________________
૩૧
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૧ : ગાથા-૯
ટબો - સમ્મતિ-તત્ત્વાર્થ પ્રમુખ જે મોટા નિર્ઝન્થ-પ્રવચનરૂપ છો, તેહનો લવલેશમાત્ર એ લહો જે એ પ્રબંધમાંહિ બાંધ્યો છઈ. પણિ પરમારથઈ ગુરુવચનઈ રહ્યો. થોડું જાણીનઈ ગર્વ મ કરસ્યો. મંથન થન પ્રાપ્ત, તૃવત્ ચિંતે ગત્ એ દૃષ્ટાન્નઈ. અત એવ પણ આ ગ્રન્થને ભણી ને દ્રવ્યાનુયોગનો લેશ પામો. પણ એ પામવા માત્રથી સંતોષ નહીં પામી જતાં, કારણકે છેવટે એ પણ લેશ” રૂપ જ છે. વળી એ લેશથી અધિક મળવાની કદાચ સંભાવના ન હોય તો પણ, ‘હવે તો ભણવાનું બધું ભણાઈ ગયું. નવું કશું ભણવા મળવાનું નથી' એમ સંતોષ માનીને પણ ગુરુકુલવાસ ન છોડી દેવો, કારણકે એમાં સંયમનો મોટો જુગાર છે. . ૮. એટલે વિશેષાર્થીએ = દ્રવ્યાનુયોગ વગેરેના વિશેષ જ્ઞાનના અર્થીએ કે સંયમની વિશેષ નિર્મળતાના અર્થીએ ગુરુસેવા મૂકી દેવી નહીં - આવી હિતશિક્ષા ગ્રન્થકાર હવે પછીની ગાથામાં આપે છે -
ગાથાર્થ : શ્રીસમ્મતિપ્રકરણ, તત્ત્વાર્થાધિગમસૂત્ર વગેરે ગ્રન્થરૂપ જે જે મોટું નિર્ઝન્ય પ્રવચન (જૈનશાસ્ત્ર) છે તેનો આ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ તો એક અંશ માત્ર છે, એ ગ્રન્થોનો અને આ ગ્રન્થનો પરમાર્થ ગુરુવચનથી મેળવો. | ૧-૯ ||
વિવેચન : ગીતાર્થનિશ્રા - ગુરુનિશ્રા વગેરે પર ખૂબ ભાર આપ્યા પછી આ ગાથામાં ઢાળનો ઉપસંહાર કરતા ગ્રન્થકાર કહે છે- પ્રભુએ આપેલો બોધ દ્વાદશાંગીમાં ગૂંથાયો. પંચમકાળપડતાકાળને નજરમાં રાખીને જ્ઞાની પુરુષોએ કાળ-કાળે, દ્વાદશાંગીને અનુસાર તે તે ગ્રન્થોની રચના કરી છે. આવા ગ્રન્થોમાં શ્રી સમ્મતિ શ્રીતત્ત્વાર્થ વગેરે ગ્રન્થો પણ મહાર્થવાળા છે. દ્રવ્યાનુયોગનું સચોટ નિરૂપણ કરનારા છે. એને અનુસરીને એના અંશરૂપ મેં આ દ્રવ્યગુણપર્યાયનો રાસ રચ્યો છે. પણ એ ગ્રન્થો કે આ ગ્રન્થને સ્વયં વાંચી લેવાથી માત્ર શબ્દાર્થ મળી શકે - પરમાર્થ નહીં. પરમાર્થ તો ગુરુભગવંતની નિશ્રામાં રહીને, વિનય-શ્રદ્ધા-ભક્તિપૂર્વક ગુરુમુખે આ ગ્રન્થો સાંભળવામાંભણવામાં આવે તો જ મળી શકે છે. આશય એ છે કે ભાષાની અમુક મર્યાદા હોય છે. સીધો અર્થ અલગ મળતો હોય ને આગળ પાછળના અનુસંધાનથી અર્થ અલગ મળતો હોય એવું બનવું પૂરેપૂરું શક્ય છે. જેમકે – “થર્મોમીટર મૂક્યું.. ને બે ડીગ્રી બતાવી.. તો એ ખુશીથી ઝુમી ઊઠ્યો..” આટલું વાક્ય સાંભળવા પર સીધો અર્થ તો એવો જ મળે કે – બે ડીગ્રી તાવ એ ખુશીનું કારણ છે. આ અર્થ ખોટો છે એ સ્પષ્ટ છે. આ વાક્યની પૂર્વે બોલાયેલા “અડધો કલાક પહેલાં તાવ માપેલો ત્યારે ચાર ડીગ્રી હતો' આવા વાક્યના અર્થનું અનુસંધાન કરવામાં આવે તો જ રહસ્યાર્થ પામી શકાય કે બે ડીગ્રી તાવનો આનંદ નથી, પણ બે ડીગ્રી જેટલો તાવ જે ઉતરી ગયો છે એનો આનંદ છે. આવું જ શાસ્ત્રવચનો અંગે છે. અન્ય-અન્ય શાસ્ત્રોમાં આગળ-પાછળ જે વાતો કરી હોય એના અનુસંધાન વિના તે તે શાસ્ત્રોના પરમાર્થ પામી શકાતા નથી. શિષ્ય તો હજુ નવું નવું ભણી રહ્યો છે.. બધા શાસ્ત્રાર્થોને જાણકાર પણ નથી, એ અનુસંધાન શી રીતે કરે? ગુરુભગવંત શાસ્ત્રાર્થોના જાણ હોવાથી અનુસંધાન કરીને ચાલના-પ્રત્યવસ્થાન વગેરે દ્વારા પરમાર્થ આપી શકે. માટે ગુરુનિશ્રાએ જ ભણવું હિતકર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org