________________
૨ ૧
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૧ : ગાથા-૫ બાહ્યક્રિયા છઈ બાહિરયોગ, અંતરક્રિયા દ્રવ્ય અનુયોગ | બાહ્યહીન પણિ જ્ઞાનવિશાલ, ભલો કહિયો મુનિ ઉપદેશમાલ ૧-પા!
ટબો - બાહ્યયોગ, આવશ્યકાદિરૂપ બાહ્યયોગ છઈ, દ્રવ્ય-અનુયોગ-સ્વસમય પરિજ્ઞાન, તે અંતરંગક્રિયા છઇ. બાહ્ય ક્રિયાઈ હીન, પણિ જે જ્ઞાનવિશાલમુનીશ્વર, તે ઉપદેશમાલા મળે ભલો કહિયો છઈ. યતિ:
नाणाहिओ वरतरं, हीणो वि हु पवयणं पभावंतो ।
૨ ટુક્ષ વસંતો, સુકુ વિ પ્રણામો પુરિો ૪૨૩ તથા हीणस्सवि सुद्धपरूवगस्स, नाणाहिअस्स कायव्वं । (ન-ચિત્તરંપબ્લ્યુિ, વતિ નિંગાવલેણે વિ) રૂ૪૮ )
તે માટે ક્રિયાહીનતા દેખીનઈ પણિ જ્ઞાનવંતની અવજ્ઞા ન કરવી. તે જ્ઞાનયોગઈ કરી પ્રભાવક જાણવો. ૧-૫ છે
ગાથાર્થ : આલય-વિહાર સંબંધી બાહ્યક્રિયારૂપ ચરણકરણ એ બાહ્યયોગ છે. દેહાત્મભેદ વિજ્ઞાન-શુદ્ધઆત્મસ્વરૂપનું સ્કુરણ વગેરરૂપ દ્રવ્યાનુયોગ એ અંતરક્રિયા = અંતર્યોગ છે. બાહ્ય આચરણમાં હીન (=થોડા શિથિલ) હોય એવા પણ મુનિ જ્ઞાનમાર્ગમાં વિશાલ = અધિક હોય તો ભલો = શ્રેષ્ઠ છે એમ ઉપદેશમાળામાં કહ્યું છે | ૧-૫ ||
વિવેચન : પવૂઆવશ્યક વગેરે બાહ્યયોગ છે. શ્રી તીર્થંકરપ્રભુના વચનો અને એને અનુસરીને પૂર્વાચાર્યોએ રચેલા ગ્રન્થો.. આ બધું સ્વસમય છે. આ સ્વસમયનું પરિજ્ઞાન એ અંતરંગક્રિયા છે. જેમ આંબલીને ચાખી હોય એને આંબાની મહત્તા વધારે સમજાય છે, એમ પરસમયને પણ જાણ્યા હોય તો સ્વસમયની મહત્તા-સ્પષ્ટતા વિશેષ પ્રકારે થાય છે. માટે અહીં સ્વસમયના ઉપલક્ષણથી પરસમયનું પરિજ્ઞાન પણ લઈ લેવું. જેઓ સ્વસમયના શ્રવણ-ચિંતનમનન-પરિશીલન અને પરિણમન દ્વારા જ્ઞાન માર્ગમાં ખૂબ આગળ વધ્યા છે. ને વધુ ને વધુ એમાં રમમાણ રહે છે તેઓ કદાચ બાહ્ય ક્રિયામાર્ગમાં એટલા ચુસ્ત ન હોય તો પણ સારા છે એમ ઉપદેશમાલા (૪૨૩) માં કહ્યું છે. ત્યાં કહ્યું છે કે -
જે જ્ઞાનમાં અધિક છે તે પ્રવચનની પ્રભાવના કરે છે. તેથી કદાચ બાહ્ય ક્રિયામાર્ગમાં થોડા હીન હોય તો પણ, બહુ સારી રીતે બાહ્ય કઠોર આચારોનું પાલન કરનાર અલ્પજ્ઞાની કરતાં અધિક શ્રેષ્ઠ છે.
તથા એ જ ગ્રન્થની ૩૪૮ મી ગાથામાં કહ્યું છે કે - ચારત્રિપાલનમાં થોડા ઊભા ઉતરતા હોવા છતાં જે જ્ઞાનાધિક મહાત્મા શુદ્ધ પ્રરૂપણા દેનારા છે એમની વૈયાવચ્ચ અવશ્ય કરવી. (લોકો શાસનની નિંદા ન કરે અને પ્રીતિ બહુમાનવાળા રહે એ માટે માત્રવેશધારી સાધુની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org