________________
૩૪
ઢાળ-૧ : ગાથા-૯
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ (૪) પૂર્વે જણાવી ગયો તેમ, સર્વદોષોનું ને સર્વ પાપપ્રવૃત્તિઓનું મૂળ જ ક્લિષ્ટ ચિત્તવૃત્તિઓ છે. એનું પ્રધાન રીતે શોધન કરનાર જ્ઞાનમાર્ગ દ્રવ્યાનુયોગથી પ્રાપ્ત થાય છે.
આવા બધા અનેક કારણોએ દ્રવ્યાનુયોગ પ્રધાન છે. માટે જ સમ્મતિ પ્રકરણ વગેરેમાં એની મહત્તા ગાયેલી છે ને એને અનુસરીને ગ્રન્થકારશ્રી ઉપાધ્યાયજી મહારાજે પ્રસ્તુત ગ્રન્થમાં પણ એ મહત્તા દર્શાવેલી છે, એ જાણવું.
(૫) દ્રવ્યાનુયોગના પરિશીલન દ્વારા આત્માનું જે શુદ્ધસ્વરૂપ સંવેદનમાં સ્કુરાયમાણ થાય છે, એ જ ચરણકરણાનુયોગનું પણ અંતિમ સાધ્ય છે. એટલે જેમ છેવટે વેપાર પણ પૈસા માટે જ છે. તેથી પૈસાનું નુકશાન પહોંચતું હોય તો એ વેપાર પણ છોડી દેવાય છે - બીજો વેપાર અપનાવાય છે. એમ પ્રસ્તુતમાં જાણવું. માટે દ્રવ્યાનુયોગ મહત્ત્વનો છે.
(૬) દ્રવ્યાનુયોગના ગ્રન્થમાં દ્રવ્યાનુયોગની મહત્તા ગાઈ હોય. ચરણકરણાનુયોગના ગ્રન્થમાં ચરણકરણાનુયોગની મહત્તા હોય એ તો સમજાય છે. પણ શ્રી ઓઘનિર્યુક્તિ ગ્રન્થ તો ચરણકરણાનુયોગનો ગ્રન્થ છે. ને છતાં એમાં પણ ચારે અનુયોગનો ક્રમશઃ ઉલ્લેખ કરી છેલ્લો દ્રવ્યાનુયોગ કહ્યો છે ને યથાક્રમ તે અનુયોગોને મહદ્ધિક કહીને દ્રવ્યાનુયોગને સૌથી વિશેષ મહદ્ધિક કહ્યો છે. (અલબત્ ત્યાં દ્રવ્યાનુયોગથી સમ્યગદર્શનની નિર્મળતા થાય છે. ને એ નિર્મળતાથી ચરણકરણ વધુ નિરતિચાર બને છે. એટલે દ્રવ્યાનુયોગ પણ ચરણકરણની નિર્મળતા માટે હોવાથી ચરણકરણાનુયોગની મહત્તા પણ બતાવી છે.)
ક્વનો છે.
સ્યાદ્વાદ એટલે ? એક જ પદાર્થમાં પરસ્પર વિરુદ્ધ ધર્મો રહ્યા છે એવું જણાવનાર વચન નહિ. પણ, સામાન્યથી પરસ્પર વિરુદ્ધ ભાસતા ધર્મો વચ્ચે પણ અન્ય અપેક્ષાથી વિરોધ હોતો નથી એવું જણાવનાર સ્યાત્ પદથી અલંકૃત વચન એ સ્યાદ્વાદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org