________________
૩)
ઢાળ-૧ : ગાથા-૯
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ कर्तुमिच्छोः श्रुतार्थस्य, ज्ञानिनोऽपि प्रमादिनः । વિનો થર્મયોગો ય, રૂછાયા સાહિતિઃ | શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય | ૩
ઈમ ઈચ્છાયોગઇ રહી અખ્ત પરઉપકારનઈ અર્થિ દ્રવ્યાનુયોગ વિચાર કહું છું. પર્ણિ એતલઈ જ સંતુષ્ટિ ન કરવી. ૧-૮ “વિશેષાર્થી ગુરુસેવા ન મૂકવી” ઈમ હિતશિક્ષા કહઈ છ0 -
સમ્મતિ તત્ત્વારથ મુખ ગ્રન્થ, મોટા જે પ્રવચન નિન્ય છે તેહનો લેશમાત્ર એ લહો, પરમારથ ગુરુ વયણે લાહો ! ૧-૯ .
તો તો ભૂલા જ ભટકવાનું થાય, એટલે એવું ન થાય એ માટે સ્વમતિકલ્પનાનો પરિહાર કરવો પડે.. અને એ પરિહાર કરવો છે, એ માટે હું દ્રવ્યાનુયોગમાં જે લીન રહું છું તે ગુરુચરણોમાં અધીન રહીને ( ગુરુપારતન્ય સ્વીકારીને) રહું છું. એટલે દ્રવ્યાનુયોગમાં રહેલી મારી આ લીનતા જ્ઞાનયોગરૂપ બને છે. વળી આ રીતે લીન રહેતાં રહેતાં શક્તિ-સંયોગ-ભાવના વગેરેને અનુસરીને હું જે કંઈ ક્રિયા વ્યવહાર સાધું છું - એ મારા માટે ક્રિયાયોગરૂપ બને છે. આમ આ બન્નેના સમન્વય સાધવાથી જે સર્વઆરાધકપણું મળે છે એથી હું કૃતકૃત્ય છું. અને એ જ અમારે મોટા આધારરૂપ છે, કારણકે આ રીતે ઇરછાયોગ સંપન્ન થાય છે.
શ્રીયોગદષ્ટિ સમુચ્ચયની ત્રીજી ગાથામાં ઈચ્છાયોગનું લક્ષણ આવું આપ્યું છે કે – જે જીવ ધર્મક્રિયા કરવાની ઇચ્છાવાળો છે, જેણે એ ધર્મક્રિયાના નિરૂપક શાસ્ત્રો ગીતાર્થ ગુરુભગવંત પાસે સાંભળેલા છે, અને એના કારણે જે તે તે ધર્મક્રિયાના સૂક્ષ્મ વિધિવિધાનનો જાણકાર બન્યો છે, છતાં પ્રમાદને પરવશ બની વિધિ-વિધાનની કચાશવાળી જે ધર્મક્રિયા કરે છે તે ક્રિયા ઇચ્છાનુયોગરૂપ જાણવી. (આનાથી ઊંચી કક્ષાના બીજા બે શાસ્ત્રયોગ-સામર્થ્યયોગ છે તે જાણવું.)
અહોભાવથી આપણું માથું ઝુકી જાય એવી ગ્રન્થકારની આ લઘુતા છે કે પોતાના કાળમાં અને પછીના આજ સુધીના કાળમાં સર્વમાન્ય ગીતાર્થ હોવા છતાં તથા અપેક્ષાએ સર્વાધિક જ્ઞાની હોવા છતાં પોતે દ્રવ્યાનુયોગનો લેશમાત્ર જ પામ્યા છે એમ તેઓ કહે છે. વળી તેઓ ક્રિયોદ્ધારમાં સહાયક જે બન્યા હતા, તે એમની કંઈક પણ અપ્રમત્તતાને જણાવે છે. છતાં તેઓ પોતાને ઈચ્છાયોગી જણાવી રહ્યા છે. (શ્રીહરિભદ્રસૂરિ મહારાજે પણ પોતાને શ્રીલલિતવિસ્તરામાં ઇચ્છાયોગી જણાવ્યા છે.) ગ્રન્થકારની આ નમ્રતા તેઓશ્રીએ દ્રવ્યાનુયોગનું કોરું જ્ઞાન જ નથી મેળવ્યું પણ એને આત્મામાં પરિણામ પમાડીને અહંકારાદિરૂપ મોહને મોળો પાડવારૂપે એનું ફળ પણ મેળવ્યું છે, એનું સૂચન કરે છે.
આમ, ઇચ્છાયોગમાં રહીને હું પરોપકાર કરવા માટે દ્રવ્યાનુયોગનો વિચાર કરું છું. (એ વિચારને જણાવનાર દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ નામના ગ્રન્થને રચું છું.) હે અધિકારી જીવો! તમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org