________________
૫૧
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૨ : ગાથા-૪ એ મૃદાદિ દ્રવ્ય ઘણા પર્યાય નઈ. ઇમ નર-નારકાદિક દ્રવ્ય-જીવદ્રવ્યનો પણિ વિશેષ જાણવો.” એ સર્વ નૈગમનયનું મત. શુદ્ધસંગ્રહનયનઈ મતઈ તો સદતવાદઇ એક જ દ્રવ્ય આવઈ, તે જાણવું. તે ર-૪ યુવાન-વૃદ્ધ... આ દરેક અવસ્થાઓમાં મયં મનુષ્ય: મયં મનુષ્યઃ એવી અનુગતાકારવાળી બુદ્ધિ તો થાય જ છે. માટે એ દરેકમાં મનુષ્ય દ્રવ્ય છે. મનુષ્યત્વ નામે ઊર્ધ્વતાસામાન્ય છે. પણ ભવ પૂર્ણ થયા બાદ ધારો કે એ નારક બન્યો તો ત્યાં ય મનુષ્ય:.. એવી બુદ્ધિ થતી નથી. પણ મયં નીવડે.. એવી બુદ્ધિ તો થાય જ છે કે જે બુદ્ધિ બાળ-યુવા વગેરે અવસ્થાઓમાં પણ થતી હતી. એટલે જણાય છે કે બાળાદિ અવસ્થાઓની અપેક્ષાએ મનુષ્ય એ દ્રવ્ય છે. પણ જીવદ્રવ્યની અપેક્ષાએ મનુષ્ય એ ‘વિશેષ રૂપ હોવાથી જીવદ્રવ્યનો પર્યાય છે.
શંકા - એક બાજુ તમે કહો છો કે માત્ર બાળ-તાદિ અલ્પઅવસ્થાઓને જ વ્યાપતું હોવાથી મનુષ્યત્વ એ અપર ઊર્ધ્વતા સામાન્ય છે ને જીવત્વ એ એની અપેક્ષાએ નારકાદિ અધિક પર્યાયોને વ્યાપતું હોવાથી પર ઊર્ધ્વતા સામાન્ય છે. બીજી બાજુ તમે મનુષ્ય એ પર્યાય છે ને જીવ એ દ્રવ્ય છે એમ કહો છો. તો આમાં પૂર્વાપર વિરોધ કેમ ન થાય? જીવની અપેક્ષાએ જ એને પર્યાયરૂપ પણ કહેવો છે ને વળી (અપર) ઊર્ધ્વતાસામાન્યરૂપ (એટલે કે દ્રવ્યરૂપ) પણ કહેવો છે. માટે આ પૂર્વાપર વિરોધ કેમ નહીં?
સમાધાન : મયં મનુષ્ય:. મયં નાર:.. આવી બધી વ્યાવૃત્તાકારબુદ્ધિનો જ્યારે વિષય બને ત્યારે મનુષ્ય એ પર્યાય છે. બાળ-તરુણાદિ અવસ્થાઓને નજરમાં રાખીને મયં મનુષ્ય, મયં મનુષ્ય .... આવી બધી અનુગતાકાર બુદ્ધિનો જ્યારે વિષય બને ત્યારે એ દ્રવ્ય' છે, ઊર્ધ્વતાસામાન્ય છે.... ને વળી એ જ વખતે નર્ય નીવ: ૩યં નીવ:.. આવી અનુગતાકારબુદ્ધિનું પણ અનુસંધાન થાય તો મનુષ્ય એ અપરઉર્ધ્વતાસામાન્ય છે એમ જાણવું. યૌવનની વિવિધ અવસ્થાઓમાં યૌવનને ઊર્ધ્વતા સામાન્ય તરીકે લઈએ તો એ વખતે મનુષ્ય પરઊર્ધ્વતા સામાન્ય પણ બની શકે છે. આમ, મનુષ્ય એ પર્યાય પણ છે. પરઊર્ધ્વતાસામાન્ય પણ છે, ને અપરઊર્ધ્વતાસામાન્ય પણ છે. નૈગમનયને આ બધું જ માન્ય છે. કારણ કે એ અનેકદૃષ્ટિકોણથી જોનાર છે.
શુદ્ધ સંગ્રહ..પણ શુદ્ધ સંગ્રહનયની દૃષ્ટિએ વિચારવાનું હોય તો એ નય બધાનો એક જ રૂપે સંગ્રહ કરતો હોવાથી (સત્તા મહાસામાન્યનો જ સ્વીકાર કરતો હોવાથી) માત્ર પરસામાન્યને જ માને છે. અપર- સામાન્યને કે પર-અપર બંને સ્વરૂપ બનતા સામાન્યને માનતો નથી. માટે એ સદ્ અદ્વૈતવાદી બનેલો છે. અર્થાત્ આ દુનિયામાં જે કાંઈ છે એ “સત્' (સત્તામહાસામાન્ય) છે. “સત્ સિવાય આ દુનિયામાં બીજું કશું જ નહીં. એક જ પદાર્થ માનવો... બીજું કશું માનવું નહીં.. આને અદ્વૈતવાદ કહેવાય છે. માત્ર બ્રહ્મ માનવું. બીજું કશું ન માનવું એ બ્રહ્મતવાદ કહેવાય છે. માત્ર શબ્દ જ માને - એ સિવાય કશું નહીં એ શબ્દાદ્વૈતવાદ કહેવાય છે. એમ શુદ્ધ સંગ્રહનય માત્ર “સતું' માને છે. બીજું કશું નહીં. એટલે એ સત્ અદ્વૈત (સદત) વાદ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org