________________
ઢાળ-૧ : ગાથા-૭
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ એટલો વિશેષ - જે ચરણકરણાનુયોગદષ્ટિ નિશિથ-કલ્પ-વ્યવહાર-દષ્ટિવાદાધ્યયનઈ જઘન્ય મધ્યમોત્કૃષ્ટ ગીતાર્થ જાણવા. દ્રવ્યાનુયોગદૃષ્ટિ તે સત્યાદિ તર્કશાસ્ત્રપારગામી જ ગીતાર્થ જાણવો. તેહની નિશ્રાઈ જ અગીતાર્થનઈ ચારિત્ર કહિયું. ll૧-૭
શંકા : શાસ્ત્રોમાં તો નિશીથ વગેરેના અધ્યયનથી ગીતાર્થ બનાય એમ કહ્યું છે, તો તમે કેમ સમ્મતિ વગેરેના અધ્યયનથી ગીતાર્થ બનાય એમ કહો છો ?
સમાધાન - સાધનામાં બે માર્ગ છે-આચારમાર્ગ (ક્રિયામાર્ગ-ચરણકરણ) અને વિચારમાર્ગ (જ્ઞાનમાર્ગ-દ્રવ્યાનુયોગ). બંનેમાં ગીતાર્થનું માર્ગદર્શન અતિઆવશ્યક છે, એ વિના સાચી સાધના નથી. એમાં પ્રથમ જે ચરણકરણાનુયોગ છે એની અપેક્ષાએ – નિશીથસૂત્રના જાણકાર મહાત્માઓ જઘન્ય ગીતાર્થ છે, કલ્પ-વ્યવહાર સૂત્રના જાણકાર મહાત્માઓ મધ્યમગીતાર્થ છે અને દૃષ્ટિવાદના જાણકાર મહાત્માઓ ઉત્કૃષ્ટ ગીતાર્થ છે.
આમાં એ જાણવા જેવું છે કે માત્ર તે તે ગ્રન્થ વાંચી - સાંભળી લેવાથી ગીતાર્થ બની જવાતું નથી. પણ એના પદાર્થો ઉપસ્થિત કર્યા હોય – અનુપ્રેક્ષા વગેરે દ્વારા પરિશીલન કર્યું હોય, દ્રવ્ય-ક્ષેત્રાદિને પરખવાની ક્ષમતા કેળવેલી હોય, અને એ પરખીને નિશીથ વગેરે ગ્રન્થાનુસાર ઉત્સર્ગ અપવાદનો નિર્ણય કરવાનો ક્ષયોપશમ પ્રગટાવ્યો હોય એ જ ગીતાર્થ છે.
દ્રવ્યાનુયોગની અપેક્ષાએ વિચારીએ તો - સમ્મતિ વગેરે તર્કશાસ્ત્રોનો જે પારગામી છે (તે તે દર્શનોમાં આત્મા વગેરેનું કેવું સ્વરૂપ કહ્યું છે ? એમાં કયા દર્શનની કઈ નદષ્ટિ છે? બધાનો સમન્વય કરીને પ્રમાણદષ્ટિએ આત્મા વગેરેનું સ્વરૂપ શું છે ? આ બધામાં જે નિષ્ણાત બન્યા છે) તે ગીતાર્થ છે.
એટલે ગીતાર્થ મહાત્માઓમાં આ બે પ્રકારની વિશેષતાઓ જાણવી. શંકા - શ્રીદશવૈકાલિકસૂત્ર વગેરેમાં તો જણાવ્યું છે કે - ण या लभेजा निउणं सहायं गुणाहियं वा गुणओ समं वा । इक्कोवि पावाइं विवजयंतो विहरिज कामेसु असजमाणो ॥
અર્થ : પોતાના કરતાં અધિક ગુણવાળા કે સમાનગુણવાળા સાધકો નિપુણ સંઘાટક તરીકે ન મળે તો પાપને વર્જવાપૂર્વક અને વિષયોમાં આસક્ત થયા વિના એકાકી પણ વિહરવું..
એટલે, ગચ્છમાં તો અનેક દોષ લાગતા હોવાથી બધા મહાત્માઓ નિર્દોષ ચર્યાવાળા મહાત્મા કરતાં અધિક કે સમાન ગુણવાળા હોતા નથી એ સ્પષ્ટ છે. તો એમને છોડીને એકલા વિહરવાની અહીં વાત કરી જ છે ને ?
સમાધાન - પોતે નિર્દોષચર્યા ગુણમાં અધિક છે તો જ્ઞાનગુણમાં હીન છે. ગચ્છમાં રહેલા ગીતાર્થો કદાચ નિર્દોષચર્યામાં થોડા ન્યૂન છે તો જ્ઞાનગુણમાં અધિક છે. એટલે બન્નેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org