________________
૪૨
ઢાળ-૨ : ગાથા-૨
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ શંકા : કેમ ? જુના દશાણુક સ્કંધનો ગુણ કહેશું.
સમાધાન : જ્યાં સુધી ગલન થયું નથી, ત્યાં સુધી તો એ “ગલન” એનો ગુણ કહી નહીં જ શકાય. ને જ્યારે ગલન થઈ ગયું ત્યારે તો પછી દશાણુક અંધ હાજર જ નથી. દ્રવ્ય જ નથી રહ્યું તો એનો ગુણ શી રીતે કહેવો?
શંકા : તો પછી નવા બનતા નવાણુકર્કંધનો કે પરમાણુનો ગુણ કહેશું ? સમાધાન : એ પણ નહીં કહેવાય, કારણ કે એમાંથી તો કોઈ ગલન થયું જ નથી.
આ જ રીતે એક નવાણુક સ્કંધ અને પરમાણુ જોડાઈને દશાણુક અંધ બને ત્યારે “પૂરણ” ને કોનો ગુણ કહેવો? કારણ કે પૂરણ થવા પર નવાણુક અંધ અને પરમાણુ તો નષ્ટ થઈ ગયા છે.. અને દશાણુકમાં તો કોઈ પૂરણ થયું નથી.
વળી આ નિરૂપણ ટબામાં છે... પૂરણ-ગલન જ જો ગન્ધકારના મનમાં હોત તો તેઓશ્રીએ એ જ શબ્દો વાપર્યા હોત, કારણ કે એ શબ્દો ખૂબ પ્રચલિત છે. ને ટબામાં છે માટે છંદોભંગ વગેરેનો કોઈ પ્રશ્ન નહોતો. તથા, કદાચ “ગ્રહણ' શબ્દ પૂરણ માટે વાપર્યો તો “મોચન' શબ્દનો પણ ઉલ્લેખ તેઓશ્રી કરત જ. ગ્રહણ-મોચનને ગુણ તરીકે કહેવો હોય ને છતાં “મોચન' શબ્દનો ઉલ્લેખ જ ન કરે. એમ શી રીતે મનાય?
શંકા : તો પછી તમે જ કહો કે “ગ્રહણ' એટલે કયો ગુણ?
સમાધાનઃ વહિિિાતે તિ ગ્રહi... એમ કર્મ અર્થમાં અન પ્રત્યય લાગીને આ ગ્રહણ” શબ્દ બન્યો છે. અર્થાત્ બહિરિન્દ્રિય વડે જેનું ગ્રહણ =જ્ઞાન) થાય એવા ગુણ એ ગ્રહણગુણ વર્ણ-ગંધરસ અને સ્પર્શ આવા ગુણો છે. માટે આ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ પુદ્ગલગુણો છે એમ સમજવું.
શંકા : ટબમાં આગળ ગ્રન્થકાર કહેવાના છે કે પુગલને રૂપરસાદિક પરાવૃત્તિ એ પર્યાય છે. એટલે પરાવર્તન પામીને કૃષ્ણ-નીલાદિ વર્ણો, મધુર-અલ્લાદિરસો જે ઉત્પન્ન થાય છે એ તો પર્યાયરૂપે કહેવા છે. વળી આ વાત બરાબર પણ છે જ. કારણ કે કૃષ્ણ-નીલાદિ કોઈપણ વર્ણ યુગલ માટે યાવહ્વવ્યભાવી હોતો નથી. બધા જ વર્ણ-રસાદિ કાળકાળે બદલાયા જ કરતાં હોય છે. માટે એ બધાને “ગુણ' તરીકે શી રીતે લઈ શકાય?
સમાધાન : એમ વિચારશો તો મતિજ્ઞાન વગેરે પણ જીવના ગુણ નહીં કહી શકાય... કારણ કે ક્યારેક મતિજ્ઞાન હોય. ક્યારેક શ્રુતજ્ઞાન હોય.. ક્યારેક ચક્ષુદર્શન હોય. આમ પરિવર્તન થયા જ કરે છે. મતિજ્ઞાન વગેરેમાંનો તો કોઈપણ ઉપયોગ યાવદ્રવ્યભાવી હોતો નથી જ.
શંકા : મતિજ્ઞાન વગેરે તો ઉપયોગના અવાંતરભેદો છે. એ અવાંતરભેદો ભલે બદલાયા કરે.. પણ એ બધા ઉપયોગત્વેન તો ઉપયોગરૂપ છે જ.. ને માટે ‘ગુણ'રૂપ પણ છે જ. એટલે જ ગ્રન્થકારે જીવગુણ તરીકે ઉપયોગનો જ ઉલ્લેખ કર્યો છે. મતિજ્ઞાનાદિનો નહીં.
સમાધાન : ભલા આદમી! આ સમાધાન કૃષ્ણ-નીલાદિ વર્ણ માટે તમે કેમ નથી કરી લેતાં?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org