________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૧ : ગાથા-૮
એ કારણે ગુરુચરણ-અધીન, સમય સમય ઇણિ યોગó લીન । સારૂં જે કિરિયા વ્યવહાર, તેહ જ અમ્ડ મોટો આધાર ।।૧-૮॥ ટબો - એ દ્રવ્યાનુયોગની લેશથી પ્રાäિ પોતાના આત્માનઇ કૃતકૃત્યતા કહઇ છઇદ્રવ્યાનુયોગની બળવત્તાનઇ હેતઇ ગુરુચરણનઇ અધીન થકા, એણઇ કરી મતિકલ્પના પરિહરી-સમય સમય ઇણિ યોગઇ દ્રવ્યાનુયોગઇ, લીન=આસક્ત થકા, જે ક્રિયાવ્યવહાર સાધું છું તેહિ જ અમ્હનઇ મોટો આધાર છઇ, જે માર્ટિ-ઇમ ઇચ્છાનુયોગ સંપજઇ. તખ઼ક્ષામ્
તે કારણે
=
એક-એક વાતનું આધિક્ય ને એક-એક વાતનું હીનત્વ આવ્યું. પણ ક્રિયાશૂન્યજ્ઞાન સૂર્યસમાન છે ને જ્ઞાનશૂન્યક્રિયા આગિયા જેવી છે એવું જ્ઞાનીઓનું વચન જણાવે છે કે ક્રિયાની અપેક્ષાએ જ્ઞાન એ ખૂબ જ ખૂબ મોટો ગુણ છે અને તેથી, ક્રિયામાં કંઈક ન્યૂન એવા પણ ગીતાર્થ, જ્ઞાનશૂન્ય (અગીતાર્થ) ક્રિયાચુસ્ત સાધક કરતાં અત્યધિક ગુણવાન્ હોવાથી અગીતાર્થે તો એમની નિશ્રામાં જ રહેવું પડે. માટે આ ગાથા અગીતાર્થ માટે નથી.
૨૯
હવે, ગીતાર્થ માટે વિચારીએ તો - પોતે કોઈ પરિસ્થિતિવશાત્ એકલા પડી ગયા છે.. તો સ્થવિરકલ્પીને એકલા વિચરવાની અનુજ્ઞા ન હોવાથી અધિકગુણી કે સમાનગુણી ગીતાર્થો સાથે જોડાઈ જવાનું હોય. (આમાં પણ, ગચ્છવાસ વગેરેના કારણે તે તે કાળે જે દોષ ક્ષન્તવ્ય ગણાતા હોય એવા દોષ હોય તો પણ એ ગીતાર્થોને છેવટે સમાનગુણી તો ગણવાના જ). પણ આવા ગીતાર્થો હાલ દૂરના પ્રદેશમાં વિચરી રહ્યા છે.. ને પોતે ત્યાં પહોંચતા કેટલોક કાળ લાગે એવો છે.. તો એમને ભેગા થવા માટે જે વિહાર કરવો પડે, એમાં કોઈક શિથિલ પાસસ્થા વગેરેનો સાથ મળતો હોય તો એમની પણ સાથે જવું, પણ એકલા વિહાર ન કરવો. માત્ર એ પાસસ્થા વગેરેનો અત્યંત કુસંગ હોય કે પરિસ્થિતિ જ એવી હોય સામાન્ય પાસસ્થા વગેરેની પણ સોબત શક્ય ન હોય તો જ એકાકી વિહાર કરવો અને યથાશક્ય ઝડપથી સમાનગુણી ગીતાર્થોને ભેગા થઈ જવું.. પણ વધારે કાળ એકલા ન રહેવું.. એવો એ ગાથાનો રહસ્યાર્થ છે. છા
ગાથાર્થ : એ કારણે સદ્ગુરુના ચરણોને આધીન રહીને, હંમેશ માટે આ જ્ઞાનયોગમાં તલ્લીન રહીને હું જે ક્રિયાવ્યવહાર સાધું છું તે જ અમારા જેવા સાધકો માટે મોટો આધાર છે. ।। ૧-૮ ||
વિવેચન : આ દ્રવ્યાનુયોગની પોતાને લેશથી પણ જે પ્રાપ્તિ થઈ છે તેનાથી પોતાના આત્માને કૃતકૃત્યતા અનુભવાય છે એ વાત આ આઠમી ગાથામાં ગ્રન્થકાર કહી રહ્યા છે.
એ કારણે = દ્રવ્યાનુયોગ ચરણકરણાનુયોગાદિ કરતાં બળવાન હોવાથી (અથવા પ્રબળ એવા મોહરાજા કરતાં પણ બળવાન્ હોવાથી.. અને તેથી આત્મામાં રહેલા મોહને મોળો પાડતો હોવાથી) હું સમય-સમય દ્રવ્યાનુયોગમાં લીન રહું છું. પણ એમાં ય જો સ્વમતિકલ્પના ઘુસી જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org