________________
ઢાળ-૨ : ગાથા-૪
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ તે મા િઘટાદિદ્રવ્ય, અનઇ-તેહનાં સામાન્ય મૃદાદિ દ્રવ્ય, અનુભવનઇ અનુસારઇ પરાપર ઊર્ધ્વતાસામાન્ય અવશ્ય માનવા, ઘટાદિ દ્રવ્ય થોડા પર્યાયનઇ વ્યાપઇ છઇ, અનઇ
૫૦
‘સરસ્તેયં’ આવી ભિન્ન ભિન્ન આકારવાળી બુદ્ધિ એની એ જ આંગળી અંગે વક્રતા અને સરળતાની અવસ્થામાં થાય છે.. આ બે અવસ્થામાં આંગળી કાંઈ બદલાઈ જતી નથી એ સર્વાનુભવસિદ્ધ છે. એટલે આવી વ્યાવૃત્તાકાર બુદ્ધિ કે જે પદાર્થનો ભેદ સૂચવતી હોય છે તે પ્રમાણભૂત હોતી નથી. ‘અર્જુઝિરિયમ્...' ‘ઞ નિરિયમ્...’ એવી અનુગતાકારવાળી બુદ્ધિ જ પ્રમાણભૂત હોય છે. માટે અમે તો માત્ર એને જ સ્વીકારીએ છીએ અને એનો વિષય તો સામાન્ય (= દ્રવ્ય) જ છે જે વૈકાલિક છે. પિંડ-સ્થાસ વગેરે અંગે પણ અમે વં મૃત્તિા... યં મૃત્તિા.. એવી અનુગતાકાર બુદ્ધિને જ માનીએ છીએ, અયં પિણ્ડ:... યં સ્થાસ... વગેરે વ્યાવૃત્તાકાર બુદ્ધિને નહીં..
ગ્રન્થકાર આવા માત્ર અનુગતાકારબુદ્ધિને જ સ્વીકારનારા વાદીને નજરમાં રાખીને કહે છે અથવા સર્વદ્રવ્યમાં એક જ દ્રવ્ય માનવાનું રહેશે.. આશય એ છે કે વ્યાવૃત્તાકાર બુદ્ધિ માનવાની નથી ને માત્ર અનુગતાકાર બુદ્ધિ જ માનવાની છે તો રૂવું પુત્ત્ત.... મયં નીવ: આવી પણ બુદ્ધિ માનવાની જ નથી.. ને તેને અનુસરીને જીવ-પુદ્ગલ ભિન્ન ભિન્ન પણ માનવાના જ નથી.. માત્ર વ્યં... તૂં વ્યં.... એમ અનુગતાકાર બુદ્ધિને જ માનીને બધાને દ્રવ્યત્યેન એક દ્રવ્યરૂપે જ માનવાના રહેશે. એટલે કે આખા વિશ્વમાં એક જ દ્રવ્ય માનવાનું રહ્યું.
તે માર્ટિ... આમ સર્વથા દ્વૈતવાદ કે સર્વથા અદ્વૈતવાદ ન આવી પડે એ માટે પદાર્થનો નિર્ણય અનુભવના આધારે જ કરવો જોઈએ. અને અનુભવ તો પિંડ-સ્થાસ-વગેરે પૂર્વાપરભાવી અવસ્થાઓમાં પણ વં મૃત્તિા... એવી અનુગતાકાર બુદ્ધિ રૂપ પણ છે જ, માટે એ બધામાં ઊર્ધ્વતાસામાન્ય અવશ્ય માનવું. પણ બૌદ્ધની જેમ માત્ર ક્ષણિક પર્યાયો ન માનવા.
શંકા :- ઘડાની પૂર્વાપર અવસ્થાઓ - કાચો ઘડો, પાકો ઘડો... વગેરે છે. આ દરેકમાં ગયં ઘટ: અયં ષટ: એવી અનુગતાકાર બુદ્ધિ પણ થાય છે ને ‘ડ્સ મૃત્તિા’ ‘યં મૃત્તિા’ એવી અનુગતાકાર બુદ્ધિ પણ થાય છે. તો શું આ બંનેના વિષય તરીકે એક જ ઊર્ધ્વતાસામાન્ય માનવું?
સમાધાન ઃ ના, આમાં પ્રથમબુદ્ધિનો વિષય છે ઘટદ્રવ્યસામાન્ય.. અને બીજીનો વિષય છે મૃદ્રવ્યસામાન્ય... આ બંને અલગ અલગ ઊર્ધ્વતાસામાન્ય છે. આમાંથી પ્રથમ ઊર્ધ્વતાસામાન્ય ઘડાની જુદી જુદી અવસ્થાઓમાં રહ્યું છે, પણ ઘડાની આગળ પાછળની પિંડાદિ કે કપાલાદિ અવસ્થાઓમાં નથી રહ્યું. અર્થાત્ એ થોડા પર્યાયોને - થોડી અવસ્થાઓને જ વ્યાપે છે. માટે એ અ૫૨ઊર્ધ્વતાસામાન્ય છે. જ્યારે બીજું ઊર્ધ્વતાસામાન્ય તો ઘડાની દરેક અવસ્થાઓ ઉપરાંત આગળ પાછળની પિંડાદિ અવસ્થાઓને પણ વ્યાપીને રહ્યું છે. માટે એ પરઊર્ધ્વતાસામાન્ય છે. અલ્પપર્યાયોને વ્યાપે એ અપરઊર્ધ્વતાસામાન્ય અને અધિક પર્યાયોને વ્યાપે એ પરઊર્ધ્વતાસામાન્ય... આમ સર્વત્ર અનુભવને અનુસરીને ૫૨-અપરઊર્ધ્વતાસામાન્ય માનવા જોઈએ.
પુદ્ગલદ્રવ્ય અંગે આ જેવી વિચારણા કરી એવી જ જીવદ્રવ્ય અંગે પણ થઈ શકે છે. બાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org