________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૧ : ગાથા-૩
૧૭
ગ્રંથઇ લહીનઇ શુભપંથિ=ઉત્તમમાર્ગિ ચાલો. બાહ્યવ્યવહાર પ્રધાન કરીનઇ જ્ઞાનની ગૌણતા કરવી, તે અશુભ માર્ગ. જ્ઞાનપ્રધાનતા રાખવી, તે ઉત્તમ માર્ગ. અત વ જ્ઞાનાદિકગુણહેતુગુરુકુલવાસ છાંડી શુદ્ધાહારાદિક યતનાવંતનઇ મહાદોષઇ ચારિત્રહાનિ કહી છઈ.
છે. આ વાતમાં શ્રીઉપદેશપદ ગ્રન્થનો ૬૭૭ થી ૬૮૨ ગાથા સુધીનો અધિકાર સાક્ષી છે. એ અધિકાર પરથી યોગ્ય નિર્ણય કરીને શુભપંથે=ઉત્તમ માર્ગે ચાલવું જોઈએ.
સૌ પ્રથમ જયં ચરે જયં ચિટ્લે.. વગેરે રૂપ ચરણકરણને અત્યંત આત્મસાત્ કરવું જોઈએ. એનાથી જીવ પ્રમાદ પર વિજય મેળવીને અત્યંત અપ્રમત્ત બને છે. છેવટે હવે તો દ્રવ્યાનુયોગ એમાં ભળવો જ જોઈએ. કારણ કે એ ચરણકરણની ક્રિયાઓને યોગ્ય લક્ષ્ય-માર્ગ આપનાર છે. દેહ-આત્મભેદ પૂરેપૂરો સ્પષ્ટ થયો ન હોય તો આત્માની શુદ્ધ અવસ્થાની પ્રાપ્તિનું લક્ષ્ય પણ એટલું સ્પષ્ટ અને દૃઢ રહેતું નથી. આ દેહાત્મભેદવિજ્ઞાનની સ્પષ્ટતા દ્રવ્યાનુયોગના વધુ વધુ ઊંડા સૂક્ષ્મ ચિંતન-પરિશીલનાદિથી થાય છે.
એકબાજુ ચરણકરણનું પરિપાલન અને બીજી બાજુ દ્રવ્યાનુયોગના અધ્યયનાદિ... આ બંને સાથે ચાલે તો તો સોનામાં સુગંધ ભળે. પણ ક્યારેક કોઈકને એવી પરિસ્થિતિ હોય છે કે જેથી બેમાંથી એકને જ પરિપૂર્ણ રીતે પકડી શકે. તો એ વખતે કોને પૂરેપૂરો પકડવો ને કોનામાં (કયા યોગમાં) કંઈક પણ ઢીલાશ ચલાવી લેવી ? આવી મૂંઝવણ ઊભી થાય છે. એ વખતે ઉપદેશપદ વગેરે ગ્રન્થો આપણી સહાયે આવે છે. આ ગ્રન્થો એકસૂરથી નિઃશંકપણે કહે છે કે ચરણકરણમાં કદાચ થોડી ઢીલ મૂકવી પડે તો પણ મૂકવી, પણ દ્રવ્યાનુયોગને તો સાધવો જ. આનું કારણ સ્પષ્ટ છે કે છેવટે તો પરિણતિ જ મુખ્ય છે. જેમ ગ્લાનાદિકારણે અશુદ્ધ આહારગ્રહણાદિ કરવામાં આવે તો પણ પરિણતિને તો અક્ષત રાખી શકાય છે એમ દ્રવ્યાનુયોગના ગ્રહણાદિ કારણે પણ ગોચરી વગેરેમાં થોડી ઢીલ મૂકવા છતાં પરિણિતને અક્ષત રાખી શકાય છે. એટલે એના કારણે આંતરિક દૃષ્ટિએ નુકસાન કોઈ નથી. પણ દ્રવ્યાનુયોગને જો સાધવામાં ન આવે તો તો પરિણિત ઘડાવી જ અશક્યશી બની જાય છે, કારણકે દ્રવ્યાનુયોગ-જ્ઞાનમાર્ગ જ પરિણતિને ઘડનાર મુખ્ય પરિબળ છે.
એટલે ચરણકરણના બાહ્યવ્યવહારને પ્રધાન કરી જ્ઞાનમાર્ગને ગૌણ કરવો એ અશુભમાર્ગ છે. જ્યારે જ્ઞાનને પ્રધાન કરવું એ ઉત્તમમાર્ગ છે. માટે જ્ઞાનમાર્ગે ચાલી આશયને શુદ્ધ કરતા રહેવું એમાં આત્મકલ્યાણ છે. એટલે જ જે જ્ઞાનાદિક ગુણોમાં કારણભૂત છે એવા ગુરુકુલવાસને છોડી દેવો અને શુદ્ધ આહારાદિની જ પ્રધાનતા કરવી.. આવું કરનારને મહાદોષે ચારિત્રહાનિ થાય છે એમ જ્ઞાનીઓએ કહ્યું છે.
૧. જ્ઞાનમાર્ગની અરુચિ જગાડે એવી બાહ્યવ્યવહારની પ્રધાનતા તો અશુભમાર્ગ જ છે. પણ, જ્ઞાનમાર્ગની અસિંચન જગાડે, પણ થોડી ઉપેક્ષા કરાવે એવી પ્રધાનતા અશુભમાર્ગ તરીકે અહીં જે જણાય છે તે જ્ઞાનની પ્રધાનતાવાળા ઉત્તમમાર્ગની અપેક્ષાએ જ, અન્યથા તે પણ શુભ છે જ. જેમ, શ્રી મહાનિશીથસૂત્રમાં દ્રવ્યસ્તવને અપ્રશસ્ત જે કહેલ છે તે ભાવસ્તવની અપેક્ષાએ જ, અન્યથા એ પ્રશસ્ત જ છે. એમ પ્રસ્તુતમાં જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org