________________
૨૬
ઢાળ-૧ : ગાથા-૬
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ તે માર્ટિ એહ જ દ્રવ્યાનુયોગ આદરો, પણિ સદ્ગુરુ વિના સ્વમતિકલ્પનાઈ ભૂલા મ ફિરસ્યો. દા
ઊતરતો જાય છે તેમ તેમ મોહનો વધુ ને વધુ વિલય થતો જાય છે ને તેથી એને પોતાના આત્મામાં પણ એવું જ શુદ્ધસ્વરૂપ પડેલું હોવાનું સંવેદન થાય છે. માટે પ્રવચનસારમાં “શો નારિ મખ્વાર્થ' તે પોતાના આત્માને જાણે છે' એમ કહ્યું છે. સિદ્ધ પરમાત્માઓના શુદ્ધસ્વરૂપની પોતાના આત્મામાં પણ આવી સમાનતા થવી એ સિદ્ધસમાપત્તિ કહેવાય છે. એ શુકલધ્યાનનું ફળ છે.
આમ જ્ઞાનમાર્ગ, ક્રિયામાર્ગ કરતા સેંકડો-હજારો ગણો વધારે ઉપકારક હોવાથી અને જીવને ઠેઠ અંતિમફળ મોક્ષ સુધી પહોંચાડનાર હોવાથી જ્ઞાનમાર્ગના પ્રબળ ઉપાયરૂપ દ્રવ્યાનુયોગને અવશ્ય આદરો, એમ ગ્રન્થકાર કહે છે. પણ સદ્ગુરુ વિના સ્વમતિકલ્પનાથી ભૂલા ન ભટકશો.
આશય એ છે કે સાધના માટે ઉદ્યમશીલ બનેલા સાધકોમાંથી પણ બહુ થોડા જીવો જ પંડિત હોય છે, બાકીના જીવો તો ક્યાં તો મધ્યમ ને ક્યાં તો બાળ જ હોય છે. એમાંથી બાળજીવોની તો સમજવા માટેની કોઈ વિશેષ કક્ષા જ નથી. પણ મધ્યમજીવો પણ, વૃત્તને–સૂક્ષ્મકાળજી ભરેલા ચરણકરણના પાલનને જ મહાનું માનતા હોવાથી દ્રવ્યાનુયોગને ગૌણ માનનારા હોય છે. એમની મતિ, દ્રવ્યાનુયોગ ન સાધીએ તો ચાલે, પણ ચરણકરણ તો એકદમ નિર્દોષ જ રાખવાના” આવું જ સૂઝાડતી હોય છે. એટલે તેઓ જો સદ્ગુરુનું શરણ ન લે અને સ્વમતિકલ્પના મુજબ જ સાધના કરવા ચાહે તો, શુકલધ્યાન દ્વારા પરમાનંદને પમાડનારા દ્રવ્યાનુયોગ સાધવાના શુભપંથને છોડી, આવા મહિમાવંતા દ્રવ્યાનુયોગની પણ ઉપેક્ષા અવહીલના કરવાના અશુભપંથે જ જઈ ચડે છે. ને પછી સાધ્યથી તો ક્યાંય ના ક્યાંય દૂર ફેંકાઈ જાય છે. એટલે ગ્રન્થકાર સાધકોને સલાહ આપે છે કે સદ્ગુરુની નિશ્રામાં રહેજો.. પણ સ્વમતિકલ્પનાથી ભૂલા ના ભટકશો.
પણ સદ્ગુરુ વિના..” આ પંક્તિનો આવો અર્થ પણ થઈ શકે છે કે - “આ દ્રવ્યાનુયોગ દ્રવ્ય-ગુણ-પર્યાયની સૂક્ષ્મ-સૂક્ષ્મ જયોની વિચારણાથી ગૂંથાયેલો હોવાથી સરુની નિશ્રાએ જ ભણવો. પણ સ્વમતિકલ્પનાથી એનો અર્થ કરવા ગયા તો ક્યાંય ભૂલા ભટકાઈ જશો. માટે એ રીતે ભૂલા ના ભટકશો” પણ આ વાત આગળ આ જ ઢાળની નવમી ગાથામાં કહેવાના છે.
માવજીવ માટે ગુરુકુલવાસ છોડવો ન જોઈએ. એને ન છોડનારા ધન્ય છે ગુરુકુલવાસમાં રહેલાને શું શું લાભ થાય છે ? એનું સુંદર માર્ગદર્શન શ્રીઉપદેશમાળામાં, ગ્રન્થકારશ્રીના સાડાત્રણસો ગાથાના સ્તવન વગેરેમાં આપેલું છે.
ગુર્વાજ્ઞાપાતંત્ર્ય એ જ સંયમ છે, ગુર્વાજ્ઞા ભળેલી હોય તો જ આપણી ધર્મક્રિયાઓ આરાધના' રૂપ બને છે. શાસ્ત્રવચન (=શબ્દાત્મક જિનાજ્ઞા) કરતાં ગુરુવચન (ગુર્વાજ્ઞા કે જેમાં ઐદંપર્યાર્થરૂપ જિનાજ્ઞા ભળેલી જ હોય છે) બળવાનું છે. આ બધી વાતો મેં મારા દશવિધ સામાચારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org