________________
૨૪
ઢાળ-૧ : ગાથા-૬
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ દ્રવ્યાદિકની ચિંતાઈ શુકલધ્યાનનો પણિ પાર પામિઇ, જે માર્ટિ-આત્મદ્રવ્ય-ગુણપર્યાયભેદચિંતાઈ શુકલધ્યાનનો પ્રથમ ભેદ હોઈ, અનઈ તેહની અભેદચિંતાઈ દ્વિતીય પાદ હોઈ, તથા શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયની ભાવનાઈ “સિદ્ધસમાપત્તિ” હોઈ તે તો શુકલધ્યાનનું ફલ છઈ.
प्रवचनसारेऽप्युक्तम्-जो जाणदि अरिहंते दव्वत्त गुणत्त पज्जयंतेहिं । सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं ॥१-८०।।
હેય-ઉપાદેયની સંવેદના છે જે પાપવિરામની રુચિ-ઝંખના કરાવે છે... આ રુચિ ક્રમશઃ અંતરાય તોડીને નિવૃત્તિ-પ્રવૃત્તિરૂપ ક્રિયા-આચાર લાવી આપે છે. એટલે એનું જ્ઞાન તો એને ઉપકાર કરે જ છે, ઉપકારશૂન્ય નથી. એમ ભલે સમ્યક્ત પણ ન હોય, છતાં મિથ્યાત્વ મંદ હોય તો અષ્ટપ્રવચનમાતાના જ્ઞાનથી માંડીને ૯ પૂર્વ સુધીનું જ્ઞાન સમ્યક્તને પ્રગટાવી શકે છે. ક્રમશઃ સંયમ પણ લાવી આપે છે. માટે એ પણ ઉપકારશૂન્ય નથી. તેથી અહીં અભવ્ય-દુર્ભવ્ય જેવા ગાઢ મિથ્યાત્વીના જ્ઞાનને જ ઉપકારશૂન્ય માનવું. આવા દીપકસમ્યક્તીનો શંકાકારે ઉલ્લેખ કર્યો છે, એમ જાણવું.
શંકાકારે જે શંકા કરી છે એનો જવાબ આપતાં ગ્રન્થકારે જે કહ્યું છે કે – દ્રવ્યાદિનું ચિંતન કરતાં કરતાં જીવ શુકલધ્યાનનો પણ પાર પામે છે, તેમાં કારણ આ છે કે આત્મદ્રવ્યનો એના ગુણ-પર્યાયથી જે ભેદ છે એની સૂક્ષ્મ-સૂક્ષ્મતર એકાગ્રતાવાળી વિચારણા એ શુકલધ્યાનનો પૃથÇવિતર્ક સવિચાર નામનો પહેલો પાયો છે. અને જ્યારે દ્રવ્યથી ગુણ-પર્યાયના અભેદની પ્રધાનતાવાળી એકાગ્ર વિચારણા કરે છે ત્યારે શુકુલધ્યાનનો બીજો પાયો પ્રાપ્ત થાય છે. આ બંને પાયા કેવલજ્ઞાનનું પ્રધાનતમ કારણ છે.
ક્રિયાચુસ્તતાનો આગ્રહ રાખીને દ્રવ્યાનુયોગથી જે વંચિત રહે છે એ આવા લાભથી પણ વંચિત રહે છે. દ્રવ્યાનુયોગ વિનાની માત્ર ક્રિયાચુસ્તતાથી તો આવું સારભૂતફળ મળી શકતું નથી. એ વાત આગળ આવી ગઈ છે. દ્રવ્યાનુયોગધર પરિણામમાં કાંઈ ઊણા નથી, બાહ્ય સંયમમાં કદાચ થોડા ઊણા છે. પણ એટલા માત્રથી કાંઈ સર્વથા અસંયમી અને સમ્યકત્વશૂન્ય ગાઢ મિથ્યાત્વી નથી કે જેથી એમના સમ્યકત્વને દીપકસમ્યકત્વ કહી શકાય, અને સ્વની અપેક્ષાએ બિલકુલ નિષ્ફળ કહી શકાય. ઉપદેશમાળામાં દીપકસમ્યક્તીની નહીં, પણ આવા ક્રિયાહીનની વાત છે. ને એ તો સારો છે જ.
તથા, શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયની ભાવનામાં આગળ વધતાં જે સિદ્ધસમાપત્તિ થાય છે તે તો શુકલધ્યાનનું ફળ છે. શ્રી કુંદકુંદાચાર્યપ્રણીત પ્રવચનસાર (૧-૮૦) માં પણ કહ્યું છે કે – જે સાધક અરિહંત પરમાત્માને દ્રવ્યત્વ-ગુણત્વ અને પર્યાયત્વ વડે જાણે છે તે પોતાના આત્માને જાણે છે. તે આત્માનો મોહ અવશ્ય લય = વિલય પામે છે. ગ્રન્થકાર શ્રીયશોવિજયજી મહારાજે પણ નવપદજીની પૂજામાં કહ્યું છે કે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org