________________
૨૨
ઢાળ-૧ : ગાથા-પ
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
પણ આત્મહિતેચ્છુઓ સેવા કરે છે.) (જ્ઞાન અને ક્રિયા ઉભયગુણને જે સાધનારો છે તે તો, બેશક સર્વશ્રેષ્ઠ છે.. એના કરતાં ક્રિયાહીનજ્ઞાની-શુદ્ધપ્રરૂપક ન્યૂન જ છે.. પણ એ ક્રિયાશીલ અજ્ઞાની કરતાં સારો છે એવું જણાવવાનો અહીં આશય છે.)
જે ખુદ પથ્યા-પથ્યની કાળજીવાળો છે અને વૈદકશાસ્ત્રનો જાણકાર છે એ તો નિઃશંક સારો જ છે. પણ ગામમાં બે માનવીઓ છે. એક પથ્યાપથ્યની કાળજીમાં થોડી કચાશવાળો છે, પણ વૈદકશાસ્ત્રનો અચ્છો જ્ઞાતા છે, અને બીજો પથ્યાપથ્યની સંપૂર્ણ કાળજીવાળો છે, પણ વૈદકશાસ્ત્રનો અજાણ છે. આ બેમાંથી સારું કોણ ? બિમારીમાં યોગ્ય દવા-માર્ગદર્શન વગેરે આપી આરોગ્ય અપાવનાર હોવાથી ગ્રામ્યલોકો માટે તો પ્રથમ જ સારો છે. પણ ખુદને માટે પણ બીજા કરતાં પ્રથમ જ સારો છે. કારણકે બીજો તો વૈદકશાસ્ત્રનો અજાણ હોવાથી, પરિસ્થિતિ બદલાવા પર પથ્યાપથ્ય બદલાઈ ગયા હશે (ક્યારેક સાવ વિપરીત થઈ ગયા હશે) તો પણ (એ જાણતો ન હોવાથી) પથ્યાપથ્યની જુની ઘરેડને જ મજબુત રીતે વળગેલો રહેશે ને પરિણામે રોગનો વધુ ભોગ બનશે. જ્યારે પ્રથમ માનવી તો, પથ્યાપથ્યમાં ભલે થોડી ગરબડ કરે છે, પણ જાણકાર હોવાથી મોટી ગરબડ તો નહીં જ કરે ને તેથી આરોગ્યથી સર્વથા ભ્રષ્ટ તો નહીં જ થાય, ને જેટલી કાળજી રાખે છે તથા ઔષધપ્રયોગ કરે છે એના પ્રભાવે આરોગ્ય તરફ આગળ તો વધતો જ રહેશે. જેવું શરીરની બાબતમાં છે, એવું જ આત્માની બાબતમાં છે. જેઓ ગીતાર્થ છે ને ચારિત્રપાલનમાં પણ ચુસ્ત છે તેઓ તો અતિશ્રેષ્ઠ છે જ. પણ એક મહાત્મા ગીતાર્થ છે ને ચારિત્રપાલનમાં થોડા ઢીલા છે.. બીજા મહાત્મા ચારિત્રપાલનમાં ચુસ્ત છે પણ અગીતાર્થ છે. તો આ બેમાં પ્રથમ ગીતાર્થ મહાત્મા જ શ્રેષ્ઠ છે, બીજા અગીતાર્થ નહીં. આ વાત એકદમ તર્કસંગત છે આપણે ઉપર કહેલા વૈદકના દૃષ્ટાન્તથી સમજી શકીએ
છીએ.
વળી પથ્યાપથ્યની કાળજીવાળો બીજો જે અજાણ માનવી છે તે જો કોઈ જાણકાર વૈદની નિશ્રા સ્વીકારી લે તો તો એ પથ્યાપથ્યની કચાશવાળા પ્રથમ માનવી કરતાં આરોગ્યપ્રાપ્તિની બાબતમાં આગળ વધી જ જાય. એમ એક જ્ઞાની છતાં શિથિલાચારી છે અને બીજો અગીતાર્થઆચારસંપન્ન છે ને ગીતાર્થનિશ્ચિત છે, તો બેશક બીજો જ વધારે સારો છે.
એટલે ગ્રન્થકારશ્રી આત્માર્થીજીવોને હિતશિક્ષા આપે છે કે - થોડી ક્રિયાહીનતા હોય તો પણ જ્ઞાનીની અવજ્ઞા ન કરવી, કારણ કે એ મહાત્મા પોતાના જ્ઞાનયોગે શાસનના પ્રભાવક છે. સમ્યક્ત્વસઋતિકા અને સમ્યક્ત્વની ૬૭ બોલની સજ્ઝાય વગેરેમાં શાસનના ૮ પ્રભાવકો કહ્યા છે. પ્રાવચનિક, ધર્મકથી, વાદી, નૈમિત્તિક, તપ, વિદ્યા, (અંજન-ચૂર્ણ) સિદ્ધ અને કવિ. તે તે કાળમાં વિદ્યમાન શાસ્ત્રોના પારગામી બહુશ્રુત ગીતાર્થ એ પ્રાવચનિક છે. ‘પાવયણી રિ જાણ’ શબ્દો દ્વારા એને આઠે પ્રભાવકોમાં અગ્રણી કહ્યા છે. જ્યારે ક્રિયાચુસ્ત સાધકને તો આ આઠમાંના કોઈ જ પ્રભાવક ન હોય ત્યારે જ પ્રભાવક કહ્યા છે. એટલે આના પરથી પણ આ બેનું અંતર જાણી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org