________________
૪૪
ઢાળ-૨ : ગાથા-૨ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ જિમ-જીવન નર-નાર કાદિક, પુદ્ગલનઈ રૂપરસાદિક પરાવૃત્તિ. ઇમ દ્રવ્યાદિક ૩ ભિન્ન છઈલક્ષણથી, અભિન્ન છો-પ્રદેશના અવિભાગથી, ત્રિવિધ છd, નવવિધ ઉપચારઈ, એક એકમાં ૩ ભેદ આવઈ તેહથી. તથા ત્રિલક્ષણ-ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપ છઇ. એહવો એક પદાર્થ જૈન પ્રમાણઈ પામ્યો. એ દ્વારરૂપ પદ જાણવાં. || ૨-૨ ||
અરે! આ જ ઢાળની પ્રથમ ગાથાના ટબામાં “રક્તત્વાદિ-ઘટાદિ ગુણ-પર્યાયનું ભાજન મૃદ્ધવ્ય' આવી પંક્તિ દ્વારા રક્ત વર્ણને ગુણરૂપે કહ્યો જ છે ને! આ બાબત પણ નિશ્ચિત કરે છે કે કૃષ્ણાદિવર્ણો જ ગુણરૂપે અભિપ્રેત છે. ને વર્ણાદિમાં ફેરફાર થવાથી પુગલની જે જુદી જુદી અવસ્થાઓ થાય છે એ પર્યાય છે.
ધર્માસ્તિકાય વગેરેના ગતિ હેતુત્વ વગેરે ગુણો તો સ્પષ્ટ છે જ.
માવી હતાં : જે ક્રમભાવી છે. અર્થાત્ કાળક્રમે બદલાયા કરે છે પણ યાવદ્રવ્યભાવી નથી... અયાવદ્રવ્યભાવી છે... તે પર્યાયો છે. જેમ કે મનુષ્ય-નરક વગેરે જીવના પર્યાયો છે. રૂપરસાદિકની પરાવૃત્તિ થવાથી થતી જુદી જુદી અવસ્થાઓ એ પુદ્ગલના પર્યાયો છે. આ જ રીતે ધર્માસ્તિકાય વગેરેમાં આ રીતે વિચારી શકાય... ધારો કે વિવક્ષિત સમયે ૧૦૦૦ પુદ્ગલોને એ ગતિસહાયક બની રહ્યો છે. પછીના સમયે ૧૧૦૦ પગલો ગતિશીલ બનવાથી એ ૧૧૦૦ પુદ્ગલોને ગતિસહાયક બની રહ્યો છે. આના કારણે એની અવસ્થામાં જે કાંઈ ફેરફાર થાય ને નવી અવસ્થા બને તે પર્યાય છે. આમાં ખ્યાલ રાખવો કે ૧OOO પુદ્ગલ ગતિસહાયકત્વ.. ૧૧૦૦ પુદ્ગલગતિસહાયકત્વ... આ તો એક ગુણ કૃષ્ણ... બે ગુણ કૃષ્ણ. વગેરેની જેમ “ગુણ' જ છે. પણ એક ગુણ કૃષ્ણ વગેરે થવાથી થયેલી પુદ્ગલની અવસ્થા જેમ એનો પર્યાય છે. એમ ૧OOO પુદ્ગલગતિસહાયકત્વ વગેરે થવાથી ધર્માસ્તિકાયની જે અવસ્થાવિશેષ થાય એ એનો પર્યાય છે. આ જ રીતે અધર્માસ્તિકાય વગેરે અંગે પણ જાણવું.
ઈમ દ્રવ્યાદિક ૩ ભિન. આમ પદાર્થ દ્રવ્ય-ગુણ-પર્યાય એમ ત્રણ અંશમય બન્યો. આ ત્રણે અંશો પરસ્પર ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. ત્રણેના લક્ષણ ભિન્ન છે માટે ત્રણે પરસ્પર ભિન્ન છે. જેમ કે ગુણ પર્યાયનું ભાજન એ દ્રવ્ય સહભાવી ધર્મ એ ગુણ.... ક્રમભાવી ધર્મ એ પર્યાય.. આમ ત્રણેનો લક્ષણભેદે ભેદ છે. વળી પ્રદેશનો અવિભાગ છે. માટે ત્રણે વચ્ચે અભેદ પણ છે. અર્થાત્ દ્રવ્યથી ગુણને કે પર્યાયને ક્યારેય અલગ કરી શકાતા નથી. જે પ્રદેશમાં દ્રવ્ય રહ્યું હોય છે એ જ પ્રદેશમાં એના ગુણ-પર્યાય રહ્યા હોય છે, વિભક્ત (ઋભિન્ન) પ્રદેશોમાં નહીં...
પ્રશ્ન : અહીં પ્રદેશ એટલે કોના પ્રદેશ?
ઉત્તર : દ્રવ્યના પોતાના પ્રદેશ અને આકાશના પ્રદેશ એમ બંને લઈ શકાય છે. ધારો કે દશાણુક સ્કંધ છે.. તો એનું દ્રવ્ય જે દશ પરમાણુપ્રદેશમાં રહ્યું છે એમાં જ એના ગુણ-પર્યાય પણ રહ્યા છે. અલગ પરમાણપ્રદેશોમાં નહીં. એમ જે આકાશપ્રદેશોને અવગાહીને આ સ્કંધનું દ્રવ્ય રહ્યું છે એ જ આકાશપ્રદેશોમાં એના ગુણ-પર્યાય પણ રહ્યા છે. અલગ આકાશપ્રદેશોમાં નહીં.. સ્કંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org