________________
૩૯
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૨ : ગાથા-૧ છો, તેહનઈ પણિં અપેક્ષા અવશ્ય અનુસરવી. “કુણનું સમાયિકારણ?”ઈમ આકાંક્ષા હોઈ તો કુણનું દ્રવ્ય? એ આકાંક્ષા કિમ ન હોઈ?
જૈન : તમે પર્યાયત્વને જાણતા-સમજતા જ નથી એનો આ પ્રભાવ છે. એટલે કે દ્રવ્યત્વ જેની સાથે શખલિત થવાનું છે એને જ જાણતા નથી. માટે તમને એ અશબલ લાગવાથી નિરપેક્ષ લાગે છે. બાકી તો અમે તમને દ્રવ્યત્વની વ્યાખ્યા પૂછશું કે દ્રવ્યત્વ હિન્? તો તમે શું જવાબ આપશો ? ગુણવત્ત્વ કહી નહીં શકો, કારણ કે આધક્ષણાવચ્છિન્ન ઘટાદિ દ્રવ્યને તમે નિર્ગુણ માનેલ છે. (કોઈપણ દ્રવ્ય ઉત્પન્ન થાય એ પ્રથમ ક્ષણે નિર્ગુણ હોય એવી નૈયાયિકની માન્યતા છે). પર્યાયવર્ઘ તમે કહી શકતા નથી, કારણ કે પર્યાય જેવી કોઈ ચીજ જ તમે માની નથી. માટે તમારે સમવાિરત્વ દ્રવ્યત્વમ્ એમ જ કહેવું પડશે.
હવે ઘટમાં દ્રવ્યત્વ છે... એ “સમવાયિકારણત્વ' રૂપ છે. પણ જેટલાં સમવેત કાર્યો છે એ બધાનું કાંઈ સમવાધિકારણત્વ ઘડામાં રહ્યું નથી....... પટીયવર્ણાદિનું ઘડો એ થોડું સમવાયિકારણ છે? એટલે તરત પ્રશ્ન થશે કે કોનું સમવાયિકારણત્વ? એટલે ઘડામાં સમવાયિકારણત્વસ્વરૂપ જે દ્રવ્યત્વ રહ્યું છે એ પણ આપેક્ષિક બની જ ગયું ને... એટલે, કોનું સમવાયિકારણ? એમ દ્રવ્ય આપેક્ષિક બન્યું તો કોનું દ્રવ્ય? એમ આપેક્ષિક બને એમાં શું વાંધો છે?
અહીં આ ધ્યાનમાં રાખવું કે પુદ્ગલ સ્કંધોમાં ને દેવાદિ આદિષ્ટ દ્રવ્યોમાં જ દ્રવ્યત્વ આપેક્ષિક છે, માટે જ ગ્રન્થકારે ટબામાં પુદ્ગલકંધમાહિ.. અને દેવાદિક આદિષ્ટ દ્રવ્ય. એમ ઉલ્લેખ કર્યો છે. બાકી પુદ્ગલદ્રવ્યનું અને જીવદ્રવ્યનું દ્રવ્યત્વ તો સ્વાભાવિક છે, આપેક્ષિક નથી, કારણ કે એમાં દ્રવ્યત્વ અને પર્યાયત્વ એ બંને ધર્મો રહ્યા છે એવું નથી. માત્ર દ્રવ્યત્વ જ છે. ને તેથી એ “શબલ” નથી. પણ ગ્રન્થકારે એનો ઉલ્લેખ કર્યો નથી. તે એટલા માટે કે એવું દ્રવ્ય આપણા જ્ઞાનનો વિષય બની શકતું નથી.
આશય એ છે કે પ્રતિ = તાંતાન યાન છતીતિ દ્રવ્યમ્ આવી દ્રવ્ય શબ્દની વ્યુત્પત્તિ છે. તે તે પર્યાયોને જે પામે તે દ્રવ્ય. આમાં દ્રવ એટલે પ્રવાહી તો દ્રવ્યને પ્રવાહી જેવું કેમ કહ્યું? ઘન જેવું કેમ નહીં? તો એનો જવાબ છે કે પ્રવાહીને અવસ્થાન્તર પામવું બહું સહેલું છે. ધારો કે પાણી... ચોરસ વાસણમાં તરત ચોરસ આકારનું બની જશે... ગોળ વાસણમાં તરત વૃત્તાકાર. ત્રિકોણ આકારમાં તરત ત્રિકોણ આકારને ધારી લેશે. આવું કાષ્ઠ પથ્થર વગેરે ઘન પદાર્થો માટે સંભવિત નથી. આવું જ જીવાદિદ્રવ્યો માટે છે. ક્રોધાકારરૂપે પરિણમેલો આત્મા તરત જ ક્ષમાકારને ધારણ કરી શકે છે. એક જ સમયમાં મનુષ્ય દેવ બની શકે છે. પરમાણુ યણુકાદિ સ્કંધરૂપતાને ધારી લે છે. અથવા દ્રવ=વહેવું. ઘન પદાર્થ સ્વયં વહેતો નથી. પ્રવાહી સ્વયં વહીને દેશાન્તર પામે છે. દ્રવ્ય પણ સ્વયં પણ વહીને (રૂપાંતર પામીને) દશાન્તર પામતું રહે છે... માટે પ્રવાહી જેવું કહ્યું છે.
હવે, પાણીના જે વૃત્ત-ત્રિકોણાદિ આકાર આધારવશાત્ થાય છે તે તો પર્યાય છે. જે આવા આવા આકારને ધારણ કરે છે એ પાણી કેવું હશે? એ વિચારમાં ચઢીએ તો આપણી બુદ્ધિ કુંઠિત થઈ જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org