________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૧ : ગાથા-૪
૧૯ ટબો ઃ એ યોગિ-દ્રવ્યાનુયોગવિચારરૂપ જ્ઞાનયોગઈ, જો રંગ-અનંગસેવારૂપ લાગઈ, સમુદાયમણે જ્ઞાનાભ્યાસ કરતાં કદાચિત્ આધાકર્માદિ દોષ લાગઈ, તો હિ ચારિત્રભંગ ન હોઈ, ભાવશુદ્ધિ બળવંત છઈ, તેણઈ, ઈમ પંચકલ્પભાષ્યએ ભણિઉં તથા સદ્ગુરુ પાસ સાંભલિઉં. મત gવ કધ્યાનધ્યનો અનેકાન્ત શાસ્ત્રો કહિઓ છછે.
अहागडाई भुंजंति, अण्णमण्णे सकम्मणा ।। उवलित्ते वियाणिज्जा, अणुवलित्ते त्ति वा पुणो । २-५-८ ।
વિવેચન : શરીર વતુ ગાદ્ય ધર્મસાધનમ્ ધર્મસાધના માટે સૌથી પ્રથમ સાધન શરીર છે. માટે શરીરને ટકાવવું તો છે જ. એમ તો ગૃહસ્થો પણ શરીરને ટકાવે જ છે. પણ એ શરીરની મમતા ને રસનાની લંપટતા વધતી જાય એ રીતે ને એમાં ઢગલાબંધ ત્ર-સ્થાવર જીવોનો કચ્ચરઘાણ નીકળે એ રીતે. સાધુઓ પણ જો આ રીતે જ શરીરને ટકાવવા માગે તો આહારની અસર મન પર પડતી હોવાથી સંયમ દૂષિત થયા વિના રહે જ નહીં. માટે આવું કોઈ જોખમ ઊભું ન થાય એ રીતે આહારગ્રહણ કરવો જોઈએ. ૪૨ દોષરહિત આહાર ગ્રહણ કરવાથી આ બધું પ્રયોજન સધાય છે. માટે શ્રીદશવૈકાલિકસૂત્ર વગેરેમાં આહારની નિર્દોષતા પર ખૂબ જ ભાર મૂકાયો છે. પણ આ ઉત્સર્ગમાર્ગ છે. છેવટે તો આહાર પણ સંયમપાલન માટે જ છે ને સંયમપાલન પણ પરિણતિની વિશુદ્ધિ માટે છે. એટલે આ વિશુદ્ધિની જાળવણી-વૃદ્ધિ માટે ક્યારેક આહારાદિની અશુદ્ધિ ચલાવવી પડતી હોય તો એ પણ ચલાવવાની જ્ઞાનીઓએ અનુજ્ઞા આપી છે. આ દોષિત લેવામાં બાહ્યદૃષ્ટિએ જે વિરાધના દેખાય છે તે પણ અધ્યાત્મવિશુદ્ધિયુક્ત અપ્રમત્ત જીવને નિર્જરાફલક બને છે, ચારિત્રભંગ થવાનો તો પ્રશ્ન જ રહેતો નથી, કારણ કે છેવટે ભાવશુદ્ધિ એ બળવાનું છે.
- “અસંગસેવારૂપ રંગ” નો આવો અર્થ કરી શકાય છે. જેમ ચન્દ્રનગન્ધન્યાયે આત્મસાત્ થયેલું અનુષ્ઠાન અસંગાનુષ્ઠાન કહેવાય છે. એમ દ્રવ્યાનુયોગ વિચારરૂપ જ્ઞાનયોગનો રંગ એવો લાગી જાય કે જેથી એ ચંદનગંધન્યાયે આત્મસાત્ થઈ જાય. અથવા દ્રવ્યાનુયોગનો એવો રંગ લાગે કે જેથી ઉપયોગ પુદ્ગલથી વિમુખ થઈને અંતર્મુખદશાવાળો બની આત્મસ્વભાવમાં રમતો થઈ જાય એને અસંગસેવારૂપ રંગ લાગ્યો કહેવાય.
પણ આ રીતે એને અસંગસેવારૂપ બનાવવા માટે કદાચ આધાકર્માદિક દોષ લગાડવા પડે તો પણ ભાવશુદ્ધિ બળવાનું હોવાથી ચારિત્રભંગ થતો નથી એમ પંચકલ્પભાષ્યમાં કહ્યું છે અને સદ્ગુરુ પાસે મેં સાંભળ્યું છે.
એટલે જ, આહાર વગેરે અંગે ‘આવો આહાર કથ્ય જ છે,” “આવો આહાર અકથ્ય જ છે' આવો કોઈ એકાન્ત નથી, પણ એમાં અનેકાન્ત છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. કથ્ય આહાર પણ જો સંયમપરિણતિની શુદ્ધિનો નાશક કે એ શુદ્ધિની વૃદ્ધિનો બાધક બનતો હોય તો અધ્ય બની જાય છે. અને એમ અકથ્ય આહાર પણ જો પરિણામશુદ્ધિનો સાધક બનતો હોય તો કથ્ય બની જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org