________________
ઢાળ-૨ : ગાથા-૪
૪૭
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઉરધતા સામાન્ય શક્તિ તે, પૂરવ અપર ગુણ કરતી રે ! પિંડ કુશલાદિક આકારિ, જિમ માટી અણફિરતી રે | જિન / ર-૪ |
ટબો - સામાન્ય તે દ્રવ્ય કહિઉં. તે સામાન્ય ર પ્રકારઈ છઈ, તે દેખાડઈ છઈ
ઊર્ધ્વતા સામાન્યરૂપ દ્રવ્યશક્તિ તે કહીઈ, જે પૂર્વ કહિછે - પહિલા, અપર ક. - (કહેતા) આગિલાં, ગુણ ક. વિશેષ, તેહનઈ કરતી, તે સર્વમાંહિ એકરૂપ રહો. જિમ-પિંડ-ક. માટીનો પિંડ, આમાં સામાન્ય ઉપયોગથી ભાસતું સામાન્ય એ દ્રવ્ય છે અને વિશેષ ઉપયોગથી ભાસતો વિશેષ એ ગુણ-પર્યાય છે.
એક સામાન્ય દૃષ્ટિ નાખીએ તો માત્ર “માળા' જણાય છે. ને સૂક્ષ્મતાથી જોઈએ તો કોઈ નાનો મણકો.. કોઈ મોટો મણકો... કોઈ વધારે પાણીદાર મોતી... કોઈ ઓછું પાણીદાર મોતી... આવી બધી ઘણી વિશેષતાઓ જોવા મળે છે. માટે માળા એ સામાન્ય છે. એ દ્રવ્ય છે. મોતી-મણકા તથા ઉજ્વલતા વગેરે વિશેષ છે... ગુણ-પર્યાય છે. | ૧૨ ||
ગાથાર્થ : પિંડ વગેરે પૂર્વ અને સ્વાસ વગેરે અપર પર્યાયોને કરતી જે સામાન્ય શક્તિ છે તે ઊર્ધ્વતા સામાન્ય છે. જેમ કે પિંડ-કુશૂલ વગેરે આકારોને કરતી.. ને છતાં એ આકારોમાં માટી અણફિરતી = નહીં બદલાતી છે. તે ઊર્ધ્વતા સામાન્ય છે. (૨.૪)
વિવેચન : આગળની ગાથામાં જે સામાન્ય તે દ્રવ્ય એમ કહેલું હતું. આ સામાન્ય ઊર્ધ્વતાસામાન્ય અને તિર્યસામાન્ય એમ બે પ્રકારે છે. એક સરખી બુદ્ધિ કરાવવાની શક્તિ એ સામાન્ય છે. એ બે રીતે સમાનબુદ્ધિ કરાવે છે. માટે શક્તિ બે પ્રકારની છે. એટલે કે દ્રવ્યશક્તિ ઊર્ધ્વતા સામાન્ય શક્તિ અને તિર્યસામાન્યશક્તિ એમ બે પ્રકારે છે.
આમાંથી ઊર્ધ્વતા સામાન્યરૂપ દ્રવ્યશક્તિ તે છે કે પૂર્વાપર ગુણ = વિશેષોને કરે છે અને છતાં એ સર્વવિશેષોમાં એકરૂપ રહે છે. જેમ કે માટીમાંથી ઘડો બનાવતી વખતે મૃત્યિંડ-સ્થાસ-કોશ-કુશૂલઘટ... આવી વિશેષ અવસ્થાઓ થાય છે. (માટીને પાણી નાખી મસળીને પિંડો બનાવી ચાકડા પર મૂકવામાં આવે. દંડ દ્વારા ચાકડો ઘુમાવવામાં આવે. કુંભાર પિંડાને ટીપીને પહેલાં રકાબી જેવો આકાર આપે. એ સ્થાસ કહેવાય છે. પછી બોર્ડર પરથી દિવાલ ઊભી કરતો જાય છે તે કોશ, પછી વધારે ઊંચી દિવાલો બનીને કોઠી જેવું થાય એ કુશૂલ.. અને છેવટે નીચે બેઠક. પહોળું પેટ.... ઉપર કાંઠો-મુખ. આવો આકાર સંપન્ન થાય એટલે ઘડો બન્યો કહેવાય.) આમ આ પિંડ-સ્થાઓ વગેરે વિશેષો પૂર્વોત્તરકાળમાં બને છે. પણ આ બધા જ આકાર દરમ્યાન “માટી'ની બુદ્ધિ તો થાય જ છે. એ પ્રામાણિક બુદ્ધિ ક્યારેય અશક્ય બનતી નથી. માટે જણાય છે કે માટી તો દરેકમાં પૂર્વવત્ એકરૂપે જ રહે છે... અવિચલિત રહે છે.
આમાં ખાલી આકાર જ બદલાય છે. એવું નથી. કાર્યભેદ વગેરે પણ થાય છે. જેમ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org