________________
૪૬
ઢાળ-૨ : ગાથા-૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ પર્યાયનઈ કામિં, ઉજ્વલતાદિક ગુણનઈ હામિ, માલા દ્રવ્યનઈ કામિ, ઈમ દૃષ્ટાન્ત જોડવો. ઘટાદિ દ્રવ્ય પ્રત્યક્ષ પ્રમાણઈ સામાન્યવિશેષરૂપ અનુભવિઈ છઈ. તે સામાન્ય ઉપયોગઈ મૃત્તિકાદિ સામાન્ય જ ભાસઈ છ0. વિશેષ ઉપયોગઇ ઘટાદિ વિશેષ જ ભાસઈ છ6. તિહાં સામાન્ય તે દ્રવ્યરૂપ જાણવું. વિશેષ, તે ગુણ-પર્યાય રૂ૫ જાણવાં. ર-૩ll
ભેદ યુકિત દેખાડઈ છઈ આવો વાક્યપ્રયોગ અસંગત થાય છે. દ્રવ્ય-ગુણ-પર્યાયનો ભેદ. એમ અન્વય કર્યા પછી એ ભેદ શબ્દનો યુક્તિ શબ્દ સાથે ષષ્ઠી તપુરુષ સમાસ કરવો ઉચિત નથી અને “દ્રવ્ય-ગુણ-પર્યાયનો ભેદની યુક્તિ....' આવું જે ફલિત થાય છે એ પણ અસંગત છે. દ્રવ્યગુણ-પર્યાયના ભેદની યુક્તિ. આવું સંગત ઠરે.. આવી અસંગતિઓ ટાળવા મેં યુક્તિ'ના સ્થાને અનુસ્વારવાળો “યુક્તિ' શબ્દ લીધો છે. જે તૃતીયાત્ત હોવાથી દ્રવ્ય-ગુણ-પર્યાયનો ભેદ યુક્તિથી દેખાડે છે. આવો અર્થ મળે છે.) (છેલ્લા પૂર સંશોધન દરમ્યાન “યુક્તિ” આવો સાનુસ્વાર પાઠ પણ મળ્યો છે).
માળા અને મણકા.... આ બન્ને અલગ છે જ. નહીંતર તો છૂટાછવાયા મણકાને પણ માળા કહેવી પડે. ને મણકો એ જો માળા જ હોય તો મણકા ૧૦૮ હોવાથી માળા પણ ૧૦૮ કહેવી પડે. પણ માળા તો એક જ કહેવાય છે. માટે મણકો કરતાં માળા જુદી છે
એમ ઉજ્જવલતા, સુંવાળો સ્પર્શ, ચમક, વગેરે ગુણો ઘણા છે. જ્યારે માળા તો એક જ છે. માટે ઉજ્જવલતા વગેરે ગુણો કરતાં પણ માળા અલગ છે. તેમ છતાં, માળા જમણા હાથમાં હોય ત્યારે મણકા – ઉત્તલતા વગેરે ડાબા હાથમાં હોય એવું સંભવતું નથી. અર્થાત્ જ્યાં માળા છે ત્યાં જ મણકા - ઉજ્વલતા વગેરે છે. માટે એ ત્રણ વળગેલા છે = કથંચિત્ અભિન્ન છે.
આવું જ દ્રવ્ય-ગુણ-પર્યાય માટે છે. માટી એ દ્રવ્ય છે. શ્યામવર્ણ એ ગુણ છે. સ્વાસકોશ.... વગેરે અવસ્થા એ પર્યાય છે. આમાં શ્યામવર્ણ વગેરે ગુણ આધેય છે. માટી આધાર છે. માટે બંને ભિન્ન છે. સ્વાસ-કોશ વગેરે પર્યાયો નાશ પામે છે. માટી નાશ પામતી નથી. માટે ભિન્ન છે. આ રીતે બધા જ પદાર્થોની દ્રવ્યશક્તિ તેના ગુણ-પર્યાય વ્યક્તિથી ભિન્ન હોય છે. વળી તેમ છતાં માટી અને શ્યામાદિ વર્ણ કે સ્થાસાદિ પર્યાય એ અલગ-અલગ ભાસતા નથી... એક જ આકાશપ્રદેશોમાં રહેલા ભાસે છે. માટે દ્રવ્યશક્તિ ગુણ-પર્યાય વ્યક્તિને વળગેલી પણ છે જ (અભિન્ન પણ છે જ).
ઉપરના ઉદાહરણમાં મોતી=પર્યાય... ઉજ્વલતાદિ = ગુણ અને માળા = દ્રવ્ય આમ ઘટના કરવી. માળા ફેરવતી વખતે મણકા ક્રમશઃ બદલાતા જાય છે. પણ માળા બદલાતી નથી. એમ પર્યાયો ફરતા રહે છે. દ્રવ્ય ફરતું નથી.
ઘટાદિ દ્રવ્ય પ્રત્યક્ષ ઃ ઘટાદિ દ્રવ્ય પ્રત્યક્ષ પ્રમાણથી સામાન્ય-વિશેષ ઉભય રૂપે જણાય છે - અનુભવાય છે. એક સામાન્ય ઉપયોગથી જ જોઈએ તો માટી વગેરે સામાન્ય જ ભાસે છે. ને એના આકારાદિ તરફ ધ્યાન નાખવા રૂપ વિશેષ ઉપયોગથી જોવામાં આવે તો ઘટાદિ વિશેષ જ ભાસે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org