________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૨ : ગાથા-૨
૪૩.
કૃષ્ણ-નીલ વગેરે વર્ણના અવાંતર ભેદો છે. એ અવાંતરભેદો ભલે બદલાયા કરે, પણ એ બધા વર્ણવેન વર્ણ” તરીકે તો યાવદ્રવ્યભાવી હોય જ. આવું જ મધુરરસ વગેરે બધા માટે જાણી લેવું. વિવક્ષિત કાલે મધુરાદિમાંનો ભલે ને કોઈ પણ રસ હોય. એ રસત્વેન રસ તો છે જ... ને માટે “ગુણ” રૂપ કેમ નહીં? જેમ જીવ-પુદ્ગલ વગેરે ઇતર અપ્રવેશી છે. અર્થાત્ કોઈપણ જીવ ક્યારેય પુદ્ગલરૂપ બની જતો નથી. એમ આ વર્ણ-રસ-ગંધ સ્પર્શ પણ ઇતર અપ્રવેશી છે. અર્થાત્ પુદ્ગલના વર્ણની ધારામાં કૃષ્ણ-નીલાદિ રૂપ ભલે આવ્યા કરે. પણ એ ધારામાં ક્યારેય, કૃષ્ણાદિ પાંચમાંનો કોઈ વર્ણ ન આવ્યો પણ મધુરાદિરસ આવી ગયો એવું બનતું નથી. એ જ રીતે રસધારામાં ક્યારેય વર્ણ-ગંધાદિ આવી શકતા નથી. નહીંતર તો ક્યારેક વર્ણ ધારામાં રસ આવ્યો, રસધારામાં પણ રસ આવ્યો, તો વર્ણશૂન્ય પુલ મળવાની આપત્તિ આવે. એટલે માનવું જ પડે કે દરેક પુદ્ગલમાં વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ આ ચાર ધારાઓ ચાલે છે... અને એ ચારે યાવદ્ દ્રવ્યભાવી છે... માટે “ગુણરૂપ છે.
શંકાઃ જો વર્ણાદિ ચાર “ગુણ” તરીકે અભિપ્રેત હતા. તો એનો જ ગ્રન્થકારે કેમ ઉલ્લેખ ન કર્યો?
સમાધાન : એક જ શબ્દથી ચારેનો ઉલ્લેખ થઈ જાય એવી ગણતરીથી એ ચારનો અલગઅલગ ઉલ્લેખ ન કરતાં માત્ર “ગ્રહણ” શબ્દનો ઉલ્લેખ કર્યો હોય એવી આપણે કલ્પના કરી શકીએ.
શંકા : હજુ એક શંકા રહી જાય છે. ક્રમભાવી પર્યાયોનું ઉદાહરણ આપતાં ગ્રન્થકારે પુદગલનઈ) રૂપરસાદિકપરાવૃત્તિ એમ કહ્યું છે. આનો અર્થ તો એવો જ સમજાય છે કે રૂપરસાદિ પરાવૃત્તિ પામીને નવા કૃષ્ણાદિરૂપ જે ઊભા થાય એ ક્રમભાવી હોવાથી પર્યાયરૂપ છે. આમ કૃષ્ણાદિ વર્ણોને પર્યાયરૂપે કહ્યા છે... તો એને જ ગુણરૂપે શી રીતે કહેવાય ?
સમાધાન : ટબામાં પરાવૃત્તિ' એમ ત્તિ પર માથે અનુસ્વાર છે. આવા અનુસ્વારનો અર્થ જુની ગુજરાતીમાં તૃતીયા વિભક્તિ થતો હતો. જેમ કે પહેલી ઢાળની આઠમી ગાથાના ટબામાં આવી પંક્તિ છે - એ દ્રવ્યાનુયોગની લેશથી પ્રાપ્તિ પોતાના આત્માનો કૃતકૃત્યતા કહઈ છો... આમાં પ્રાપ્તિ આવો અનુસ્વારવાળો જે શબ્દ છે એ તૃતીયાન્ત હોવો સ્પષ્ટ છે. ને તેથી ત્યાં, “એ દ્રવ્યાનુયોગની લેશથી પ્રાપ્તિથી પોતાના આત્માને કૃતકૃત્યતા કહે છે...' વગેરે અર્થ સમજાય છે. એટલે પ્રસ્તુતમાં અર્થ આવો મળે છે કે રૂપરસાદિની પરાવૃત્તિથી જે નવી નવી અવસ્થાઓ ઊભી થાય એ પર્યાય છે.
શંકા : આવો અર્થ કરવામાં તો “જે નવી નવી અવસ્થાઓ...' વગેરે કેટલો બધો અધ્યાહાર કરવો પડે છે.
સમાધાન : અધ્યાહાર વિના તો તમારે પણ ક્યાં છૂટકો છે? તમે અનુસ્વાર વિનાનો પરાવૃત્તિ' શબ્દ લો છો. જેનો સીધો અર્થ થાય છે કે રૂપ રસાદિકનું પરાવર્તન. આ પરાવર્તન પોતે તો પર્યાય નથી. માટે તમારે પણ અર્થ કરવો પડશે કે રૂપ-રસાદિકના પરાવર્તનથી પેદા થતા કૃષ્ણાદિવર્ણો.. તો “આથી પેદા થતા કૃષ્ણાદિવર્ણો...' આ બધો તમારે પણ અધ્યાહાર કરવો પડ્યો ને! બાકી સૌથી મહત્ત્વની વાત એ છે કે આગળ ઉપર ગ્રન્થમાં પુદ્ગલના ગુણ તરીકે ક્યાંય પૂરણ-ગલનનો ઉલ્લેખ નથી. પણ કૃષ્ણ-ગૌર વગેરે વર્ણાદિનો જ છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org