________________
૧૮
ઢાળ-૧ : ગાથા-૪ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ गुरुदोषारम्भितया लघ्वकरणयत्नतो निपुणधीभिः ।
નિર્દેશ તથા જ્ઞાયતે તનિયોરોન | ૧-૯ ષોડશકે / ૧-૩ || એ યોગિ જો લાગઇ રંગ, આધાકર્માદિક નહી ભંગ / પંચકલ્પભાષ્યઅ ઇમ ભણિલું, સગુરુ પાસ ઇસ્યુ મેં સુણિઉં ૧-૪
આશય એ છે કે ગુરુકુલવાસમાં રહેવું હોય તો ગચ્છ મોટો હોવાના કારણે, બાળવૃદ્ધગ્લાનાદિ સાધુઓના કારણે ગોચરી વગેરેમાં સંપૂર્ણ નિર્દોષતા જાળવવી કઠિન હોય છે. બીજી બાજુ ગુરુકુલવાસમાં રહેવાથી જ્ઞાનાદિગુણોની નિર્મળતા થાય છે. તો કોને મહત્ત્વ આપવું ? જે નિર્દોષતાને મહત્ત્વ આપીને ગુરુકુલવાસને છોડી દે છે એ ક્રમશઃ ચારિત્રશૂન્ય બન્યા વગર પ્રાયઃ રહેતો નથી. કારણકે સ્વચ્છંદતા વગેરે ગુરુદોષનો એ ભોગ બને છે. તથા, એના મનમાં ગોચરીની નિર્દોષતા વગેરેની જ મહત્તા બેસેલી હોવાથી, આ બાબતમાં કંઈક ન્યૂન, પણ જ્ઞાનમાર્ગના કારણે ઘણા ઊંચા એવા ગુરુકુલવાસી સંયમીઓને એ નીચા જ માને છે કે તેથી એમની નિંદા વગેરે પણ કરે છે. આના કારણે એ મોહરાજાનો શિકાર બન્યા વગર રહેતો નથી, ને તેથી ચારિત્રભ્રષ્ટ થયા વિના પણ રહેતો નથી.
- ષોડશક(૧-૯)માં કહ્યું છે કે લઘુ ગોચરીના દોષ વગેરે નાના દોષો. એ સેવાઈ ન જાય એવા પ્રયત્નના કારણે (ગુરુકુલવાસને છોડવો ને એથી સ્વચ્છંદતાનું પોષણ, બ્રહ્મચર્યનું જોખમ વગેરે) ગુરુદોષને સેવનારો હોવાથી તેમજ સુસંયમીઓની નિન્દા વગેરે કરતો હોવાથી એવો જીવ સંયમની હાનિ પામે છે. માટે નિપુણબુદ્ધિ ધરાવનારા જ્ઞાનીઓએ આ વાતને નિશ્ચયપૂર્વક જાણી છે કે ગુરુકુલવાસને છોડવા દ્વારા દ્રવ્યાનુયોગને-જ્ઞાનમાર્ગને ગૌણ કરવો અને નિર્દોષ ગોચરી વગેરેનો જ આગ્રહ રાખવો એ અશુભમાર્ગ છે.
ગુરુકુલવાસના કેટલા કેટલા મહાન લાભો છે ને ગુરુકુલવાસને છોડવામાં કેવા કેવા ભારે નુકશાનો છે એનું વર્ણન શ્રીઉપદેશમાળા વગેરેમાં કરેલું છે. ગ્રન્થકાર શ્રીઉપાધ્યાયજી મહારાજે પણ સાડાત્રણસો ગાથાના સ્તવનની પાંચમી ઢાળની એકથી ત્રેવીશ સુધીની ગાથામાં એનું સુંદર વર્ણન કરેલ છે.
ટૂંકમાં, ગોચરી વગેરેમાં દોષ લાગતા ન હોય, તો તો નહીં જ, પણ લાગતા હોય તો પણ, ગુરુકુલવાસને ન જ છોડવો. અને ગુરુકુલવાસમાં રહીને દ્રવ્યાનુયોગને અવશ્ય સાધવો. આ ઉત્તમ માર્ગ છે. તે આત્માર્થીઓ ! તમે આ ઉત્તમ માર્ગે ચાલો. | ૩ |
ગાથાર્થ : આ દ્રવ્યાનુયોગરૂપ મોટા યોગમાં જો રંગ લાગે તો આધાકર્મ વગેરે ગોચરીના દોષ ચારિત્રના ભંગરૂપ બનતા નથી એવું શ્રી પંચકલ્પભાષ્યમાં કહ્યું છે ને મેં સદ્ગુરુ પાસે સાંભળ્યું છે. જે ૧-૪ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org