________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૧ : ગાથા-૬
અરિહંતપદ ધ્યાતો થકો, દબૃહ ગુણ પક્ઝાય રે,
ભેદ છેદ કરી આતમા અરિહંતરૂપી થાય રે. આ બે ગ્રન્થોમાં મોહવિલય અને ભેદછેદ જે કહ્યા છે એને સમજવાનો આપણે પ્રયાસ કરીએ. જીવને સુખ મેળવવાના બે સ્થાન છે. પુદ્ગલના રૂપ-રસ વગેરે ગુણો અને આત્માના જ્ઞાનાદિ ગુણો. ધર્માસ્તિકાય વગેરેની ગતિ વગેરે માટે જીવ ઉપયોગ કરી લે છે, પણ સુખ માટે એના ગુણોનો ઉપભોગ ક્યારેય કરતો નથી. એટલે પુદ્ગલગુણો અને આત્મગુણો. આ બે જ બાકી રહ્યા.. “સુખ તો પૌદ્ગલિક જ હોય.. સુખ પુદ્ગલમાંથી જ મળેપુદ્ગલ સિવાય અન્ય
ક્યાંયથી સુખ મળી શકે જ નહીં.” આવી બધી કલ્પના જીવમાં અનાદિકાળથી અત્યંત ગાઢ રીતે આત્મસાત્ થયેલી હોય છે. કોઈ જ પુદ્ગલ નહીં. રૂપ-રસ વગેરે કોઈ જ વિષય નહીં. અને છતાં સુખ હોય. આ વાત કોઈપણ રીતે એના દિલમાં જામી શકતી જ નથી. આ વાત એના માટે શશશૃંગ જેવી હોય છે. માટે તો આવી ભૂમિકામાં રહેલા જીવોને પુદ્ગલાનંદી કહેવાય છે. આવી માન્યતાના કારણે એને પુદ્ગલનું અતિ-અતિ ગાઢ વળગણ હોય છે. અને એટલે જ એને આત્મતત્ત્વની કાંઈ જ પડી હોતી નથી. બીજાના આત્માની તો કોઈ ચિંતા-કાળજી એને હોતા જ નથી.. પણ જો પુદ્ગલ મળતું હોય તો પોતાના આત્માની પણ એને કોઈ જ ચિંતા હોતી નથી. એને મન પુદ્ગલ એ જ સર્વસ્વ હોય છે. પુદ્ગલરસિકતાના કારણે એ ખુદના આત્માને ઘોર નુકશાન કર્યા જ કરતો હોય છે. એટલે આત્માની ઘોર નકરી ઉપેક્ષા.. અને પુદ્ગલનું ગાઢ-ગાઢઅતિગાઢ આકર્ષણ. આ સંસારી જીવોની પરિસ્થિતિ હોય છે. ટૂંકમાં આત્મપરા મુખતા અને પુદ્ગલાભિમુખતા.. આ પરિસ્થિતિ હોય છે. એને ઊલટાવવી એ સાધના છે.
પૌગલિક સુખ મોહોદયજન્ય હોય છે, ક્ષણિક હોય છે, અસાર હોય છે, તૃપ્તિને નહીંઅતૃપ્તિને વધારનાર હોય છે, પરાધીન હોય છે તેને તેથી એને મેળવવાની લ્હાયમાં ડગલે ને પગલે પાપ કરવા પડતા હોય છે), રાગ-દ્વેષ કરાવનાર હોય છે, ચીકણાં કર્મો બંધાવનાર હોય છે ને પરિણામે દુર્ગતિમાં ભટકાવી જીવને દુ:ખી દુ:ખી કરી દેનાર હોય છે. આવી બધી જે વાસ્તવિકતા છે તે પુદ્ગલાનંદી જીવને સ્વમમાં પણ એક ક્ષણ માટે પણ દિલમાં જામતી નથી.
આની સામે આત્મિક સુખ મોહનીયના ક્ષય-ઉપશમ કે ક્ષયોપશમજન્ય હોય છે, અક્ષણિક હોય છે, સારભૂત હોય છે, પરમતૃપ્તિને આપનાર હોય છે, બિલકુલ સ્વાધીન હોય છે, તેને તેથી એને મેળવવા કોઈ જ પાપ કરવું પડતું નથી), રાગ-દ્વેષને મારનાર હોય છે, ચીકણાં કર્મોની નિર્જરા કરાવનાર હોય છે. ને પરિણામે જીવને સદ્ગતિની પરંપરા દ્વારા શિવગતિના શાશ્વત સુખ સુધી પહોંચાડનાર હોય છે. પણ ગાઢ પગલાકર્ષણ આ સુખ તરફ જીવની નજર જ જવા દેતું નથી. સર્વોચ્ચ આત્મગુણોનો સરવાળો એટલે અરિહંત પરમાત્મા. એટલે રસપૂર્વક જે અરિહંતના સ્વરૂપમાં ડૂબકીઓ મારે છે ને એમાં આનંદ માણે છે અને આત્માનું - આત્મગુણોનું આકર્ષણ વધવા માંડે છે ને પુદ્ગલગુણોનું આકર્ષણ ઘટવા માંડે છે. પુદ્ગલરસિકતા તૂટતી જાય છે ને આત્મરસિકતા વધતી જાય છે. આ જ મોહનો વિષય છે. જેમ જેમ એ અરિહંતના સ્વરૂપમાં વધુ ને વધુ ઊંડો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org