________________
ઢાળ બીજી રે
ગુણ પર્યાયતણું જે ભાજન, એકરૂપ ત્રિહું કાલિ રે ! તેહ દ્રવ્ય નિજ જાતિ કહીએ, જસ નહી ભેદ વિચાઈ રે !
જિનવાણી રંગછે મનિ ધરિઇ . ૨-૧ | ટબો-ગુણ નઈ પર્યાયનું ભાજન કહતાં સ્થાનક, જે ત્રિહું કાલિ અતીત-અનાગત-વર્તમાન કાલિં એક સ્વરૂપ હોઈ, પર્ણિ-પર્યાયની પરિ ફિરઇ નહીં તેહ દ્રવ્ય કહિ. નિજ જાતિ કહતાં પોતાની
પ્રથમ ઢાળમાં દ્રવ્યાનુયોગની મહત્તા દર્શાવી. આ દ્રવ્યાનુયોગનો જે મુખ્ય પ્રતિપાદ્ય વિષય છે તે દ્રવ્ય-ગુણ-પર્યાયને આ બીજી ઢાળમાં દર્શાવે છે. આ ત્રણમાં પણ ગુણ-પર્યાય કરતાં દ્રવ્ય પ્રધાન છે, કારણ કે દ્રવ્ય જ આ બંનેના આધારભૂત છે, ઉપાદાન કારણભૂત છે, સૈકાલિક છે, એક છે. જ્યારે ગુણ-પર્યાય આધેય છે, કાર્યભૂત છે, અનિત્ય છે, અનેક છે. આમ દ્રવ્ય પ્રધાન છે... અભ્યહિત છે, માટે જ દ્રવ્ય-ગુણ-પર્યાય આ ઇતરેતદ્વન્દ સમાસમાં દ્રવ્યનો સહુ પ્રથમ ઉલ્લેખ (પૂર્વનિપાત) છે. અને એટલે જ અનુયોગ પણ દ્રવ્યાનુયોગ કહેવાય છે. ગુણાનુયોગ કે પર્યાયાનુયોગ નહીં. આમ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં દ્રવ્ય પ્રધાન હોવાથી સહુ પ્રથમ દ્રવ્યનું જ નિરૂપણ ગ્રન્થકાર કરે છે.
ગાથાર્થ : જે ગુણ અને પર્યાયનું ભાજન = આધાર છે, જે ત્રણે કાળમાં એકસ્વરૂપ જ રહે છે, જેનો વચલી વચલી અવસ્થામાં ભેદ થતો નથી. આવો પદાર્થ પોતાની જાતિની અપેક્ષાએ દ્રવ્ય કહેવાય છે. હે ભવ્યજીવો ! શ્રી જિનવાણીને રંગથી = શ્રદ્ધા-રુચિપૂર્વક મનમાં ધારો. || ૨-૧/
વિવેચન : ભાજન = સ્થાનક = આધાર. જે ગુણ અને પર્યાયનું ભાજન છે, જે અતીત, અનાગત અને વર્તમાન આ ત્રણે કાળમાં એકસ્વરૂપ જ રહે છે. પણ પર્યાયની જેમ ફરતું નથી, જેનો વચલી-વચલી સ્વાસ-કોશ-કુશૂલ વગેરે અવસ્થાઓમાં ભેદ (= ભિન્નતા = અન્યોન્યાભાવ) થતો નથી. એ દ્રવ્ય છે.
એકરૂપ ત્રિહું કાલિં રે : ત્રણે કાળમાં એક જ સ્વરૂપવાળું-સ્વરૂપમાં જરા પણ ફેરફાર ન અનુભવનારું-નિત્ય દ્રવ્ય છે. કોઈપણ વસ્તુ દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક છે. એના દ્રવ્યાંશનો આપણે વિચાર કરવો છે. આ દ્રવ્યાંશ બિલકુલ ફેરફાર વિનાનો છે. એનો અર્થ થયો એ કૂટનિત્ય છે. આવું ફૂટસ્થનિત્ય દ્રવ્ય શું છે? ઘડો એ દ્રવ્ય છે? ના, એ તો નાશ પામવાના સ્વભાવવાળો છે. પહેલાં પિંડરૂપ હતો.. પછી ઠીકરા (કપાલ)રૂપ બનવાનો છે. તો શું માટી એ દ્રવ્ય છે? ના, એ પણ પાર્થિવ હોવાથી આગળ-પાછળ સ્વરૂપ બદલે છે. એટલે કે ઔદારિકવર્ગણારૂપ હોવાથી જળ-તેજ-વાયુ વગેરે સ્વરૂપ પણ ધારણ કરે છે. માટે નિત્ય ન હોવાથી દ્રવ્ય ન કહેવાય.
જે પોતાના સ્વરૂપને છોડી દે-બદલાઈ જાય તેને દ્રવ્ય શી રીતે કહી શકાય? જેમ પાણીનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org