________________
ઢાળ-૨ : ગાથા-૧
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ જાતિ, જિમ જ્ઞાનાદિક ગુણ-પર્યાયનું ભાજન જીવદ્રવ્ય, રૂપાદિક ગુણપર્યાયનું ભાજન પુદ્ગલ દ્રવ્ય, આકાર, વર્ણ, સ્વાદ વગેરે બદલાયા કરે છે માટે આકાર વગેરે દ્રવ્ય નથી, તો પાણી પણ પૃથ્વી-તેજ વગેરે રૂપે પરિણમે છે (સ્વરૂપ બદલે છે) માટે દ્રવ્ય ન કહેવાય. નૈયાયિકના મતે પાર્થિવ પરમાણુ ક્યારેય જલીયપરમાણુરૂપ બનતો નથી. પણ આપણા જૈન મતે આવું નથી. આજે જે દ્રવ્ય જલીયસ્કંધરૂપે છે. તે કાલે પાર્થિવસ્કંધરૂપ પણ બની શકે છે. એમ એ જ અગ્નિ-વાયુ વગેરે સ્કંધરૂપ પણ બની શકે છે. તો દ્રવ્ય તરીકે શું લેવું? ઔદારિક વર્ગણા? ના, કેમ કે જે પુદ્ગલો આજે ઔદારિકવર્ગણારૂપે છે એ જ કાળાન્તરે વૈકિયવર્ગણા વગેરે સ્વરૂપે બની શકે છે.
પ્રશ્ન : તો પરમાણુને જ ‘દ્રવ્ય રૂપે કહી શકાશે ને? ઉત્તર : ના, કારણ કે એ પણ કાળાન્તરે ચણકાદિસ્કંધરૂપતાને ધારણ કરે છે. પ્રશ્ન : હયણુકાદિમાં પણ પરમાણુ તો પરમાણુ તરીકે રહ્યો જ છે ને? ઉત્તર : ના, કારણ કે આપણે ત્યાં પરમાણુ નિત્ય મનાયો નથી. પ્રશ્ન : એ શી રીતે?
ઉત્તર : (૧) શ્રી અનુયોગદ્વાર વગેરે શાસ્ત્રોમાં પરમાણુનો અવસ્થાનકાળ અને અંતરકાળ બતાવેલા છે (બંને અસંખ્યકાળ છે.) જો પરમાણુ નિત્ય હોય તો અવસ્થાનકાળ અનાદિ-અનંત આવે અને અંતરકાળ તો આવે જ નહીં. (૨) પુદ્ગલાસ્તિકાયના ચાર ભેદ શાસ્ત્રોમાં દર્શાવ્યા છે. સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ. જો સ્કંધગત પરમાણુ-પરમાણુ સ્વરૂપને જાળવી રાખતો હોય તો એનો “પ્રદેશ” તરીકે સ્વતંત્ર ભેદ અને ભિન્ન નામોલ્લેખ થાય નહીં. જેમ છૂટા તંતુનો તંતુ રૂપે વ્યવહાર થાય છે એમ પટરૂપે પરિણમેલા-પટમાં રહેલાં તંતુનો પણ તંતુ તરીકે જ ઉલ્લેખ થાય છે, એનો કાંઈ અન્ય નામથી ઉલ્લેખ થતો નથી. એમ છૂટા પરમાણુનો “પરમાણુ' શબ્દથી જેમ વ્યવહાર થાય છે તેમ સ્કંધમાં પણ એ પરમાણુ સ્વરૂપને જાળવી રાખતો હોય તો એનો પરમાણુ’ શબ્દથી જ વ્યવહાર થવો જોઈએ અને તો પછી ‘પ્રદેશ' એવી સંજ્ઞાવાળો અલગ ભેદ કહેવો ન જોઈએ. પણ એ કહ્યો છે એ જણાવે છે કે એનું પરમાણુસ્વરૂપ હવે રહ્યું નથી, માટે પરમાણુ પણ નિત્ય ન હોવાથી ‘દ્રવ્ય રૂપે લઈ શકાય નહીં. પર્યાયરૂપે જ લેવો પડે.
અલબત્ શ્રી ભગવતીસૂત્ર વગેરેમાં પરમાણુને શાશ્વત કહેલ છે. ગ્રન્થકારે પણ ૧૪મી ઢાળની આઠમી ગાથાના ટબામાં તે પરમાણુનો કહિએ નાશ નથી” એમ કહીને પરમાણુને નિત્ય તરીકે પણ કહેલ છે. એટલે પરમાણુ અંગે નિત્યતા અને અનિત્યતા. બન્ને જાણવા મળે છે. વળી પરમાણુ રૂપે જ તે બન્ને જણાય છે. પરમાણુ દ્રવ્યરૂપે નિત્ય અને એના વર્ણાદિ પર્યાયરૂપે અનિત્ય.. એમ નહીં... આની સંગતિ એ ૧૪ મી ઢાળના વિવેચન વખતે જ જોઈશું. પણ, “પરમાણુ” અને “પુદ્ગલ’ એ પર્યાયવાચી શબ્દો નથી તથા સ્કંધો પુદ્ગલના જ પર્યાય કહેવાય છે, પરમાણુના નહીં. એટલે પ્રધાનતયા તો પરમાણુ પણ જણકાદિની જેમ પુદ્ગલની એક અવસ્થારૂપ હોવાથી પર્યાયરૂપ જ છે, દ્રવ્યરૂપ નહીં ૧૪ મી ઢાળની ૧૬ મી ગાથાના ટબામાં પરમાણુને પર્યાયરૂપે કહેલ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org