________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૨ : ગાથા-૪
૪૯
મૃદ્રવ્ય ન કહિઇ, તો ઘટાદિ પર્યાયમાંહિ અનુગત ઘટાદિ દ્રવ્ય પણિ ન કહવાઇ.” તિ વારઇ- સર્વ વિશેષ રૂપ થાતાં ક્ષણિકવાદી બૌદ્ધનું મત આવઇ. અથવા સર્વ દ્રવ્યમાંહિ એક જ દ્રવ્ય આવઇ.
એમ બુદ્ધિ થાય છે, એમ પ્રસ્તુતમાં જાણવું જોઈએ.
ઉત્તર : જો આમ કહેશો તો ક્ષણિકવાદી બૌદ્ધના મતમાં તમારે બેસી જવું પડશે. કારણ કે... એ જ પ્રતિક્ષણ જુદા જુદા વિશેષને સર્વથા સ્વતંત્ર માને છે, એમાં અનુસ્યૂત કશું માનતો નથી. પણ એ ક્ષણિકવાદી મત પણ કાંઈ નિર્દોષ તો નથી જ. કારણ કે પ્રત્યભિજ્ઞા જ સર્વથા ક્ષણિકવાદનો વિરોધ કરે છે.. ‘આ એ જ જળપ્રવાહ છે' આમાં વસ્તુ એક નથી. એ બરાબર.. પણ સદેશ તો છે જ. અર્થાત્ સાદૃશ્ય દેખીને સાદૃશ્ય વિષયક પ્રત્યભિજ્ઞા થાય છે. પ્રસ્તુતમાં પિંડ-સ્થાસ.. વગેરે કે શ્યામઘટ-રક્તઘટ વગેરેમાં સાદૃશ્ય તો છે નહીં.. ને છતાં ‘આ એ જ' આવી બુદ્ધિ તો થાય જ છે. માટે એને એકત્વવિષયક જ માનવાની હોવાથી ત્યાં કશુંક અનુસ્મૃત માનવું જ પડે જે ઊર્ધ્વતાસામાન્ય શક્તિ છે.
અથવા સર્વદ્રવ્યમાહિં. પિંડ-સ્થાસ વગેરે ભિન્ન આકારવાળી વસ્તુઓમાં કોઈ જ ઊર્ધ્વતા સામાન્ય માનીએ નહીં, અને છતાં બૌદ્ધમત ન આવી જાય એ માટે એ બધામાં એકત્વ માની લઈએ તો શું વાંધો છે? આવી શંકા નિવારવા ગ્રન્થકારે અથવા સર્વ... આ પંક્તિ કહી છે. કશા જ અનુસ્મૃત પદાર્થ વિના પણ જો ભિન્નાકાર વસ્તુઓ એક માની શકાતી હોય તો તો ઘટ-પટ-મઠ વગેરે બધાં દ્રવ્યો એક માની શકાતા હોવાથી બધાં દ્રવ્યો એક જ દ્રવ્ય બની જવાની આપત્તિ આવે. અથવા આ જ પંક્તિને સ્પષ્ટ કરવા બીજી રીતે વિચારીએ....
અથવા સર્વદ્રવ્યમાંહિ
અથવા બધું દ્રવ્ય એકદ્રવ્ય રૂપ જ બની જવાની આપત્તિ આવે. આશય એ છે કે દરેક પદાર્થ સામાન્ય-વિશેષ ઉભયાત્મક છે. ‘આ ઘડો....’ ‘આ ઘડો...’ આવા સમાન આકારવાળી અનુગતાકાર બુદ્ધિ આમાંથી સામાન્યને વિષય બનાવે છે અને ‘આ ઘટ’, ‘આ પટ’, આવા અસમાન આકારવાળી વ્યાવૃત્તાકાર બુદ્ધિ વિશેષને વિષય બનાવે છે. આ બંને પ્રકારની બુદ્ધિઓ પ્રામાણિક છે અને સર્વજન અનુભવસિદ્ધ છે. આ બંનેને અનુસરીને જ પદાર્થને સામાન્યવિશેષોભયાત્મક માનવામાં આવે છે.
=
-
પિંડ-સ્થાસ-કોશ-કુફૂલ-ઘટ-કપાલ.... આ હારમાળાના પૂર્વોત્તરકાલીન પદાર્થોમાં અયં પિંડ:, અયં સ્થાસ:... આવી બધી વ્યાવૃત્તાકાર બુદ્ધિને બૌદ્ધ સ્વીકારે છે ને તદનુસાર વિશેષને સ્વીકારે છે.. ને તેથી પ્રતિક્ષણ પદાર્થોમાં વિશેષ ભેદ માને છે.. ને તેથી ક્ષણિકતા માને છે. પણ આ જ હારમાળામાં પિંડ વગેરે અંગે વં મૃત્તિા... યં મૃત્તિા.. યં મૃત્તિા.. આવી અનુગતાકાર વાળી જે બુદ્ધિ થાય છે એ માનવા એ તૈયાર નથી.. અને તેથી સામાન્યને નકારે છે. તેથી દરેક પદાર્થોમાં માત્ર વિશેષરૂપતાને (પરસ્પર સર્વથા ભિન્નપણાને) એ માને છે. અર્થાત્ માત્ર ક્ષણિક પર્યાયોને સ્વીકારે છે. તો આની સામે બીજો નિત્યવાદી-સામાન્યવાદી (અદ્વૈતવાદી) એમ કહે છે કે તમે અનુગતાકારબુદ્ધિને નકારો છો તો અમે વ્યાવૃત્તાકારબુદ્ધિને નકારીએ છીએ. આશય એ છે કે ‘વયં
Jain Education International
=
For Private & Personal Use Only
www.jainelibrary.org