________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૨ : ગાથા-૩
જિમ મોતી ઉજ્વલતાદિકથી, મોતીમાલા અલગી રે । ગુણ-પર્યાયવ્યક્તિથી જાણો, દ્રવ્યશક્તિ તિમ વલગી રે || જિન૰ ॥ ૨-૩ | ટબો-તિહાં પ્રથમ એ ઢાલમાંહિ દ્રવ્ય-ગુણ પર્યાયનો ભેદ યુક્તિ દેખાડઇ છઇ. જિમમોતીની માલા, મોતી-થકી તથા મોતીના ઉજ્જલતાદિક ધર્મથી અળગી છઇ, તિમ દ્રવ્યશક્તિ ગુણ-પર્યાયવ્યક્તિથી અળગી છઇ. તથા એક પ્રદેશ સંબંધઇ વલગી છઇ, ઇમ જાણો. મોતી
સમભૂતલાગત આકાશપ્રદેશોમાં રહ્યો છે અને એના ગુણ પર્યાય એની નીચેની પ્રતરમાં રહેલા છે આવું ક્યારેય બની શકતું નથી.
ત્રિવિધ છઇ : આમ દરેક પદાર્થ દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક ત્રિવિધ છે. દ્રવ્ય રહિતના ગુણપર્યાય ક્યારેક સ્વતંત્ર મળે કે ગુણ-પર્યાય શૂન્ય એકલું દ્રવ્ય ક્યાંક ક્યારેક મળે... એ ત્રણે કાળમાં ક્યારેય પણ ક્યાંય પણ સંભવિત નથી. માત્ર કલ્પનાનો વિષય બનનાર એવું દ્રવ્ય કે એવા ગુણ-પર્યાય શશશૃંગની જેમ અવસ્તુ છે.
જો ઉપચાર કરવામાં આવે તો તે તે પદાર્થ નવવિધ છે... અર્થાત્ દ્રવ્યમાં અન્ય દ્રવ્યનો ઉપચાર, ગુણનો ઉપચાર અને પર્યાયનો ઉપચાર એમ ગુણમાં દ્રવ્યનો, અન્ય ગુણનો, પર્યાયનો, ઉપચાર... એમ પર્યાયમાં દ્રવ્યનો-ગુણનો અને અન્ય પર્યાયનો ઉપચાર... આના ઉદાહરણો ૭મી ઢાળની ૬થી૧૧ મી ગાથામાં આવશે. એટલે આ રીતે ઉપચારથી વિચારીએ તો, વિવક્ષિત તે પદાર્થનું દ્રવ્ય દ્રવ્ય-ગુણ-પર્યાયમય બન્યું. તે પદાર્થનો ગુણ દ્રવ્ય-ગુણ-પર્યાયમય બન્યો. તે પદાર્થનો પર્યાય દ્રવ્યગુણ-પર્યાયમય બન્યો. આમ એ પદાર્થ દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક હોવાથી ઉપચારથી આ રીતે નવવિવધ બને
છે.
૪૫
તથા દરેક પદાર્થ ઉત્પાદ (= ઉત્પત્તિ), વ્યય (= નાશ), ધ્રૌવ્ય (= સ્થિરતા = ન નાશ, ન ઉત્પત્તિ) આમ ત્રણ લક્ષણવાળો છે. અર્થાત્ દીવાથી લઈને આકાશ સુધીના બધા પદાર્થો પ્રતિક્ષણ ઉત્પન્ન થાય છે, વિનાશ પામે છે અને જેવા છે એવા રહે છે (નથી નાશ પામતા નથી ઉત્પન્ન થતા).. આમ શ્રી જૈનદર્શનમાં દરેક પદાર્થ પરસ્પર ભિન્નાભિન્ન એવા દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક ત્રિવિધ છે, ઉપચારથી નવવિવધ છે અને ઉત્પાદાદિ ત્રિલક્ષણ છે. આ ગાથાનાં આ સર્વપદો દ્વારરૂપ સમજવાના છે. એટલે કે હવે પછી આ દ્વારોથી વિચારણા કરવામાં આવશે. ।। ૧૧ ।।
=
ગાથાર્થ : જેમ મોતીની માળા મોતીથી અને મોતીના ઉજ્જલતા વગેરે ધર્મોથી અળગી છે તેમ દ્રવ્યશક્તિ ગુણ-પર્યાય વ્યક્તિથી અલગી ભિન્ન છે. તથા, પ્રદેશના અવિભાગથી વળગી પણ
છે
અભિન્ન પણ છે. | ૨-૩ ||
-
Jain Education International
વિવેચન : તિહાં પ્રથમ એ.... પૂર્વની ગાથામાં જે જુદા જુદા દ્વારનો ઉલ્લેખ કર્યો હતો તેમાંથી પ્રથમ ભેદદ્વારને સમજાવે છે. એટલે કે દ્રવ્ય-ગુણ-પર્યાયનો ભેદ યુક્તિથી સમજાવે છે. (પૂર્વ સંસ્કરણોમાં યુક્તિ એવો અનુસ્વાર શૂન્ય શબ્દ છપાયો છે. પણ તો ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો
For Private & Personal Use Only
www.jainelibrary.org