________________
ઢાળ-૨ : ગાથા-૨
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ “TUપર્યાયવદ્ દ્રવ્ય” તત્ત્વાર્થે (અ. ૫, સૂત્ર ૩૭). એ જિનવાણી રંગd=વિશ્વાસ મનમાહિં ધરિઈ -૧ ધરમ કહજઈ ગુણ-સહભાવી, ક્રમભાવી પર્યાયો રે ! ભિન્ન અભિન્ન ત્રિવિધિ ત્રિયલક્ષણ, એક પદારથ પાયો રે / જિન / ર-રા.
ટબો - સહભાવી કહતાં યાવદ્રવ્યભાવી જે ધર્મ, તે ગુણ કહિછે. જિમ જીવનો ઉપયોગ ગુણ, પુદ્ગલનો ગ્રહણ ગુણ, ધર્માસ્તિકાયનો ગતિeતુત્વ, અધર્માસ્તિકાયની સ્થિતિહેતુત્વ, આકાશનો અવગાહના હેતુત્વ, કાલનો વર્તનાહેતુત્વ. ક્રમભાવી કહતાં અયાવદ્રવ્યભાવી, તે પર્યાય કહિછે. છે – કલ્પના અટકી પડે છે... કારણ કે જે આપણા જ્ઞાનનો વિષય બને છે તે તો આકાર વર્ણાદિ અવસ્થા જ બને છે. જે એ રૂપે પરિણમ્યું છે એ કેવું હશે? એ આપણી કલ્પનાનો વિષય બની શકતું જ નથી.
આવું જ જીવ અને પુલ માટે છે. આપણા જ્ઞાનનો જે કાંઈ વિષય બને છે એ આ બેના ગુણ-પર્યાય જ બને છે. જે આ ગુણ-પર્યાયરૂપે પરિણમે છે એ મૂળભૂત દ્રવ્ય (જીવ-પુદ્ગલ) કેવું હશે? એની આપણને કોઈ કલ્પના જ આવી શકતી નથી. એટલે, આમ મૂળભૂત જીવ-પુદ્ગલ દ્રવ્ય આપણા જ્ઞાનનો-વ્યવહારનો વિષય ન હોવાથી ગ્રન્થકારે એનો ઉલ્લેખ કર્યો નથી.
અથવા, આપેક્ષિકદ્રવ્યત્વ અંગે જ અન્યો સાથે મતભેદ હોવાથી એનો ઉલ્લેખ કરી સમાધાન કર્યું. મૂળભૂત જીવાદિ દ્રવ્યોના નિરપેક્ષદ્રવ્યત્વ અંગે કોઈ શંકા ન હોવાથી એનો ઉલ્લેખ કે સમાધાન કર્યા નથી, એમ પણ સમજી શકાય છે.
જે સમવાધિકારણ હોય તે દ્રવ્ય” આવી વ્યાખ્યા ન આપતાં ગ્રન્થકારે ‘ગુણપર્યાયનું ભાન એ દ્રવ્ય આવી વ્યાખ્યા આપી છે એનું કારણ આવું વિચારી શકાય છે કે કારણતાનું પેટ બહુ મોટું હોવાથી ઘણું ગૌરવ થાય. જેમ તૈયાયિકે શબ્દસમવાયારત્વે નાશવં છોડીને શબ્દાશયત્વમાં
રીત્વમ્ કહ્યું છે. તેમ -પર્યાયમવાયારત્વ દ્રવ્યત્વમ્ ના બદલે ગુખપર્યાયાશ્રયવં દ્રવ્યત્વમ્ કહેવામાં લાઘવ છે. આમ આવી વ્યાખ્યા કરવામાં તર્કસંગતિ તો છે જ, શાસ્ત્ર સંગતિ પણ છે એ દર્શાવવા માટે ગ્રન્થકારે તત્ત્વાર્થ સૂત્રોક્ત - TUપર્યાયવત્ દ્રવ્યમ્ સૂત્રનો ઉલ્લેખ કર્યો છે. અહીં એ ધ્યાન રાખવું કે આ પણ દ્રવ્યનું સ્વરૂપકથન છે. બાકી લક્ષણ તરીકે તો ગુણવત્ દ્રવ્યમ્ કે પર્યાયવદ્ દ્રવ્યમ્ આટલું જ આવશ્યક છે, કારણ કે એમાં લાઘવ છે અને અતિવ્યાપ્તિ થતી નથી. અથવા, છેવટે ગુણો પણ પર્યાય જ છે. માટે પર્યાયવત્ દ્રવ્યમ્ આટલું જ લક્ષણ માનવામાં કોઈ દોષ નથી.
દ્રવ્યનું આવું સ્વરૂપ દર્શાવનાર શ્રી જિનવાણીને રંગથી = વિશ્વાસથી મનમાં ધારો એવો ગ્રન્થકારનો આ ઢાળમાં ધ્રુવ ઉપદેશ છે. || ૧૦ ||
ગાથાર્થ દ્રવ્યમાં સહભાવી જે ધર્મ હોય તે “ગુણ' કહેવાય છે અને ક્રમભાવી જે ધર્મો હોય છે તે પર્યાય કહેવાય છે. આ ગુણ-પર્યાયો દ્રવ્યથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. જગતમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org