________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૧ : ગાથા-૭
એહનો જેણઈ પામિઓ તાગ, ઓઘઈ એહનો જેહનઈ રાગ | એ બે વિન ત્રીજો નહીં સાધ” ભાષિઓ સમ્મતિ અરથ અગાધ ૧-૧-૭
ટબો – જ્ઞાન વિના ચારિત્રમાત્રિ જે સંતુષ્ટ થાઈ છઈ, તેહનાં શિક્ષા કહઈ છઇ:
“એહનો-દ્રવ્યાનુયોગનો, જેણઈ તાગ પામિઓ, સમ્મતિ પ્રમુખ તર્કશાસ્ત્ર ભણીનઈ જે ગીતાર્થ થયો તેહ, તથા ઓઘઇ=સામાન્ય પ્રકારો, એહનો=દ્રવ્યાનુયોગનો જેહનાં રાગ છો તે ગીતાર્થનિશ્રિત. એ બે વિના ત્રીજો સાધુ (સાધક) નહીં.” એહવો અગાધ અર્થ સમ્મતિ મધ્ય ભાષિઓ છઈ. તે માટઇ જ્ઞાનવિના ચારિત્ર જ ન હોઈ. उक्तं च - गीयत्थो य विहारो, बीओ गीयत्थनिस्सिओ भणिओ ।
રૂત્તો તફવિહારો, નાગુIો નિવેદિં છે વ્યવહારસૂત્ર ર-૩૦ || ભાગ-૨ પુસ્તકમાં તથાકાર સમાચારીના વિવરણમાં વિચારેલી છે (ત્યાંથી જોઈ લેવી.) પણ ગુરુનિશ્રા ન હોય તો આ બધા લાભ શી રીતે મળે ? માટે ગુરુનિશ્રા ક્યારેય છોડવી નહીં, એ અહીં ઉપદેશ જાણવો. | ૬ ||
ગાથાર્થ : જે આત્માઓ આ દ્રવ્યાનુયોગનો તાગ=ઊંડો રહસ્યાર્થ પામ્યા છે, અને ઓધે સામાન્યથી જે આત્માઓને આ દ્રવ્યાનુયોગ પામવાનો રાગ= પ્રબળ ઇચ્છા છે (ને તેથી એ ભણવા માટે ગુરુનિશ્રામાં જ રહેવાનો નિશ્ચય છે).. આ બે પ્રકારના જીવો સિવાયના ત્રીજા કોઈ જીવો સાચા સાધક-સાધુ નથી એવો અગાધ અર્થ શ્રી સમ્મતિમાં કહ્યો છે. તે ૧-૭ |
વિવેચન : પ્રથમ ક્રિયાયોગ પમાય છે, વળી અપેક્ષાએ ક્રિયાયોગ સરળ છે, આવા બધા કારણે તથા પોતાની મધ્યમકક્ષાના કારણે જેઓ જ્ઞાનયોગની ઉપેક્ષા કરી માત્ર ચારિત્રપાલનથી જાતને કૃતકૃત્ય માની લે છે તેવા સાધકોને ગ્રન્થકાર ચેતવણી આપે છે કે –
સમ્મતિ વગેરે દર્શનશાસ્ત્રો ભણીને જે ગીતાર્થ બન્યો છે – ને એના દ્વારા જે દ્રવ્યાનુયોગનો તાગ=ઊંડા રહસ્ય પામ્યો છે તે પ્રથમ સાધક છે. તથા ઓધે-સામાન્ય પ્રકારે જેમને દ્રવ્યાનુયોગ પામવાનો તલસાટ છે ને એ માટે ગુરુનિશ્રામાં જે રહ્યો છે એ બીજો સાધક છે. આમ આ ગીતાર્થ અને ગીતાર્થ નિશ્રિત વિના ત્રીજો કોઈ સાચો સાધુ હોતો નથી. અર્થાત્ જે ગીતાર્થ નથી - ગીતાર્થ નિશ્રિત પણ નથી એમાં સાચું સાધુપણું હોતું નથી. આવો અગાધ અર્થ સમ્મતિતર્ક ગ્રન્થમાં કહેલો છે.
શ્રી વ્યવહાર સૂત્ર (૨-૩૦) માં પણ કહ્યું છે કે - પહેલો ગીતાર્થ વિહાર કહ્યો છે અને બીજો ગીતાર્થ નિશ્રિત વિહાર કહ્યો છે. આ સિવાયના (એકલા અગીતાર્થોના) ત્રીજા વિહારની શ્રી જિનેશ્વરભગવંતોએ અનુજ્ઞા આપી નથી. (અને જેમાં શ્રીજિનેશ્વરદેવોની અનુજ્ઞાઆજ્ઞા ભળેલી ન હોય એ તો આત્મહિતકર બની શકતું જ નથી એ વાત પ્રસિદ્ધ છે.)
માટે હે મધ્યમજીવો ! તમારે સાધનામાર્ગથી જો બહાર ફેંકાઈ જવું ન હોય તો તમે દ્રવ્યાનુયોગ ભણી સ્વયં ગીતાર્થ બનો અને એ બનવા માટે ગીતાર્થ ગુરુની નિશ્રામાં રહો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org