવી પ્રતીતિ આપણને પણ ઘણીવાર થતી જ હોય છે ને! માટે ઊર્ધ્વતાસામાન્ય જાણવું એટલું સરળ હોતું નથી.)
પ્રશ્ન : ગ્રન્થકારે તિર્યસામાન્ય માટે “એકાકારપ્રતીતિ’ કહી છે જ્યારે ઊર્ધ્વતા સામાન્ય માટે “અનુગતાકાર બુદ્ધિ” કહી છે. અલબત્ત બન્નેમાં સમાનતાની બુદ્ધિ હોય છે. જેમ કે જુદા જુદા ઘડાઓમાં બધામાં પરોવ્યું. પોષ્ય... વગેરે ને પિંડ-સ્થાસાદિમાં મૃયોડ્યું... મૃયોગ્ય એમ બુદ્ધિ થાય છે. એટલે કે ક્રમશઃ ઘટત્વ ને મૃન્મયત્વ સમાનતા રૂપે ભાસે છે... એટલે કે સમાનાકારક બુદ્ધિ કહેવાથી પતી જતું હતું. છતાં ગ્રન્થકારે એકાકાર અને અનુગતાકાર એમ અલગ અલગ શબ્દનો પ્રયોગ કર્યો છે. તો એ શા માટે?
ઉત્તર : તિર્યસામાન્યના આધારભૂત બધા પદાર્થો એક જ આકારરૂપે પરિણમ્યા છે ને એ જ આકાર ભાસે છે.. (જેમ કે બધા જ ઘટાકાર રૂપે પરિણમ્યા છે ને બધાનો ઘટાકાર જ ભાસી રહ્યો છે...) માટે ત્યાં એકાકાર પ્રતીતિ કહેવાય છે. પણ ઊર્ધ્વતાસામાન્ય માટે એવું નથી. એમાં તો એક પિંડાકાર રૂપે તો બીજો સ્વાસાકારરૂપે.. વળી ત્રીજો કોશાકાર તો ચોથો કુશૂલાકાર. વળી ઘટાકાર....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org