________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૨ : ગાથા-૧
૩૭
રક્તત્વાદિ-ઘટાદિ-ગુણપર્યાયનું ભાજન મૃદ્રવ્ય. તંતુ પટની અપેક્ષાઇ દ્રવ્ય, તંતુ (સ્વ) અવયવની અપેક્ષાઇ પર્યાય, જે માટઇ પટનઇ વિચાલઇ = પટાવસ્થામધ્યઇ તંતુનો ભેદ નથી. તંતુ અવયવ
માટે, દ્રવ્ય તરીકે પુદ્ગલત્વેન પુદ્ગલને જ લઈ શકાય. કારણ કે પરમાણુ, દ્રચણુકાદિ...ઔદારિકવર્ગણાદિ...પૃથ્વી-જલ-તેજ વગેરે... ઘટ-પટ વગેરે દરેક અવસ્થામાં પુદ્ગલત્વ અખંડ રહે છે. એ જરા પણ બદલાતું નથી. એટલે કે પુદ્ગલ ક્યારેય જીવરૂપ કે ધર્માસ્તિકાયાદિરૂપ બનતું નથી. માટે જ છએ દ્રવ્યોને ઇતરાપ્રવેશી કહ્યા છે. એ જ રીતે જીવત્વેન જીવને જ, ધર્માસ્તિકાયત્વેન ધર્માસ્તિકાયને જ દ્રવ્યરૂપે કહેલ છે. એમ જે ઇતરાપ્રવેશી હોય... પોતાનું સ્વરૂપ ક્યારેય બદલતા ન હોય એવા ૬ જ દ્રવ્યો છે. માટે શાસ્ત્રોમાં મૂળભૂત ૬ જ દ્રવ્યો કહ્યા છે. ઘટ-પટ વગેરે તો પોતાનું સ્વરૂપ બદલીને પટ-ઘટ વગેરે રૂપે બની શકતા હોવાથી ઇતર પ્રવેશી છે....ત્રિહું કાળ એકરૂપ વાળા નથી. માટે ‘દ્રવ્ય’ રૂપ નથી. પર્યાયરૂપ છે.
પ્રશ્ન : અહીં અતીતાદિ ત્રણે કાળમાં એકરૂપ કહેલ છે, પણ સર્વ અતીતકાળમાં અને સર્વઅનાગતકાળમાં એકરૂપ જોઈએ એમ કહેલ નથી. એટલે, પિંડ-સ્થાસ-કોશ-કુશૂલરૂપ અતીત અવસ્થામાં, ઘટરૂપ વર્તમાન અવસ્થામાં અને કપાલરૂપ અનાગત અવસ્થામાં મૃદ્ તરીકે મૃદ્રવ્ય એક જ સ્વરૂપે રહેતું હોવાથી એને પણ દ્રવ્ય કેમ ન કહેવાય?
ઉત્તર : જરૂર કહેવાય... ને તેથી જ ગ્રન્થકાર આગળ એને દ્રવ્ય તરીકે કહેવાના જ છે. લોકવ્યવહા૨માં પણ મૃદ્રવ્ય એમ કહેવાય જ છે. પણ એ આપેક્ષિક છે. પિંડાદિની અપેક્ષાએ જ ‘દ્રવ્ય’ રૂપ છે, પાર્થિવદ્રવ્યની અપેક્ષાએ કે ઔદારિક વર્ગણાદિની અપેક્ષાએ તો એ ‘પર્યાય’રૂપ બની જ જશે. જેમ નૈયાયિકને મતે ‘દ્રવ્યત્વ’ એ સત્તાની અપેક્ષાએ ‘અપર,' પૃથ્વીત્વ વગેરેની અપેક્ષાએ ‘પર...’ પૃથ્વીત્વ પણ દ્રવ્યત્વની અપેક્ષાએ અપર, ઘટત્વની અપેક્ષાએ પર... પણ જે માત્ર પરજાતિ જ હોય... ‘અપર’ ન જ હોય, આવી જાતિ તો માત્ર સત્તા જ છે. એમ માટી એ પિંડાદિની અપેક્ષાએ દ્રવ્ય, પણ પાર્થિવની અપેક્ષાએ પર્યાય... પાર્થિવ પણ માટીની અપેક્ષાએ દ્રવ્ય, પણ ઔદારિકવર્ગણાની અપેક્ષાએ પર્યાય... આમ માટી વગેરે દ્રવ્યરૂપ છે ખરા...પણ પાછા પર્યાયરૂપ પણ છે જ. અને એટલે જ એમનું દ્રવ્યત્વ આપેક્ષિક બની જાય છે. જે માત્ર ‘દ્રવ્ય’રૂપ હોય, અન્ય કોઈ જ દ્રવ્યના ‘પર્યાય’રૂપ ન જ હોય... આવાં દ્રવ્યો તરીકે તો ધર્માસ્તિકાય વગેરે છ જ કહેવા પડે.
નિજ જાતિં કહીઇ : પોતાની જાતિથી તે તે દ્રવ્ય ઓળખાય છે શબ્દો દ્વારા કહેવાય છે. જેમ કે દેવ, મનુષ્ય... એ બધામાં જીવત્વ જાતિ તો છે જ, માટે બધું જીવદ્રવ્ય કહેવાય.... પરમાણુ, સ્કંધો, ઔદારિકાદિવર્ગણા, ઘટ,પટ, વગેરે બધામાં પુદ્ગલત્વ જાતિ છે જ. માટે આ જાતિને આગળ કરીને એ પુદ્ગલદ્રવ્ય કહેવાય છે. આપેક્ષિક દ્રવ્ય માટે કહેવું હોય તો પિંડ-સ્થાસ વગેરે બધામાં મૃત્ત્વ જાતિ તો છે જ, માટે એ બધું મૃદ્રવ્ય કહેવાય. બાળ, યુવાન, વૃદ્ધ.... એ બધામાં મનુષ્યત્વજાતિ તો છે જ.... માટે એ બધું મનુષ્યદ્રવ્ય કહેવાય...
જિમ જ્ઞાનાદિકગુણ : જ્ઞાન, દર્શન, વીર્ય વગેરે ગુણોનું અને મનુષ્ય-દેવ વગેરે પર્યાયોનું
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org