________________
ઢાળ-૨ : ગાથા-૪
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ કુશૂલ-ક. કોઠી, તે પ્રમુખ અનેક મૃત્તિકાના આકાર ફિરઈ છઇ, પણિ તેહમાંહિં માટી ફિરતી નથી. તે પિંડ કુશૂલાદિક આકારનું ઊર્ધ્વતાસામાન્ય કહિઇ. “જો પિંડ-કુશૂલાદિક પર્યાયમાંહિ અનુગત એક
૪૮
સોનાની વીંટી હતી ત્યારે આંગળીને શોભાવવાનું કામ કરતી હતી.. પણ બંગડી બનાવી તો હાથને શોભાવશે...... વળી હાર બનાવ્યો.. તો ગળું શોભાવશે... તેથી વીંટી-બંગડી વગેરે અલગ-અલગ જ છે. પણ સોનું બધામાં સોનારૂપે એકસ્વરૂપ છે... સાપ જ્યારે ફણા ફેલાવીને બેઠો હોય ત્યારે એની પાસેથી જતાં ડર લાગે. પણ ગોળ કુંડાળું વાળીને માથુ નીચે રાખીને પડ્યો હોય ત્યારે સૂતો હશે એવી કલ્પના આવવાથી ડર ઓછો લાગે.. આમ આકારભેદ સાથે ક્યાંક કાર્યભેદ... ક્યાંક લક્ષણભેદ વગેરે અનેક પ્રકારે ભેદ પડે છે. પણ માટી, સોનું કે સર્પ વગેરે પોતાના સ્વરૂપને બદલતા નથી. આ જ ઊર્ધ્વતાસામાન્યશક્તિ છે.
પ્રશ્ન : દ્રવ્યમાં રહેલી ઊર્ધ્વતાસામાન્ય નામની આ શક્તિ દ્રવ્યથી ભિન્ન છે કે અભિન્ન?
ઉત્તર : કથંચિત્ અભિન્ન છે. વસ્તુતઃ ઊંડાણથી વિચારતાં એવું લાગે છે કે જુદા જુદા આકારો-અવસ્થાઓ ધારવા.. અને છતાં પોતાનું અમુક સ્વરૂપ અક્ષતપણે જાળવી રાખવું આવી પદાર્થમાં જે શક્તિ છે એ જ ઊર્ધ્વતાસામાન્યશક્તિ છે, એ જ ‘દ્રવ્ય’ છે. આનાં સૂચક ઉલ્લેખ ગ્રન્થકારે પણ અનેકશઃ કર્યા છે. એમ પાંચમી ગાથાના ટબામાં ‘દ્રવ્યની શક્તિ' આવો જે ઉલ્લેખ છે તે તથા, દ્રવ્ય એક છે-શક્તિ બે પ્રકારની છે- આ વાસ્તવિકતા... આ બન્ને દ્રવ્ય અને શક્તિના કથંચિદ્ ભેદને પણ જણાવે છે.
પ્રશ્ન : જ્યારે પિંડ સ્થાસ વગેરેનો આકાર સ્પષ્ટરૂપે અલગ ભાસે છે.. કાર્ય પણ અલગઅલગ છે... તો એ બધામાં અનુગત એવું ઊર્ધ્વતાસામાન્ય માનવાની જરૂર શી છે? જેમ ઘટ-પટના આકારભેદ-કાર્યભેદ વગેરે છે તો એમાં ઊર્ધ્વતાસામાન્ય ક્યાં માનો છો? એમ આમાં પણ માનવાની શી જરૂર છે?
ઉત્તર ઃ ઘટ-પટમાં કાંઈ ‘આ એ જ માટી' ‘આ એ જ દ્રવ્ય’ આવી બુદ્ધિ થતી નથી. પિંડ વગેરેમાં એ થાય છે.. માટે પિંડ વગેરેમાં કંઈક અનુગત વસ્તુ માનવી પડે છે, જે ઊર્ધ્વતાસામાન્ય શક્તિ છે. નહીંતર તો એક ઘડાની પણ ભિન્ન ભિન્ન (કાચો ઘડો, પાકો ઘડો.... કાળો ઘડો, લાલ ઘડો.. નવો ઘડો, જુનો ઘડો..) અવસ્થાઓ ભાસે છે એ દરેકને સર્વથા સ્વતંત્ર માનવી પડશે.. એક જ ઘડાની જુદી જુદી અવસ્થાઓ છે એવું માની નહીં શકાય... પણ, ‘આ એ જ ઘડો છે' આવી પ્રત્યભિજ્ઞા એ દરેક અવસ્થામાં થતી હોવાથી ત્યાં જેમ એક ઘડો અનુગત મનાય છે તેમ પ્રસ્તુતમાં પણ એક જ માટી દ્રવ્યની આ પિંડ વગેરે જુદી જુદી અવસ્થાઓ છે, એમ માનવું જ જોઈએ, કારણ કે ‘આ એ જ માટી છે' એવી પ્રત્યભિજ્ઞા એ દરેક અવસ્થામાં થાય જ છે.
પ્રશ્ન : જેમ નદીમાં પ્રતિક્ષણ પ્રવાહ બદલાય છે. ક્ષણ પૂર્વેના પાણીમાં, વર્તમાન પાણીમાં અને ક્ષણ પછીના પાણીમાં વચ્ચે અનુસ્યુત એક દ્રવ્ય કોઈ જ હોવા ન છતાં ‘આ એ જ પ્રવાહ છે’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org