________________
૨૦
ઢાળ-૧ : ગાથા-૪
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ एएहिं दोहिं ठाणेहिं, ववहारो न विज्जइ । પાર્દિ વોર્દિ કાર્દૂિ, માયા તું નાનું છે ૨-૨ || (સૂયગડાંગ-૨ અંગે) ૨૧ અધ્યયને किञ्चिच्छुद्धं कल्प्यमकल्प्यं स्यात्, स्यादकल्प्यमपि कल्प्यम् । पिण्डः शय्या वस्त्रं पात्रं 'औषधं भेषजाद्यं वा ।।१४५॥ देशं कालं पुरुषमवस्थामुपयोगशुद्धिपरिणामान् । પ્રસપક્ષ્ય મવતિ રે, નૈનાત્ તે વ્યમ્ | ૨૪૬ || ૧-૪
શ્રી સૂયગડાંગના ૨૧ મા અધ્યયનમાં કહ્યું છે કે –આધાકર્માદિ દોષવાળો આહાર લેનાર અને આપનાર કર્મોથી લેપાય પણ ખરા કે ન પણ લેપાય. (પ્રબળ કારણ વગેરે હોય તો ન લેપાય.. નહીંતર લેપાય). એટલે “લેપાય જ' કે “ન જ લેપાય” આ બંને રીતે વ્યવહાર થઈ શકતો નથી. જો કોઈ આવો વ્યવહાર કરે તો અનાચાર જાણવો.
શંકા : ગ્રન્થોમાં તો દોષિત લેનારને કર્મબંધ થાય વગેરે નિરૂપણ આવતું હોય છે.
સમાધાન : એ એક નયની દેશનારૂપ સમજવું. એ વખતે એ નય પર જ ભાર આપવાનો અભિપ્રાય હોય તો કર્મબંધ ન પણ થાય” આવી બીજી વાત ન પણ કરે. છતાં ગર્ભિત રીતે એ પડેલું જ હોય. જો ગર્ભિત રીતે પણ એ ન પડેલું હોય તો એનું નિરૂપણ અનાચાર = ઉસૂત્રભાષણરૂપ બને જ. એટલે નિરૂપણાવસરે શ્રોતાની ભૂમિકા જોઈને એક જ નયની વાત ભારપૂર્વક હોય પણ ખરી, છતાં એમાં એકાન્ત ન હોય. ગર્ભિત રીતે તો અનેકાન્ત જ જોઈએ.
અથવા, “ફલાણાએ દોષિત લીધું છે, એ કર્મબંધથી લેપાયો છે કે નથી લેપાયો ?’ એનો વ્યવહાર કરવાનો છે (ચુકાદો આપવાનો છે). તો “એણે દોષિત લીધું છે, તો એ કર્મબંધથી લેપાયો જ છે' એવો કે નથી જ લેપાયો” એવો... આ બેમાંથી એકપણ વ્યવહાર એકાન્ત કરી શકાતો નથી, પણ દેશ-કાળાદિની પરિસ્થિતિ વિચારીને યોગ્ય વ્યવહાર કરવાનો હોય છે. “લેપાયો જ હોય” કે “ન જ લેપાયો હોય' આ બેમાંથી કોઈપણ એક જ લાકડીએ જે બધાને હાંકવા માગતો હોય તે અનાચાર કરી રહ્યો છે.
વાચકવર શ્રી ઉમાસ્વાતિ મહારાજે પ્રશમરતિ પ્રકરણમાં પણ કહ્યું છે કે- આહાર, શવ્યા, વસ્ત્ર, પાત્ર, ઔષધ કે ભેષજ. આમાંનું કાંઈ પણ શુદ્ધ હોય તો સામાન્યથી કષ્પ બને, પણ એ પણ અકથ્ય પણ બની શકે છે. એમ સામાન્યથી અકથ્ય હોય એવી પણ વસ્તુ ક્યારેક કધ્ય બની જાય છે. એટલે શુદ્ધ વસ્તુ પણ દેશ, કાળ, પુરુષ, અવસ્થા, ઉપયોગશુદ્ધિ, ભાવી પરિણામો વગેરે વિચારીને જ કધ્ય બને છે. સામાન્ય પરિસ્થિતિમાં જે કથ્ય હોય તે બધી જ પરિસ્થિતિમાં કચ્યું હોય એવો એકાન્ત નથી. (૧૪૫-૧૪૬) (જે દવાને મુખેથી લઈને અંદર ઉતારવાની હોય છે એ ઔષધ કહેવાય છે અને જેનો લેપ વગેરે રૂપે માત્ર બાહ્ય ઉપયોગ જ કરવાનો હોય છે એ ભેષજ કહેવાય છે.) | ૪ || ૧. પ્રશમરતિમાં ઔષધે ના સ્થાને વા શબ્દ છે. પ્રશમરતી 1-૪||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org