________________
૩૮
ઢાળ-૨ : ગાથા-૧
દ્રવ્ય ગુણ પયાના રાસ અવસ્થા મધ્યઈ અન્યત્વરૂપ ભેદ છઈ. તે માટઈ પુદગલસ્કંધમાંહિ દ્રવ્યપર્યાયપણું અપેક્ષાઈ જાણવું. આત્મતત્ત્વવિચાર પણિ-દેવાદિક આદિષ્ટ દ્રવ્ય, સંસારિ દ્રવ્યની અપેક્ષાઇ પર્યાય થાઈ.
કોઈ કહસ્ય છે, જે “ઇમ દ્રવ્યત્વ સ્વાભાવિક ન થયું. આપેક્ષિક થયું” તો કહિછે જે “શબલ વસ્તુનો અપેક્ષાઈ જ વ્યવહાર હોઈ, ઈહાં દોષ નથી.” જે સમવાયિકારણત્વ પ્રમુખ દ્રવ્યલક્ષણ માનાં જે ભાજન છે તે જીવદ્રવ્ય છે. રૂપ-રસ વગેરે ગુણોનું અને પરમાણુ-સ્કંધ વગેરે પર્યાયોનું જે ભાજન છે તે પુદ્ગલદ્રવ્ય છે. એમ રક્તવાદિ ગુણોનું અને ઘટ વગેરે પર્યાયોનું જે ભાજન છે તે મૃદ્દવ્ય. તંતુ પટની અપેક્ષાએ દ્રવ્ય છે, પણ સ્વ અવયવોની અપેક્ષાએ પર્યાય છે, કારણ કે પટનાં વિચાલો = પટાવસ્થામધ્ય) તંતુનો ભેદ નથી. આશય એ છે કે તંતુમાંથી પટ બને ત્યારે તંતુ કાંઈ પોતાનું સ્વરૂપ છોડીને અતંતુ બની જતા નથી. માટે પટની અપેક્ષાએ તંતુ એ દ્રવ્ય છે. પણ તંતુના જે અવયવો છે, તે અવયવો જ્યારે તંતુરૂપ નહોતા બન્યા ત્યારે તંતુઓ તંતુસ્વરૂપવાળા હતા જ નહીં... એ અતંતુ જ હતા. માટે અવયવોની અપેક્ષાએ તંતુ એ પર્યાય છે. એટલે મુગલસ્કંધોમાં દ્રવ્ય-પર્યાયપણું આપેક્ષિક જાણવું. “આત્મતત્ત્વનો વિચાર કરવામાં આવે તો અપર્યાપ્તાવસ્થ દેવ, પર્યાપ્તાવસ્થદેવ, ચ્યવનાભિમુખ દેવ... વગેરે અપેક્ષાએ દેવી એ આદિષ્ટદ્રવ્ય.... (અહીં આદિષ્ટદ્રવ્ય એટલે આ બધી જુદીજુદી અવસ્થાઓને નજરમાં રાખીને આદિષ્ટ = ઉલ્લેખાયેલ દ્રવ્ય). પણ સંસારી જીવની અપેક્ષાએ વિચારીએ તો દેવ” એ પર્યાય છે અને સંસારીજીવ એ દ્રવ્ય છે.
પુદ્ગલદ્રવ્ય અને જીવદ્રવ્યની જુદીજુદી અવસ્થાઓ આપણા જ્ઞાનનો અને વ્યવહારનો વિષય બને છે. પણ આ રીતે ધર્માસ્તિકાય વગેરેની જુદી જુદી અલ્પાધિકકાલીન અવસ્થાઓ આપણા જ્ઞાનનો કે વ્યવહારનો વિષય બનતી નથી. માટે એમાં આપેક્ષિક દ્રવ્ય-પર્યાયપણાની વાત ગ્રન્થકારે કરી નથી.
કોઈ કહસ્ય... કોઈ શંકા કરે છે – ઘટ-મૃદુ વગેરેને અને દેવ-મનુષ્ય વગેરેને આ રીતે દ્રવ્યરૂપે કહેવાથી દ્રવ્યત્વ આપેક્ષિક થયું... કાચો ઘડો-પાકો ઘડો વગેરે અપેક્ષાએ ઘડો એ દ્રવ્ય અને માટીની અપેક્ષાએ પર્યાય. એટલે દ્રવ્યત્વ એ સ્વાભાવિક ન થયું.
સમાધાન : જે વસ્તુ શબલ હોય એનો અપેક્ષાથી જ વ્યવહાર થાય એમાં કોઈ દોષ નથી.. શબલ = જેમાં પ્રથમ નજરે વિરુદ્ધ જણાતા અનેક ધર્મોનો સમાવેશ હોય છે. જેમકે અનામિકામાં હૃસ્વત્વ અને દીર્ઘત્વ બને છે. માટે એ શબલ છે, તો મધ્યમાની અપેક્ષાએ જ એ હૃસ્વ કહેવાય અને કનિષ્ઠાની અપેક્ષાએ જ એ દીર્ધ કહેવાય. તો આમાં કોઈ દોષ નથી.
નૈયાયિક : એમ તો અમે પણ સસંબંધિક (સાપેક્ષ) અને અસંબંધિક (નિરપેક્ષ) એમ બે પ્રકારના પદાર્થો માન્યા છે. એમાં હ્રસ્વત્વ-દીર્ઘત્વ સાપેક્ષ હોવાથી કોઈકની અપેક્ષાએ જ એનો વ્યવહાર છે... પણ એનું અંગુલિત્વ તો નિરપેક્ષ જ છે ને !
જૈન : એમ તો ઘડામાં ઘટત્વ પણ નિરપેક્ષ જ છે, દ્રવ્યત્વ જ સાપેક્ષ છે. નૈયાયિકઃ અમે તો દ્રવ્યત્વને પણ નિરપેક્ષ પદાર્થ માન્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org