________________
૫૭
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૨ : ગાથા-૫ રીતે – (૧) ઉપર કહેલા અધિકારમાં પરમાણું માટે દ્રવ્યેળનેપ્રવેશત્વ.....એમ ‘દ્રવ્ય' શબ્દ વાપર્યો છે જ્યારે દ્ધિપ્રદેશી-બહુપ્રદેશીસ્કંધો માટે પણ દિવ૬.. એમ ઉલ્લેખ કર્યો છે તથા (૨) આગળ આ જ બીજી ઢાળની ૧૦મી ગાથાના ટબામાં, ગુણના પણ પર્યાય હોવાની દિગંબરોની જે વાત છે તેને જણાવનાર શ્રીઅમૃતચંદ્રાચાર્યની પ્રવચનસારની ૯૩ મી ગાથાની વૃત્તિમાં આવો અધિકાર આવે छ तत्रानेकद्रव्यात्मकैक्यप्रतिपत्तिनिबन्धनो द्रव्यपर्यायः । स द्विविधः समानजातीयोऽसमानजातीयश्च । તત્ર સમાનગાતીયો નામ યથાડનેપુદ્રીત્મો ચિપુરાણુ ત્યાતા આનો સાર એ છે કે – અનેક પરમાણુ સ્વરૂપ અનેક દ્રવ્યાત્મક (જે સ્કંધ, તેમાં) એકત્વની બુદ્ધિ કરાવનાર જે છે તે દ્રવ્યપર્યાય છે. એ બે પ્રકારે હોય છે. સમાન જાતીય અને અસમાનજાતીય. એમાં અનેક પુદ્ગલાત્મક કચણુક-ચણુક વગેરે સમાનજાતીય દ્રવ્યપર્યાય છે. - આટલો અધિકાર સ્પષ્ટ જણાવે છે કે તેઓને “પરમાણુ' એ પર્યાય તરીકે અભિપ્રેત નથી. પણ માત્ર દ્રવ્ય તરીકે જ માન્ય છે. આપણને પણ જો એવું જ માન્ય હોય તો પૂર્વે જણાવ્યા મુજબ આ પ્રશ્નોના જવાબ વિચારી કાઢવાના રહે કે - તો પછી સ્કંધમાં પણ પરમાણુ તરીકે અક્ષત રહેવાથી “પ્રદેશ' એવો અલગ ભેદ શા માટે ? તથા પરમાણુનો “પરમાણુ તરીકેનો અવસ્થાનકાળ અસંખ્યકાળ જ જે બતાવ્યો છે તે પણ શા માટે ? બાકી આમ તો જેમ ચણુક વગેરે મુદ્દગલદ્રવ્યની અવસ્થાવિશેષ જ છે.. એમ પરમાણુ પણ એની અવસ્થાવિશેષરૂપ જ હોવાથી પર્યાયરૂપે જ પ્રતીત થાય છે. પૃ૦ ૩૬ ઉપર આની વિચારણા આવી ગઈ છે.
તત્ત્વદીપિકાનો તિર્યકુપ્રચય અને ઊર્ધ્વપ્રચયને જણાવનાર ૧૪૧ મી ગાથાની વૃત્તિનો અધિકાર જોતાં બીજી આ વસ્તુ પ્રતીત થાય છે કે ઘટાદિની પ્રથમસમયવૃત્તિતા, દ્વિતીયસમયવૃત્તિતા, તૃતીયસમયવૃત્તિતા.. આવી બધી વૃત્તિતાઓનો પ્રચય એ ઊર્ધ્વપ્રચય.. અને એની અવગાહનાભૂત જે આકાશપ્રદેશો છે તેમાંના પ્રથમ આકાશપ્રદેશમાં પણ ઘટ વૃત્તિ છે, દ્વિતીય આકાશપ્રદેશમાં પણ એ વૃત્તિ છે. એમ યાવત્ અન્તિમ આકાશપ્રદેશમાં વૃત્તિ છે. એટલે કે ઘટમાં પ્રથમ આકાશપ્રદેશવૃત્તિતા પણ છે, દ્વિતીયપ્રદેશવૃત્તિતા પણ છે. એમ યાવત્ અન્તિમ જે આકાશપ્રદેશમાં ઘટનો અવગાહ હોય ત~દેશવૃત્તિતા પણ છે. આ વૃત્તિતાઓનો સમૂહ એ તિર્યકપ્રચય છે... પરમાણમાં જો કે એકાકાશપ્રદેશવૃત્તિતા જ છે. એટલે કે વૃત્તિતાઓનો સમૂહ નથી. છતાં અન્ય પરમાણુઓ સાથે જોડાઈને સ્કંધરૂપે પરિણમીને અનેકાકાશપ્રદેશવૃત્તિ બનવાની યોગ્યતા છે. શક્તિ પડેલી છે. માટે તિર્યકપ્રચય છે.
પ્રશ્ન : પણ જ્યારે અનેક પ્રદેશીસ્કંધ બને ત્યારે તો એ “પરમાણુ’ સ્વરૂપ રહેતો જ નથી. પ્રદેશ” રૂપ બની જાય છે. એટલે પ્રદેશમાં ભલે તમે અનેકપ્રદેશવૃત્તિતાના સમૂહ રૂપ તિર્યકપ્રચય કહો, પણ પરમાણુમાં શી રીતે કહેવાય ? કારણ કે ત્રણે કાળમાં ક્યારેય પણ પરમાણુમાં એવો સમૂહ આવવાનો નથી.
ઉત્તર : આવી જ કોઈ કલ્પનાથી ગ્રન્થકારે પરમાણુમાં તિર્યક્મચયના અભાવની અને તેથી નવું દ્રવ્ય માનવાની આપત્તિ આપી હોય એમ આપણે સમજી શકીએ છીએ.
પણ દિગંબરો જો પરમાણુને ઉપર જણાવ્યા મુજબ દ્રવ્યરૂપે જ માનતા હોય (પર્યાયરૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org