________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૧ : ગાથા-૯
૩૩ આમ પ્રથમ ઢાળ પૂરી થઈ. એમાં પ્રથમ ચાર અનુયોગ કહીને પરસ્પર વિચારણા ચરણકરણાનુયોગ અને દ્રવ્યાનુયોગની જ કરી એ સૂચવે છે કે ચારમાં પણ આ બે વધારે મહત્ત્વના છે. આમ તો આ બંને પોતપોતાના સ્થાનમાં બળવાનું છે. જેમ ચા બનાવવી હોય તો દૂધ, સાકર, ચાની ભૂકી વગેરે બધા જ પ્રધાન છે, કારણકે આમાંનું કાંઈપણ ન હોય તો ચા બનતી જ નથી. છતાં જેના મગજમાં એવું બેસી ગયું હોય કે ચા બનાવવા ચાની ભૂકી જ જોઈએ, માટે ભૂકી નાખ નાખ કરે, પણ દૂધ નાખે જ નહીં તો એને એમ પણ કહેવું પડે કે ચા દૂધથી જ બને. વળી બીજો કોઈ દૂધને જ આવશ્યક માની દૂધ જ નાખ્યા કરે છે, ભૂકી નાખતો જ નથી. તો એને સમજાવવા એમ પણ કહેવાય કે ચા બનાવવા ચાની ભૂકી જ જોઈએ. આમ બન્ને પોતપોતાના સ્થાનમાં મુખ્ય છે. બધાની પોતપોતાની રીતે પ્રધાનતા છે. બેશક, અલગઅલગ બે કરતાં બેનો સમુદાય જ વધારે મહાનું છે, કારણકે છેવટે કાર્ય સમુદાયથી જ થાય છે. આવું જ પ્રસ્તુતમાં પણ જાણવું.
તેમ છતાં, દ્રવ્યાનુયોગને વિશેષરૂપે મહાનું કહેવામાં અનેક કારણો છે -
(૧) ચારે અનુયોગનું બીજ દ્રવ્યાનુયોગ છે. આશય એ છે કે – ચારે અનુયોગ દ્વાદશાંગીને આધીન છે.. અને દ્વાદશાંગી ઉપ્પઈ વા વિગમે ઈ વા ધુવેઇ વા આ ત્રિપદીમાંથી ઉદ્ભવ પામી છે. આ ત્રિપદી દ્રવ્યાનુયોગનું પ્રતિનિધિત્વ કરે છે એ તો સ્પષ્ટ છે જ.
(૨) ગણધરદેવો દ્વાદશાંગીની રચના કરે છે. પછી શ્રી તીર્થંકરભગવંતો “દવ્વ-ગુણપજવેહિ તિર્થં અણજાણામિ' એમ આખી દ્વાદશાંગી અને ચારે અનુયોગની અનુજ્ઞા જે આપે છે તે દ્રવ્યાનુયોગના મુખ્ય વિષયભૂત દ્રવ્ય-ગુણ-પર્યાયના ઉલ્લેખપૂર્વક આપે છે.
(૩) દ્રવ્યાનુયોગ ચરણકરણાનુયોગને યોગ્ય દિશામાં વાળે છે અને સ્થિરતા આપે છે. આશય એ છે કે – સંયમ શા માટે પાળો છો ? “મોક્ષ માટે આમ હોઠથી જવાબ આપી દેવો સહેલો છે. પણ અંતઃકરણના સંવેદનપૂર્વકનો આવો જવાબ ખૂબ દુષ્કર છે. દ્રવ્યાનુયોગથી આત્માનું શુદ્ધ સ્વરૂપ, શુદ્ધ પર્યાયો, દેહાદિ અશુદ્ધ ઉપચરિત પર્યાયો.. દેહાદિ સાથેનો ભેદ. અહ-મમ વગેરેની નિરર્થકતા. આ બધું દ્રવ્યાનુયોગનું શ્રવણ-ચિંતન-મનન-પરિશીલન કરતાં કરતાં ખૂબ સ્પષ્ટ થાય છે. સંવેદનમાં ઉતરે છે. ને તેથી લક્ષ્ય નિશ્ચિત બને છે. પછી ચરણકરણનું પાલન જીવને શુદ્ધસ્વરૂપ તરફ આગળ વધારવા સક્રિય બને છે તથા આ શુદ્ધસ્વરૂપ મેળવવાનું પ્રણિધાન પણ સ્થિર થાય છે. દુનિયાને જે માન - અપમાનના પ્રબળ નિમિત્તરૂપ લાગે એવા પ્રસંગે પણ પછી માન - અપમાન અસર કરતા નથી, કારણકે આમાં મને કશું લાગતું નથી-જે કાંઈ થઈ રહ્યું છે તે બધું ઉપાધિને થઈ રહ્યું છે. જેમ શ્રીગજસુકુમાલમુનિની વિચારધારા આવે છે કે “જે બળે છે તે મારું નથી ને મારું છે તે બળતું નથી..” આવી વિચારધારાઓ દઢ બનીને જીવને સમતામાં રમતો રાખે છે, જેથી માર્ગભ્રષ્ટતા અટકે છે. દેહાધ્યાસ, મમત્વ, વાતવાતમાં ઓછું આવી જવું, અસહિષ્ણુતા, ઈર્ષા, અભિમાન વગેરે જે કોઈ ચરણકરણના પરિપૂર્ણ પાલનના પ્રતિબંધકો છે તે બધા દ્રવ્યાનુયોગના પુનઃ પુનઃ પરિશીલનથી દૂર થાય છે ને તેથી ચરણકરણની નિર્મળતા થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org