________________
૨૩
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૧ : ગાથા-૬ દ્રવ્યાદિક ચિંતાઈ સાર, શુક્લધ્યાન પણિ લહિઈ પાર / તે માટેિ એહિ જ આદરો, સગુરુ વિણ મત ભૂલા ફરો ૧-૬ll
ટબી - કોઈ કહસ્થઈ, જે “ક્રિયાહીન જ્ઞાનવંતનઈ ભલો કહિયો, તે દીપકસમ્યકત્વની અપેક્ષાઈ, પણિ ક્રિયાની હીનતાઈ જ્ઞાનથી પોતાનો ઉપકાર ન હોઈ” તે શંકા ટાલવાનઈ દ્રવ્યાદિ જ્ઞાન જ શુકલધ્યાન દ્વારઇ મોક્ષકારણ, માટેિ ઉપાદેય છઇઈમ, કહઈ છઇ.
જબ નવિ હોવે પ્રભાવક એહવા, તબવિધિપૂર્વ અનેક,
યાત્રાપૂજાદિક કરણી કરે, તેહ પ્રભાવક છેક.. આ રાસની પંદરમી ઢાળમાં ખુદ ગ્રન્થકાર પણ ક્રિયાહીન જ્ઞાનાધિકને સૂર્યસમાન અન ક્રિયાચુસ્ત જ્ઞાનહીનને આગીયા સમાન કહી આ બે વચ્ચેનું અંતર જણાવવાના છે. | ૫ |
ગાથાર્થ : દ્રવ્ય-ગુણ-પર્યાયનું ચિંતન કરનારો સાધક, સાધનાના સારભૂત શુકલધ્યાનનો પણ પાર પામે છે. તે માટે આ દ્રવ્યાનુયોગને જ આદરી. સદ્ગુરુ વિના ભૂલા ન ફરો. I૧-૬ll
વિવેચન : કોઈ આવી શંકા કરે કે - ઉપદેશમાળામાં ક્રિયાહીનજ્ઞાનીને જે ભલો કહ્યો છે તે દીપકસમ્યકત્વની અપેક્ષાએ કહ્યો છે. અર્થાત્, “દીવાતળે અંધારું ન્યાયે પોતાની નીચે ભલે અંધારું હોય, પણ બીજાઓને તો પ્રકાશ મળતો હોવાથી બીજાઓ પ્રશંસે જ. એમ જ્ઞાનને જો પોતાના તરફ વાળવામાં આવે તો જ્ઞાનસ્ય ફલ વિરતિઃ ન્યાયે પાપ-દોષ-અતિચારથી વિરમવાનું આવે જ. ક્રિયાહીન જ્ઞાની દોષથી વિરમતા નથી એ જ સૂચવે છે કે જ્ઞાનપ્રકાશ માત્ર બહાર ફેલાઈ રહ્યો છે, અંદર તરફ વળતો નથી. આનો અર્થ એ થયો કે આવો જ્ઞાની દીપક તુલ્ય છે. એટલે કે દીપકસમ્યકત્વી છે. એના પ્રકાશમાં બીજાઓ જુએ છે અને એ રીતે એના જ્ઞાનનું ફળ બીજાઓ મેળવે છે. એટલે બીજાઓની અપેક્ષાએ ભલે એ પ્રશંસનીય છે. પણ પોતાને તો જ્ઞાનનું ફળ મળતું નથી. માટે પોતાની અપેક્ષાએ તો એ “ભલો' શી રીતે ? કોઈ આવી શંકા કરે તો એને ટાળવા માટે ગ્રન્થકાર કહે છે કે દ્રવ્યાદિનું જ્ઞાન જ શુકલધ્યાન દ્વારા મોક્ષનું કારણ બને છે. માટે એ ઉપાદેય છે.
[સમ્યકત્વ ૩ પ્રકારનાં કહેવાયેલાં છે (૧) કારકસમ્યકત્વ : વિરતિધરનું સમ્યકત્વ કારકસમ્યકત્વ કહેવાય છે, કારણ કે પાપવિરામ કરાવે છે. (૨) રોચકસમ્યકત્વ : અવિરતસમ્યકત્વનું સમ્યકત્વ રોચકસમ્યકત્વ કહેવાય છે, કારણ કે પાપવિરામની રુચિ કરાવે છે. (અલબત્ અપ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદય વગેરે કારણે પાપવિરામ થતો નથી, એ એક અલગ વાત છે.) (૩) દીપકસમ્યકત્વ : પોતે મિથ્યાત્વી છે. છતાં શાસ્ત્રબોધ-વાકછટા વગેરેના પ્રભાવે બીજાઓમાં સમ્યકત્વનો પ્રકાશ ફેલાવે છે. માટે એને દીપકસમ્યક્ત કહેવાય છે.]
અલબત્ રોચકસમ્યવી પણ ક્રિયાહીન છે, છતાં શંકાકારે એનો ઉલ્લેખ ન કરતાં દીપકસમ્યક્તીનો ઉલ્લેખ એટલા માટે કર્યો છે કે રોચકસમ્યક્તીને જ્ઞાનની સંવેદના છે. અર્થાત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org