________________
પર
ઢાળ-૨ : ગાથા-૫
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ભિન્ન વિગતિમાં રૂપ એક જે, દ્રવ્યશક્તિ જગિ દાખઈ રે ! તે તિર્યસામાન્ય કહિજઇ, જિમ ઘટ ઘટ પણ રાખઈ રે // જિન ૨-૫ /
ટબો- ભિન્ન વિગતિમાં-ભિન્ન પ્રદેશી વિશેષમાં જે દ્રવ્યની શક્તિ એકરૂપ=એકાકાર દેખાડઈ છઇ, તેહનાં તિર્યક્ષામાન્ય કહિછે, જિમ ઘટ, ઘટપણું = ઘટત્વ રાખઈ છઈ.
- હિવઈ કોઈ ઈમ કહચઈ જે “ઘટાદિકભિન્ન વ્યક્તિમાં જિમ ઘટત્વાદિક એક સામાન્ય છઇ, તિમ પિંડ-કુશૂલાદિક ભિન્ન વ્યક્તિમાં મૃદાદિક એક સામાન્ય છે. તો તિર્યસામાન્ય-ઊર્ધ્વતા
પટ” એ ઘટ છે? નથી. માટે પટમાં ઘટવાવચ્છિન્ન પ્રતિયોગિતાક ભેદ છે.. પટ” એ પટ છે? છે... માટે પટમાં પટ–ાવચ્છિન્ન પ્રતિયોગિતાક ભેદ નથી... અભેદ છે. જીવ એ સત્ છે? છે... માટે જીવમાં સત્તાવચ્છિન્ન પ્રતિયોગિતાક ભેદ નથી. અભેદ છે.
પુદ્ગલ' એ સત્ છે? છે. માટે પુદ્ગલમાં સત્તાવચ્છિન્ન પ્રતિયોગિતાક ભેદ નથી... અભેદ છે.
આમ જીવ-પુદ્ગલ-ધર્માસ્તિકાય.. વગેરે દરેકમાં “સત્'નો ભેદ નથી. અભેદ છે. એટલે કે બધું જ “સ” થી અભિન્ન છે. ભિન્ન નથી. અર્થાત્ આપણે જેને જીવ-પુગલ વગેરે કહીએ છીએ એ બધું જ સંગ્રહનયની દૃષ્ટિએ સત્ છે. સત્ સિવાય-સથી જુદું આ દુનિયામાં કશું છે જ નહીં. માટે સદત છે. આ પરસામાન્ય છે. વળી આ મતે જીવ-પુગલ વગેરે સત્થી ભિન્ન (જુદી) કોઈ ચીજ જ નથી. જેને અપરસામાન્ય કહી શકાય. માટે અપરસામાન્ય જેવું કાંઈ છે નહીં. (પરસામાન્ય આ પણ આપણા વ્યવહારની અપેક્ષાએ નામ છે. બાકી તો “અપર’ જેવું કશું છે જ નહીં, તેથી “પર” પણ નથી. અને વિશેષ જેવું કાંઈ છે જ નહીં. માટે “સામાન્ય’ પણ નથી. જે કાંઈ છે એ “સત્' છે, સત્' સિવાય કશું જ નથી.) આ સર્વશુદ્ધ સંગ્રહનય છે. || ૧૩ ||
ગાથાર્થ : ભિન્ન ભિન્ન વ્યક્તિમાં એક સ્વરૂપ જે દ્રવ્યશક્તિ જગમાં દેખાય છે તેને તિર્યસામાન્ય કહેવું. જેમ કે ઘડો ઘટપણું રાખે છે (આ ઘટપણું એ તિર્યક-સામાન્ય છે.) ૨-પા
વિવેચન : ભિન્ન વિગતિમાં = ભિન્ન પ્રદેશી વિશેષમાં... ભિન્ન પ્રદેશી વ્યક્તિઓમાં=વિશેષ પદાર્થમાં દ્રવ્યની જે શક્તિ એકરૂપતા = એકાકારપણું દેખાડે છે તે શક્તિને તિર્યસામાન્ય કહેવું.... જેમ કે ભોંય પર, વેદિકા પર, શિકા પર જે ઘડા પડેલા છે તે દરેકમાં ઘટત્વ છે... ને એ બધાની ‘આ ઘડો' ‘આ ઘડો’ એમ એકાકાર પ્રતીતિ કરાવે છે. એટલે આ ઘટત્વ એ ઘટદ્રવ્યની તિર્યસામાન્ય શક્તિ છે. (તિર્યક્ સામાન્ય છે).
આમાં ભિન્ન પ્રદેશી જે કહેલ છે તેનો અર્થ જેના પોતાના અવયવભૂત પ્રદેશો ભિન્ન ભિન્ન છે એવી ‘ભિન્ન પ્રદેશી વ્યક્તિઓ’ આમ પણ કરી શકાય, જેથી એની એ અવગાહનામાં રહેલાં જુદા જુદા સ્કંધોમાં પણ અંધત્વ વગેરે તિર્યક્ષામાન્ય અસંગત ન બને. બાકી ભિન્ન ભિન્ન આક્રશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org